બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Viral / Video: રશિયાની ગલીઓમાં જોવા મળ્યો ભારતીય પોશાકનો જાદુ, સેલ્ફી લેવા લોકો વળ્યા ટોળે

વાયરલ / Video: રશિયાની ગલીઓમાં જોવા મળ્યો ભારતીય પોશાકનો જાદુ, સેલ્ફી લેવા લોકો વળ્યા ટોળે

Published By: Vidhata Gothi

Last Updated: 01:53 PM, 20 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Viral Video: સોશિયલ મીડિયા પર હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોયા પછી, તેને લાઈક કરવાનું મન થઈ જશે. લોકોએ કોમેન્ટ સેક્શનમાં પોતાની વાતો પણ લખી છે. જુઓ વાયરલ વીડિયો.

Woman Desi Look Video: હાલમાં દરેક વ્યક્તિ પાસે સ્માર્ટફોન હોય છે, અને તેઓ જ્યાં પણ ફરવા જાય છે, ત્યાં ફોટો અને વીડિયો લેતા હોય છે. ઘણીવાર તો ફરવા ગયેલા લોકો સાથે કશુંક એવું થઈ જાય છે કે જે તેમને જીવનભર યાદ રહી જાય છે. એ ક્ષણનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ લોકોના દિલ જીતી લે છે. તમને પણ ક્યારેક આવો અનુભવ થયો હશે કે જેને ફક્ત યાદ કરીને ચહેરા પર સ્મિત આવી ગયું હશે. આવા જ એક પરિવારનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને તેઓ ક્યારેય ભૂલવા માંગશે નહીં. ચાલો જોઈએ શું થાય છે આ વાયરલ વીડિયોમાં.

શું છે વાયરલ વીડિયોમાં?

ઘણા લોકો એવા છે કે જે વિદેશ ફરવા જાય છે તો સ્થાનને અનુરૂપ કપડાં પહેરે છે, પરંતુ કેટલાક લોકો પોતાના પોશાકને છોડતા નથી અને તે દેશના લોકોને બતાવે છે કે તેઓ કેવા કપડાં પહેરે છે. પોતાના પોશાકને ન છોડવો એ સારી વાત છે, કારણ કે તે એ દેશના લોકોનું ધ્યાન આકર્ષિત કરે છે અને તમારું સન્માન પણ વધારે છે. એક મહિલાએ એવું જ કર્યું, અને વિદેશમાં પણ પરંપરાગત પોશાક પહેરેલી જોવા મળી. આને પરિણામે, લોકોએ એ મહિલાની પાસે જઈને તેની જોડે સેલ્ફી લેવા માટે પૂછ્યું અને સેલ્ફી લેતા જોવા મળ્યા.

vtv app promotion

આ પણ વાંચો: VIDEO : સલમાનના ગીત પર ભુરીયાઓએ લગાવ્યા ઠુમકા, વીડિયો થયો વાયરલ

આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર samboyvlogs નામના એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વીડિયોને 300,000થી વધુ લોકોએ લાઈક કર્યો છે. વીડિયો જોયા પછી ઘણા લોકોએ કોમેન્ટ પણ કરી છે. એક યુઝરે લખ્યું - ભારતીય પરંપરા અને સંસ્કૃતિની વાત જ જુદી છે, બસ અહીંના લોકો જ આ વાતને સમજી શકતા નથી, અને કેટલાક છપરી બહાર જઈને નામ ખરાબ કરે છે. બીજા યુઝરે લખ્યું - જ્યારે તમે તમારી સંસ્કૃતિનો આદર કરો છો, ત્યારે તમારું પણ આદર થાય છે. ત્રીજા યુઝરે લખ્યું - ભારતીય પરંપરાની સુંદરતા. ચોથા યુઝરે લખ્યું - મમ્મી નહીં ડાયમંડ. અન્ય એક યુઝરે લખ્યું - આ કેટલો સુંદર વીડિયો છે.

Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી સોશિયલ મીડિયા પોસ્ટ પર આધારિત છે. VTV ડિજિટલ કોઈપણ દાવાની સત્યતાની પુષ્ટિ કરતું નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Trending Videos Woman Desi Look Video Viral Video

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ