બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:08 PM, 7 September 2025
Viral Video: આજકાલ સોશિયલ મીડિયા પર કેટલાય વીડિયો વાયરલ થતા હોય છે કે જેને જોઇને મજા આવી જાય. ત્યારે હાલમાં પણ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે કે જેના પર લોકો ભરી-ભરીને કોમેન્ટ્સ કરી રહ્યા છે. આ વીડિયો હાલમાં ચર્ચાનો વિધાય એટલા માટે પણ બની ગયો છે કે તેમાં એક સાપ નળમાંથી પાણી પીતો દેખાઈ રહ્યો છે.
ADVERTISEMENT
कभी प्यासा सांप देखा है आपने नहीं देखा तो देखलो ना pic.twitter.com/9qozVSr3jQ
— Furqan Khan (@FurqanXpress) September 5, 2025
આ વાયરલ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે એક નળમાંથી પાણી પડી રહ્યું છે અને નળ પર એક સાપ લટકેલો દેખાય છે. સાપ વારંવાર નળમાંથી પડતા પાણી પર ફેણ મારી રહ્યો છે. આ વીડિયો જોઈને સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ કહ્યું કે સાપ ખૂબ તરસ્યો હશે, જ્યારે કેટલાકે એમ પણ કહ્યું કે સાપ ગુસ્સામાં હશે.
ADVERTISEMENT
ગુસ્સામાં છે સાપ, દૂધ પીવડાવો
આ વીડિયો પર વિવિધ પ્રકારની કોમેન્ટ્સ આવી રહી છે. એક યુઝરે લખ્યું કે સાપ ખરેખર તરસ્યો લાગે છે અને આવું દૃશ્ય પહેલીવાર જોયું. બીજાએ કહ્યું કે તેણે પહેલી વાર સાપને ન્હાતા જોયો. એક અન્ય યુઝરે કોમેન્ટ કરી કે આ સાપ ખૂબ જ ખતરનાક છે, તેને પાણી નહીં, દૂધ પીવડાવો. ગુસ્સામાં છે સર્પચંદ.
ADVERTISEMENT

કંઇક વધારે પડતો જ તરસ્યો છે સાપ
ADVERTISEMENT
નળ પર લટકતા સાપને જોઈને સોશિયલ મીડિયા પર લોકોના વિવિધ રિએક્શન આવી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે સાપને પાણીમાં ચાલતા જોયા છે, પણ તરસ્યો સાપ નથી જોયો. પહેલી વાર જોઈ રહ્યો છું. બીજાએ લખ્યું કે સાપ બહુ તરસ્યો લાગે છે. એક કોમેન્ટ છે - "પ્યાસ સબકો લગતી હૈ, ગલા સબકા સુખતા હૈ."
આ પણ વાંચો: VIDEO: રેસ્ટોરન્ટ વાળા આ રીતે બનાવે છે ઉલ્લુ, છોકરીએ ખોલી પોલ, જુઓ વીડિયો
ADVERTISEMENT
એક યુઝરે ગણાવ્યો જોક ઓફ ધ ડે
એક યુઝરે કોમેન્ટ કરી - "પ્યાસી નાગિન, ટોટીકી દિવાની." બીજાએ લખ્યું કે મેં સાપને દૂધ પીતા જોયા અને સાંભળ્યા છે, પરંતુ પાણી પીતા પહેલીવાર જોઈ રહ્યો છું. કોઈએ કોમેન્ટ કરી - સાપ ખૂબ તરસ્યો છે. પોતાની ફેણથી પાણી પર વાર કરી રહ્યો છે. આ બધાથી અલગ એક યુઝરે આ વીડિયોને "જોક ઓફ ધ ડે" ગણાવ્યો.
ADVERTISEMENT
Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી સોશિયલ મીડિયા પોસ્ટ પર આધારિત છે. VTV ડિજિટલ કોઈપણ દાવાની સત્યતાની પુષ્ટિ કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.