બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Virat Kohli again took out enmity with Sourav Ganguly, unfollowed him on Instagram

ક્રિકેટ / વિરાટ કોહલી અને સૌરવ ગાંગુલી વચ્ચે 'પંગો': મેચ બાદ હાથ નહોતો મિલાવ્યો, હવે કરી એવી હરકત કે ઉઠ્યા સવાલો

Megha

Last Updated: 04:33 PM, 17 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રિપોર્ટ્સ ની માનીએ તો વિરાટ કોહલીએ સૌરવ ગાંગુલીને ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધો છે અને ગાંગુલી હજુ પણ વિરાટ કોહલીને ફોલો કરી રહ્યો છે.

  • વિરાટ કોહલી અને સૌરવ ગાંગુલીનો એક વિડીયો વાયરલ થયો 
  • બંને વચ્ચેની દુશ્મની ખુલ્લેઆમ દેખાઈ રહી છે
  • વિરાટ કોહલીએ સૌરવ ગાંગુલીને ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધો

IPL ચાલી રહ્યો છે અને ઘણી રોમાંચક મેચ લોકોને જોવા મળી છે. એવામાં RCB અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચ પૂરી થયા  પછી એક વીડિયો સામે આવ્યો છે. આ વિડીયોમાં જોવા મળ્યું છે કે વિરાટ કોહલી અને સૌરવ ગાંગુલીએ એકબીજા સાથે હાથ મિલાવ્યા ન હતા. હાલ સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. 

જો કે એ બાદ લોકો કહી રહ્યા છે કે બંને વચ્ચેની દુશ્મની ખુલ્લેઆમ દેખાઈ રહી છે. હજુ સુધી આ વિશે કોહલી કે ગાંગુલી બંનેમાંથી કોઈએ કંઈ કહ્યું નથી કે કોઈ પ્રતિક્રિયા પણ નથી આપી. છતાં પણ સોશિયલ મીડિયા પર ચાહકો તરફથી અલગ અલગ પ્રતિક્રિયાઓ આવી હતી. આ બધુ ચાલી રહ્યું હતું તેમ એક નવા સમાચાર સામે આવ્યા છે. જે બાદ કોહલી અને સૌરવ ગાંગુલી વચ્ચેના સંબંધો ખરાબ હોવાના સંકેત મળ્યા છે.

જો રિપોર્ટ્સ ની માનીએ તો વિરાટ કોહલીએ સૌરવ ગાંગુલીને ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધો છે અને ગાંગુલી હજુ પણ વિરાટ કોહલીને ફોલો કરી રહ્યો છે. અહેવાલ મુજબ કોહલી હવે સૌરવ ગાંગુલીને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરતો નથી.

નોંધનીય છે કે વર્ષ 2021માં વિરાટ કોહલીએ ટી20 ફોર્મેટમાંથી ભારતીય ટીમની કેપ્ટનશીપ છોડી દીધી હતી અને આ પછી તેને ODIના કેપ્ટનશિપમાંથી એ હટાવી દેવામાં આવ્યો હતો. એ બાદ કોહલીએ પોતે ટેસ્ટ બાદ કેપ્ટનશિપ છોડી દીધી હતી. 

આ બાદ ગાંગુલી તરફથી નિવેદન આવ્યું કે કોહલીને કેપ્ટન તરીકે ચાલુ રાખવા માટે કહેવામાં આવ્યું છે. જો કે બાદ  કોહલીની જગ્યાએ રોહિત શર્માને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો અને ત્રણેય ફોર્મેટમાં ટીમની કમાન સોંપવામાં આવી હતી.

આ સાથે જ રસપ્રદ વાત એ છે કે IPL પહેલા BCCIના પૂર્વ સિલેક્શન હેડ ચેતન શર્માનું સ્ટિંગ ઓપરેશન સામે આવ્યું હતું. જેમાં ચેતન શર્માએ કહ્યું હતું કે કોહલીને હટાવવામાં આવ્યો હતો.  એવામાં હવે ફરી એકવાર IPL દરમિયાન કોહલી અને ગાંગુલી સામસામે આવી ગયા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ