બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Virat Kohli, Glenn Maxwell play rock paper scissors during DRS review, video goes viral

IPL 2023 / VIDEO: DRS દરમિયાન કોહલીને સૂઝી મશ્કરી! મેક્સવેલ સાથે રમવા લાગ્યો નાના બાળકોની આ ગેમ, વીડિયો વાયરલ

Megha

Last Updated: 10:42 AM, 21 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચાલુ મેચમાં ડીઆરએસ લેવાનું નક્કી કર્યા બાદ વિરાટ કોહલી અને ગ્લેન મેક્સવેલ રોક, પેપર અને સિઝર રમી રહ્યા હતા. હાલ આ વિડીયો ઘણો વાયરલ થઈ રહ્યો છે.

  • પંજાબ કિંગ્સ સામે રમાયેલી મેચમાં RCBએ 24 રને જીત મેળવી
  • કોહલી અને ગ્લેન મેક્સવેલનો એક વિડીયો વાયરલ થયો 
  • ચાલુ મેચે બંને રોક, પેપર અને સિઝર રમી રહ્યા હતા

વિરાટ કોહલી અને ગ્લેન મેક્સવેલ આ બંને રોયલ ચેલેન્જર્સ બેંગલોરના દિગ્ગજ ખેલાડી છે અને બંને ખેલાડીઓ પોતાની રમતની સાથે મેદાન પર મસ્તી કરવા માટે પણ જાણીતા છે. એવામાં હવે આ બંનેનો આવો જ એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો પંજાબ અને બેંગ્લોર વચ્ચેની મેચનો છે જ્યારે પંજાબ કિંગ્સ ટીમ 175 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરી હતી. 

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ની ટીમે વિરાટ કોહલીની કપ્તાની હેઠળ પંજાબ કિંગ્સ સામે રમાયેલી મેચમાં 24 રને જીત મેળવી હતી. આ જીત સાથે હવે RCB ટીમે 6 મેચમાં 3 જીત હાંસલ કરી છે. ગઇકાલની મેચમાં બેંગ્લોરની ટીમ ફિલ્ડિંગ કરતાં સમયે અમ્પાયરે ઇનિંગ દરમિયાન હર્ષલ પટેલના એક બોલ પર જીતેશ શર્માને LBW આઉટ આપ્યો હતો જો કે આ પછી જિતેશે ડીઆરએસ લેવાનું નક્કી કર્યું હતું અને આ દરમિયાન જ્યાં બધાની નજર થર્ડ અમ્પાયરના નિર્ણય પર ટકેલી હતી એ સમયે વિરાટ કોહલી અને ગ્લેન મેક્સવેલ રોક, પેપર અને સિઝર રમી રહ્યા હતા. હાલ આ વિડીયો ઘણો વાયરલ થઈ રહ્યો છે. 

જણાવી દઈએ કે આ વીડિયો સામે આવ્યા બાદ ગ્લેન મેક્સવેલે પણ મેચ બાદ સોશિયલ મીડિયા પર જવાબ આપ્યો હતો અને બોલ્યા હતા કે વિરાટને આ ગેમમાં ખૂબ જ ખરાબ છે તે હંમેશા પેપર માટે જાય છે.

નોંધનીય છે કે ફાફ ડુ પ્લેસિસની જગ્યાએ વિરાટ કોહલીને આ મેચમાં RCB ટીમની કેપ્ટનશિપની જવાબદારી સોંપવામાં આવી હતી અને એ  જવાબદારી નિભાવતી જ્યાં વિરાટ કોહલીએ 59 રનની શાનદાર ઈનિંગ રમી હતી. આ સાથે જ તે DRS લેવાના મામલે પણ ઘણો સારો સાબિત થયો હતો. જણાવી દઈએ કે  પંજાબની ઇનિંગ્સ દરમિયાન કોહલીએ કુલ 4 વખત DRS લેવાનું નક્કી કર્યું હતું જેમાં 2 આઉટ માટે હતો જે  સંપૂર્ણ રીતે સાચા સાબિત થયા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ