બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / virat kohli gautam gambhir fight harbhajan singh reaction video ipl 2023

VIDEO / 'ક્રિકેટ માટે ખરેખર આ....', કોહલી-ગંભીર વિવાદને લઇ હરભજન સિંહ મૂકાયા શરમમાં, આપ્યું ચોંકાવનારું નિવેદન

Manisha Jogi

Last Updated: 03:28 PM, 2 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અન્ય ખેલાડીઓએ આ બંને ખેલાડીઓને અલગ કર્યા હતા. આ બંને ખેલાડીની ફી મેચ પણ કાપી લેવામાં આવી છે. આ મુદ્દે હરભજન સિંહે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે કે, ‘આ ઝઘડાને કારણે આજે પણ તેમને શરમ આવી રહી છે.’

  • વિરાટ કોહલીને હરભજનની સલાહ.
  • અન્ય ખેલાડીઓએ આ બંને ખેલાડીઓને અલગ કર્યા.
  • આ બધી બાબતમાં શામેલ ના થવું જોઈએ.

વિરાટ કોહલી ફરી એકવાર ચર્ચાનો વિષય બની ગયા છે. લખનઉ સુપરજાયન્ટ્સ સામે જીત મેળવ્યા પછી વિરાટ કોહલી અને સામેની ટીમના પ્લેયર નવીન ઉલ હક સામસામે આવી જતા તેમની ચર્ચા કરવામાં આવી રહી હતી. આ ઝઘડામાં ગૌતમ ગંભીરની એન્ટ્રી પણ થઈ હતી. અન્ય ખેલાડીઓએ આ બંને ખેલાડીઓને અલગ કર્યા હતા. આ બંને ખેલાડીની ફી મેચ પણ કાપી લેવામાં આવી છે. આ મુદ્દે હરભજન સિંહે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે કે, ‘આ ઝઘડાને કારણે આજે પણ તેમને શરમ આવી રહી છે.’

હરભજન સિંહે યૂટ્યૂબ ચેનલ પર જણાવ્યું કે, વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે જે કંઈપણ થયું તે ક્રિકેટ માટે યોગ્ય નથી. વર્ષ 2008માં તેમણે પણ આ પ્રકારનો જ એક ઝઘડો કર્યો હતો, ત્યારથી તેઓ શરમમાં મુકાઈ ગયા છે. હરભજન સિંહે મેચ પછી શ્રીસંતને થપ્પડ મારી દીધો હતો અને તેઓ મેદાન પર રડવા લાગ્યા હતા. ત્યારપછી હરભજન સિંહને સીઝન ટુર્નામેન્ટમાંથી બહાર કરી દેવામાં આવી હતી. 

વિરાટ કોહલીને હરભજનની સલાહ
હરભજન સિંહે યૂટ્યૂબ ચેનલ પર એક વિડીયો પોસ્ટ કર્યો છે. જેમાં તેઓ કહી રહ્યા છે કે, વિરાટ કોહલી એક લિજેન્ડ ખેલાડી છે તેમણે આ બધી બાબતમાં શામેલ ના થવું જોઈએ. વિરાટ અને ગંભીર વચ્ચે જે કંઈપણ થયું તે ક્રિકેટ માટે યોગ્ય નથી. 

 

LSG-RCB વચ્ચે ઝઘડો?
લખનઉ અને બેંગ્લોર વચ્ચે 10 એપ્રિલના રોજ ઝઘડાની શરૂઆત થઈ હતી. લખનઉએ છેલ્લા બોલમાં RCB ને હરાવી દીધો હતો, ત્યાર પછી મેંટર ગૌતમ ગંભીરે આક્રમક ઊજવણી કરી હતી. ગૌતમ ગંભીરે મોઢા પર આંગળી રાખીને ચૂપ રહેવાનો ઈશારો કર્યો હતો. RCBએ લખનઉને હરાવી દીધું અને ઊજવણી કરી હતી.  નવીન ઉલ હક અને ગૌતમ ગંભીર સાથે પણ ઝઘડો કરતા જોવા મળ્યા હતા. BCCIએ આ ત્રણ ખેલાડીઓ પર ભારે દંડ ફટકાર્યો છે. વિરાટ કોહલીને એક મેચ માટે એક કરોડથી વધુ રૂપિયા મળે છે, તેમની આ મેચની ફી સંપૂર્ણપણે કાપી લેવામાં આવી છે. ગૌતમ ગંભીરને પણ 25 લાખનું નુકસાન થયું છે. નવીન ઉલ હક પર 1.79 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. 

આ ત્રણ ખેલાડીઓએ મેચના નિયમો તોડ્યા છે, જે બિલકુલ પણ ખોટું છે. મેચ પછી આ રીતે ઝઘડો કરવો તે ખોટું છે. વિરાટ કોહલી આ પ્રકારે કરે તે એકદમ અયોગ્ય છે. વિશ્વભરમાં વિરાટ કોહલીના અનેક ફેન્સ છે. યુવા ક્રિકેટર વિરાટ કોહલીને આઈડલ માને છે, તેમનો આઈડલ મેદાનમાં આ પ્રકારે ઝઘડો કરે તો લોકો શું શીખશે?
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ