બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Virender Sehwag on John Wright: 'The coach grabbed the collar, even pushed...', Virender Sehwag told a shocking story

ક્રિકેટ / એણે મારો કોલર પકડ્યો અને ધક્કો માર્યો: વીરેન્દ્ર સહેવાગે સંભળાવ્યો ચોંકાવનારો કિસ્સો, તેંડુલકરે કરાવ્યું હતું સમાધાન

Megha

Last Updated: 11:36 AM, 3 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિરેન્દ્ર સેહવાગે ટીમ ઈન્ડિયાના પૂર્વ કોચ જોન રાઈટ સાથે જોડાયેલો એક રસપ્રદ કિસ્સો સંભળાવ્યો હતો. જેમાં એમને કહ્યું કે 2002ની આ ઘટના બાદ જોન રાઈટને મારી પાસે માફી માંગવી પડી હતી.

  • જોન રાઈટે ભારતીય ક્રિકેટને આગળ લઈ જવામાં મોટી ભૂમિકા ભજવી
  • 2000માં ભારતીય ક્રિકેટ ટીમના પ્રથમ વિદેશી કોચ બન્યા હતા
  • સેહવાગે જોન રાઈટ સાથેની લડાઈ વિશે કહી આ વાત
  • કહ્યું,' જોને ડ્રેસિંગ રૂમમાં મને ગરદનથી પકડી અને .. '

ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડી જોન રાઈટે ભારતીય ક્રિકેટને આગળ લઈ જવામાં મોટી ભૂમિકા ભજવી હતી. સૌરવ ગાંગુલી જેવા શ્રેષ્ઠ કેપ્ટન સાથે કામ કરીને એમને ભારતીય ટીમનો ચહેરો બદલવામાં મદદ કરી હતી. એ વાત તો નોંધનીય છે જોન રાઈટ વર્ષ 2000માં ભારતીય ક્રિકેટ ટીમના પ્રથમ વિદેશી કોચ બન્યા હતા.

હાલ પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગે ટીમ ઈન્ડિયાના પૂર્વ કોચ જોન રાઈટ સાથે જોડાયેલો એક રસપ્રદ કિસ્સો સંભળાવ્યો હતો. જેમાં એમને એ પણ ઉલ્લેખ કર્યો હતો કે 2002ની આ ઘટના બાદ જોન રાઈટને વીરુ પાજીની માફી માંગવી પડી હતી. સેહવાગે કહ્યું કે જ્હોન રાઈટે તેનો કોલર પકડી લીધો હતો, સાથે જ એ પણ જણાવ્યું હતું કે કેવી રીતે એમને અને સચિન તેંડુલકરને 2003 વર્લ્ડ કપ માટે ઓપનિંગ જોડી તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. જો કે એ વાત તો જાણીતી છે કે એમના પહેલા સચિન અને સૌરવ ગાંગુલી ટીમ માટે ઓપનિંગ કરતા હતા

સેહવાગે જોન રાઈટ સાથેની લડાઈ વિશે કહી આ વાત 
વાત એમ છે કે ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ મેનેજર અમૃત માથુરનું પુસ્તક વિમોચન 2 જુલાઈ, બુધવારે દિલ્હીમાં થયું હતું અને આ કાર્યક્રમમાં સેહવાગની સાથે કોંગ્રેસના નેતા શશિ થરૂરે પણ ભાગ લીધો હતો. આ ઈવેન્ટમાં સેહવાગને તેની અને જોન રાઈટ વચ્ચેની લડાઈ પર સવાલ પૂછવામાં આવ્યો હતો. એ વાત વિશે જણાવતા એમને કહ્યું હતું કે, ' થોડી હાથપાઈ થઈ હતી. એ સમયે ઓવલના મેદાન પર ભારત અને શ્રીલંકા વચ્ચે મેચ ચાલી રહી હતી. અમારે 190-200 રનનો બનાવવાના હતા અને તે પહેલા હું લપ્પા શોટ ફટકારીને 3-4 ઇનિંગ્સમાં વહેલો આઉટ થયો હતો.જો સુનીલ ગાવસ્કર મારા કેપ્ટન હોત તો કદાચ હું ફરીથી રમ્યો ન હોત.'

ડ્રેસિંગ રૂમમાં ગરદનથી પકડી અને .. 
આગળ એમને કહ્યું કે, 'હું ઘણી વખત હવામાં શૉટ મારીને આઉટ થયો છું. એ સમયે જોન આવ્યા અને તેને અંગ્રેજીમાં કહ્યું કે ક્રિઝ પર ટકી રહ્યો, 40 ઓવર બેટિંગ કરો, ફિફ્ટી ફટકારો, અમે નથી ઈચ્છતા કે તમે આઉટ થાઓ. ત્યારે મને અંગ્રેજી એટલું સમજાતું નહોતું. મને સમાજમાં નહતું આવ્યું કે તે કહી રહ્યો હતો કે જો હું રન નહીં બનાવીશ તો મને ટીમમાંથી બહાર કરી દેવામાં આવશે. મે એ જ કર્યું જે હું કરતો. 20-30 રન બનાવ્યા પછી, મેં લપ્પા માર્યો અને આઉટ થયો. એ બાદ એમને મને ડ્રેસિંગ રૂમમાં ગરદનથી પકડી, મને હલાવી અને મારી સીટ પર ધક્કો માર્યો. મને ગુસ્સો આવ્યો અને પછી શુક્લાજી પાસે ગયો અને મે ભારત પછી જવાની વાત કરી. તો પણ વિચારમાં પડી ગયા એ બાદ એમને મને પૂછ્યું તો મેં એમને બધી વાત જણાવી.' 

રાઈટ મારા રૂમમાં આવ્યા અને  માફી માંગી
રાજીવ સૌરવ ગાંગુલી પાસે ગયા અને એમને કહ્યું કે સેહવાગ સાથે ખોટું થયું છે. તમે જઈને વાત કરો, એ બાદ જોન રાઈટે કહ્યું કે એમને મને માર્યો નહતો પણ ધક્કો આપ્યો હતો કારણ કે તે ઈચ્છે છે કે હું રન બનાવું. છતાં હું ન માન્યો એ બાદ શુક્લાજીની વિનંતી પર રાઈટ મારા રૂમમાં આવ્યો અને એમને મારી માફી માંગી, પછી મેં તેમને માફ કરી દીધા.' આ સમગ્ર ઘટના બાદ ગાંગુલીએ ટીમ મીટિંગમાં કહ્યું હતું કે આ આખી કહાની ટીમમાં જ રહેવી જોઈએ અને એમ જ થયું.

વીરુએ કહ્યું,'અમારી ટીમમાં ચિટ સિસ્ટમ ચાલતી હતી, જોન રાઈટે તમામ ખેલાડીઓને પૂછ્યું કે કોણે ભારત માટે ઓપનિંગ કરવું જોઈએ. 14 ખેલાડીઓએ પોતપોતાની ચિટ્સ પર મારું અને સચિનનું નામ લખ્યું હતું.' જો સૌરવ-સચિનનું નામ 1 ચિટમાં લખવામાં આવ્યું હતું. તે ચિટ ગાંગુલીએ પોતે લખી હતી.  સેહવાગે વધુમાં કહ્યું કે 2003ના વર્લ્ડ કપમાં અમે આટલું સારું પ્રદર્શન કરીશું એવી કોઈને આશા નહોતી. 2003થી જ ભારતીય ટીમે આકરા નિર્ણયો લેવાનું શરૂ કર્યું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ