બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Viral / VIDEO : સલમાનના ગીત પર ભુરીયાઓએ લગાવ્યા ઠુમકા, વીડિયો થયો વાયરલ

વાયરલ / VIDEO : સલમાનના ગીત પર ભુરીયાઓએ લગાવ્યા ઠુમકા, વીડિયો થયો વાયરલ

Last Updated: 04:51 PM, 19 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Viral Video: સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં, વિદેશીઓનું એક ગ્રુપ બોલિવૂડના આઇકોનિક ગીત "ચુનરી" પર ડાન્સ કરતું જોવા મળે છે.

હિન્દી સિનેમા સોન્ગ્સનો ક્રેઝ ફક્ત ભારત પૂરતો મર્યાદિત નથી પણ વિદેશોમાં પણ છે. જેમ ભારતીયો બોલિવૂડ ગીતો પર નાચતા જોવા મળે છે, તેવી જ રીતે વિદેશીઓ પણ હિન્દી ગીતો પર કૂદીને નાચતા જોવા મળે છે. આવો જ એક વીડિયો આજકાલ વાયરલ થઈ રહ્યો છે જેમાં પેટ્રોલ પંપ પર પાર્ક કરેલા ટ્રેક્ટરમાં વાગતા ગીત પર વિદેશીઓનું એક ગ્રુપ મજા માણતું જોવા મળી રહ્યું છે. વીડિયોમાં, તમે વિદેશીઓને 'ચુનરી-ચુનરી' ગીત પર નાચતા જોઈ શકો છો. આ વીડિયોને અત્યાર સુધી ઘણા યુઝર્સે પસંદ કર્યો છે. યુઝર્સે વીડિયો પર ઘણી ફની કોમેન્ટ પણ કરી છે.

એક્સ પર વીડિયો વાયરલ

આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, 'ટ્રેક્ટર ડ્રાઇવરે બોલિવૂડ ગીત વગાડતાંની સાથે જ વિદેશીઓના એક આખા ગ્રુપે તરત જ ભારતમાં પેટ્રોલ પંપને ડાન્સ ફ્લોરમાં ફેરવી દીધો.' આ વીડિયો એક પેટ્રોલ પંપનો છે જ્યાં એક ટ્રેક્ટર ડ્રાઇવર સ્પીકર પર એક્ટર સલમાન ખાનની ફિલ્મનું 'ચુનરી' ગીત વગાડી રહ્યો હતો. ગીતની લોકપ્રિયતા એટલી જોરદાર હતી કે નજીકમાં ઉભેલા વિદેશીઓ પણ આ ગીતના સૂર પર નાચતા રોકી શક્યા નહીં. થોડી જ વારમાં પેટ્રોલ પંપ ડાન્સ ફ્લોરમાં ફેરવાઈ ગયો અને બધા નાચવા લાગ્યા.

યુઝર્સોએ ફની કમેન્ટ કરી

આ વીડિયો જોયા પછી, ઘણા યુઝર્સો તેના પર કમેન્ટ કરી છે. એક યુઝર્સે લખ્યું, "તેઓ ઉત્સાહિત છે." બીજા યુઝર્સે લખ્યું, "ભારતીય સંગીતની ધૂન અભિવ્યક્તિથી ભરેલી છે. દરેકને નાચવાનું મન થાય તે સ્વાભાવિક છે."

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

foreigners vibing on chunari chunari foreigners dancing on chunari chunari chunari chunari song salman khan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ