બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Viral / VIDEO: કિસ્મતનો ખેલ! સુરતી રાજુ કલાકાર રોલ્સ રોયસમાં ફરતો દેખાયો, દુબઈમાં બનાવી ચઢિયાતી રિલ્સ

વાયરલ / VIDEO: કિસ્મતનો ખેલ! સુરતી રાજુ કલાકાર રોલ્સ રોયસમાં ફરતો દેખાયો, દુબઈમાં બનાવી ચઢિયાતી રિલ્સ

Vidhata Gothi

Last Updated: 02:10 PM, 7 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Social Media: સોશિયલ મીડિયા કોઈને પણ રાતોરાત સ્ટાર બનાવી શકે છે. ત્યારે આવા જ એક સોશિયલ મીડિયા સ્ટાર રાજુ કલાકાર દુબઈમાં એકથી એક ચઢિયાતી રીલ્સ બનાવી રહ્યા છે.

Viral Video: જો સોશિયલ મીડિયા સાથ આપે તો કોઈનું પણ જીવન બદલાઈ શકે છે, કોઈ પણ રાતોરાત સ્ટાર બની શકે છે. રાનુ મંડલ હોય કે ડોલી ચાયવાલા હોય, આ બધા જ સોશિયલ મીડિયાને લીધે જ સ્ટાર બની ગયા. ત્યારે આવી જ રીતે વાયરલ થઈને તાજેતરમાં જ એક વ્યક્તિ સ્ટાર બની ગઈ અને જાણીતા ગાયક સોનુ નિગમ સાથે ગીત ગાવાનો મોકો પણ મળ્યો. આજે વાત કરી રહ્યા છીએ રાજુ કલાકારની, જેમણે બે પથ્થર વગાડીને પોતાના દિલની વાત લોકોને સંભળાવી હતી અને આજે તેઓ દુબઈ સુધી પોતાની પ્રતિભાનો જાદૂ ફેલાવી રહ્યા છે!

દુબઈમાં સ્વેગ સાથે રાજુનું સ્વાગત

આજે રાજુ કલાકારને દરેક વ્યક્તિ જાણે છે! જે લોકો કલાકો સુધી ઇન્સ્ટાગ્રામ પર સ્ક્રોલ કરે છે, તેઓ તેની સ્ટાઈલથી વાકેફ જ હશે! હાલમાં રાજુ કલાકાર દુબઈમાં છે અને તેને જોઈને લોકો કહી રહ્યા છે કે "નસીબ ગમે ત્યારે બદલાઈ શકે." તાજેતરમાં જ રાજુએ દુબઈની પોતાની રીલ્સ પોસ્ટ કરી, જેને લીધે તે ફરી સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવી ગયો છે.

સૂટ-બુટમાં મચાવી રહ્યા છે ધમાલ

આ રીલ્સમાં રાજુ લક્ઝરી કાર રોલ્સ રોયસમાંથી ઉતરીને બુર્જ ખલીફાની સામે ફરતો જોવા મળે છે. આ બધા વીડિયો તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ raju_kalakar_007 પરથી પોસ્ટ થયા છે. રીલ્સમાં તે વિદેશીઓ વચ્ચે એન્જોય કરતો દેખાઈ રહ્યો છે.

અન્ય એક વીડિયોમાં રાજુ રીલ ક્રિએટર @thezoyasheikh સાથે દેખાય છે. આ રીલ શેર કરીને ઝોયાએ લખ્યું, "સોંગ વીથ રાજુ કલાકાર." વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે ઝોયા આગળ ઉભી છે અને રાજુ બે પથ્થર વગાડીને ગાઈ રહ્યો છે, "મગર મેરે દિલ ને મુઝે ધોખા દે દિયા..."

vtv app promotion

આ પણ વાંચો: VIDEO: જબરો ચતુર! ટીંપું પણ ન બગડે એ રીતે સાપે નળ પર ચઢીને પીધું પાણી, વીડિયો વાયરલ

રાજુ કલાકારની આ રીલ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે. અનેક યુઝર્સે આ રીલ્સ પર રિએક્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, આને કહેવાય નસીબ. તો કોઈએ મજાકમાં લખ્યું કે હવે હું મારી ડિગ્રીઓનું શું કરું? જયારે ઘણા લોકોએ રાજુને પ્રગતિ અને ભવિષ્ય માટે શુભેચ્છાઓ પણ આપી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Raju Kalakar Social Media Viral Video
Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ