બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / virat kohli vs gautam gambhir fight after ipl 2023 rcb vs lsg match video viral

IPL 2023 / લખનઉ vs બેંગ્લોર મેચમાં બબાલ: વિરાટ કોહલી-ગૌતમ ગંભીર વચ્ચે થઇ તુતુ-મેમે, વિવાદનો VIDEO વાયરલ

Malay

Last Updated: 10:05 AM, 2 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Virat Kohli vs Gautam Gambhir: ફરી એકવાર મેદાનમાં વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. એકાના સ્ટેડિયમમાં ભારતીય ક્રિકેટના બે સુપર સ્ટાર ખેલાડીઓ બાખડી પડ્યા હતા.

  • વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે ઝઘડો
  • ઉગ્ર બોલાચાલીનનો વીડિયો થયો વાયરલ
  • અમ્પાયરો અને ખેલાડીઓએ શાંત પાડ્યો મામલો

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023માં ફરી એકવાર ભારતીય ક્રિકેટના બે સુપર સ્ટાર વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે બોલાચાલી થઈ હતી. IPL-2023માં સોમવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે લખનઉ સુપર જાયન્ટ્સને હરાવ્યું. આ મેચ બાદ કોહલી અને ગંભીર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. 

108માં સમેટાઇ ગઇ હતી લખનઉ સુપર જાયન્ટ્સ
મેચ જીતવા માટે બેંગલોરની ટીમે લખનઉને 127 રનનો ટાર્ગેટ આપ્યો હતો. તેના જવાબમાં કેએલ રાહુલની કેપ્ટનશિપવાળી લખનઉની ટીમ 108 રનમાં સમેટાઈ ગઈ હતી. મેચ બાદ તમામ ખેલાડીઓ એકબીજાને મળી રહ્યા હતા. આ દરમિયાન વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે કોઈ વાતને લઈને બબાલ થઈ ગઈ હતી. જે બાદ મામલો ગરમાયો હતો. આ દલીલ એટલી ઉગ્ર બની ગઈ કે બાકીના ખેલાડીઓ અને સ્ટાફે વચમાં આવવું પડ્યું હતું. જેનો વીડિયો અને તસવીરો ખૂબ વાયરલ થઈ રહી છે.

2023માં પણ થઈ હતી બોલાચાલી 
IPL 2013ની સીઝનમાં પણ વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે લડાઇ થઈ હતી. ત્યારે ગૌતમ ગંભીર કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન હતા. પરંતુ આ વખતે તેઓ લખનઉની ટીમના મેન્ટર છે. જ્યારે કોહલી બેંગલોરની ટીમના પૂર્વ કેપ્ટન રહી ચૂક્યા છે.

બેંગલોરે લખનઉને હરાવ્યું
મેચમાં આરસીબીના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. આ પછી ટીમે 9 વિકેટ ગુમાવીને 126 રન બનાવ્યા હતા. બેંગ્લોર તરફથી કેપ્ટન ડુ પ્લેસિસે 40 બોલમાં સૌથી વધુ 44 રન બનાવ્યા હતા. તેમના સિવાય વિરાટ કોહલીએ 31 રનની ઇનિંગ રમી હતી. જ્યારે દિનેશ કાર્તિકે 16 રન બનાવ્યા હતા. લખનઉ તરફથી નવીન ઉલ હકે 3 વિકેટ લીધી હતી. જ્યારે અમિત મિશ્રા અને રવિ બિશ્નોઈએ 2-2 વિકેટ લીધી હતી.

108 રનમાં લખનઉ ઓલઆઉટ
લખનઉની સામે 127 રનનો ટાર્ગેટ હતો. લખનઉની ટીમના કેપ્ટન કેએલ રાહુલ ફિલ્ડિંગ દરમિયાન ઈજાગ્રસ્ત થઈ હતા અને બહાર થઈ ગયા ગચા હતા. તેઓ અંતમાં બેટિંગ માટે આવ્યા હતા, પરંતુ ટીમને જીત અપાવી શક્યા ન હતા. આવી સ્થિતિમાં લખનઉની ટીમ માત્ર 108 રન પર જ સમેટાઈ ગઈ હતી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ