બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Virendra Sehwag praised PM Modi visitng dressing room after team India lost the world cup

ક્રિકેટ / મેં કોઈ પ્રધાનમંત્રીને આ રીતે હારેલી ટીમ સાથે મુલાકાત કરતાં...: વીરેન્દ્ર સહેવાગે PM મોદીનો ડ્રેસિંગ રૂમના વીડિયો વિશે જુઓ શું કહ્યું

Vaidehi

Last Updated: 05:54 PM, 25 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફાઈનલ મેચમાં ભારતીય ટીમની હાર બાદ PM મોદી ખેલાડીઓને મળવા માટે ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યાં હતાં જેના પર પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગે ટિપ્પણી કરતાં કહ્યું કે,'...આ મોટી વાત છે'

  • વર્લ્ડ કપમાં હાર મળ્યાં બાદ વીરેન્દ્ર સહેવાગનું નિવેદન
  • સહેવાગે PM મોદીનાં ખૂબ વખાણ કર્યાં
  • તેમણે કહ્યું કે આ ઘણી મોટી વાત છે...

ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચમાં ભારતીય ટીમ 6 વિકેટથી હારી ગઈ. હારની સાથે જ ભારતીય ટીમનું ત્રીજી વખત ટાઈટલ જીતવાનું સપનું અધૂરું રહી ગયું. હાર બાદ ખેલાડીઓ અને ફેન્સનું દિલ તૂટી ગયું.તેવામાં મેચ જોવા પહોંચેલા PM મોદી મેચ બાદ ખેલાડીઓને મળવા માટે ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યાં હતાં. મોહમ્મદ શમી, રવિન્દ્ર જાડેજા જેવા સ્ટાર પ્લેયર્સે આ બાબતે પીએમ મોદીનો આભાર પણ માન્યો હતો. 

વીરેન્દ્ર સહેવાગે કર્યાં વખાણ
ટીમ ઈન્ડિયાનાં પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગે પણ PM નરેન્દ્ર મોદીનાં ડ્રેસિંગ રૂમમાં મળવા અંગે પ્રતિક્રિયા આપી છે. સહેવાગે કહ્યું કે પીએમ મોદીનું ડ્રેસિંગ રૂમમાં આવવું મોટી વાત છે. જ્યારે કોઈ દેશનાં PM આવું કરે છે ત્યારે ખેલાડીઓનો ઉત્સાહ વધે છે.

ખેલાડીઓનો ઉત્સાહ વધારે છે...-સહેવાગ
સહેવાગે કહ્યું કે ઘણાં એવા ઓછા મોકા હોય છે જ્યારે કોઈ દેશનાં પ્રધાનમંત્રી પ્લેયર્સને મળીને તેમનો ઉત્સાહ વધારે છે. ખાસ કરીને મેં એવું નથી જોયું કે કોઈ ટીમ હારી હોય અને તેમના પ્રધાનમંત્રી ખેલાડીઓને મળવા ગયાં હોય. PMનું આ પગલું શાનદાર હતું કે તેઓ ડ્રેસિંગ રૂમમાં ખેલાડીઓને મળવા ગયાં અને તેમનો ઉત્સાહ વધાર્યો.

'મારી નજરમાં તો PMએ શાનદાર કામ કર્યું છે'
સહેવાગે કહ્યું કે જ્યારે તમે વર્લ્ડ કપ ફાઈનલ હારો છો તો તે સમયે આપણી ફેમિલી, ફેન્સ, મિત્ર વગેરે તરફથી ખાસ સપોર્ટની જરૂર હોય છે. મારી નજરમાં તો PMએ શાનદાર કામ કર્યું છે. તેનાથી ખેલાડીઓનો ઉત્સાહ વધશે અને આવનારા વિશ્વકપમાં શાનદાર પ્રદર્શન આપવાનો પ્રયાસ કરશે. 

'એક વ્યક્તિનાં કારણે આપણે ફાઈનલ હાર્યા નથી'
સહેવાગે અંતમાં કહ્યું કે એવું નથી કે કોઈ એક વ્યક્તિનાં કારણે આપણે ફાઈનલ હાર્યા છીએ. જ્યારે ટીમ સારું રમી રહી હતી ત્યારે આપણે વખાણ કરી રહ્યાં હતાં, જે દિવસે તે સારું ન રમી તે સમયે પણ આપણે તેમનો સપોર્ટ કરવો જોઈએ. ઘણાં ઓછા એવા પ્રધાનમંત્રી હશે જે હારેલી ટીમને ડ્રેસિંગ રૂમમાં મળવા ગયાં હશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ