બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Virat Kohli visited his own restaurant one8 with teammates du plessi and mohammed shiraj

IPL 2023 / PHOTOS: કિંગ કોહલીના રેસ્ટોરન્ટમાં RCBના ખેલાડીઓએ સ્વાદનો ચટાકો લીધો, મેક્સવેલ, ડુ-પ્લેસીસ સહિત આ ખેલાડીઓ નજરે પડયાં

Vaidehi

Last Updated: 06:44 PM, 5 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2023ની RCBની મેચ પહેલાં પોતાના રેસ્ટોરન્ટમાં વિરાટ કોહલી પોતાના ટીમનાં કેટલાક મિત્રો સાથે જમવા અને મસ્તી કરવા પહોંચ્યાં હતાં.

  • IPL 2023ની ગુરુવારની મેચ પહેલા વિરાટ મસ્તીમાં
  • સાથીમિત્રો સાથે પહોંચ્યાં પોતાના રેસ્ટોરન્ટ
  • ફેન્સ સાથે પણ મુલાકાત કરી પડાવ્યાં ફોટોઝ

આઈપીએલ 2023માં ગુરુવારે કોલકત્તા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોરની વચ્ચે મેચ થવાની છે. મંગળવારે RCBનાં સ્ટાર ખેલાડી વિરાટ કોહલી પોતાના સાથીમિત્રોની સાથે પોતાના રેસ્ટોરન્ટમાં મસ્તી કરવા પહોંચ્યાં હતાં. વિરાટની સાથે કેપ્ટન ડુ પ્લેસિસ, મહોમ્મદ સિરાજ અને ગ્લેન મેક્સવેલ હાજર હતાં.

One8 રેસ્ટોરન્ટમાં કોહલી
મેચથી પહેલા વિરાટ કોહલીએ પોતાના ટીમ મેટ્સ RCBનાં ડુ પ્લેસિસ, સિરાઝ અને મેક્સવેલની સાથે વન8 રેસ્ટોરન્ટમાં મોજ-મસ્તી કરી હતી. વિરાટ કોહલી One8 કમ્યૂન રેસ્ટોરેન્ટ સીરીઝનાં માલિક છે. હાલમાં આ રેસ્ટોરન્ટ દિલ્હી, પુણે, મુંબઈ અને કોલકત્તામાં છે. આ રેસ્ટોરન્ટમાં વિરાટે ફેન્સની સાથે પણ મુલાકાત કરી હતી.

ફેન્સને પણ મળ્યાં વિરાટ
રેસ્ટોરન્ટમાં મસ્તી કરતાં ફોટોઝ વિરાટ કોહલીનાં એક ફેનએ ટ્વિટર પર શેર કરી હતી. તો આ ફોટોમાં વિરાટ કોહલી એક બાળકની સાથે બેઠેલા નજરે પડે છે. તો તેમની આસપાસ મેક્સવેલ સિરાઝ અને ડુ પ્લેસિસ બેઠેલા છે. 

રવિવારની મેચમાં મેળવ્યો વિજય

રોયલ ચેલેન્જર્સ બેંગલોરએ IPL 2023માં પોતાની શરૂઆત જીતની સાથે કરી. તેણે રવિવારે 1 એપ્રિલનાં રોજ મુંબઈ ઈન્ડિયન્સને 8 વિકેટથી માત આપી. પાંચ વખત ચેમ્પિયન બનેલી મુંબઈ સતત 11મી વખત સીઝનની પહેલી મેચ હારી છે. મેચ જીત્યાં બાદ વિરાટ કોહલી અને રોહિત શર્માનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો ચર્ચામાં છે. 

વીડિયો થયો વાયરલ
રોહિત શર્મા ઈનિંગનો પોતાનો પહેલો બોલ હીટ કરે છે ત્યારે સ્ટમ્પનાં માઈકએ કોહલીનો અવાજ રેકોર્ડ કર્યો છે. જેમાં વિરાટ કોહલી બોલર મહોમ્મદ શીરાજને કહે છે, "માર-હેલ્મેટ પર માર તેના.."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ