બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Viral / ટુવ્હીલરને પડતું મૂકી હવે ઘોડેસવાર થઇને ફૂડ સર્વિસ આપતા નજરે પડ્યો ડિલીવરી બૉય, જુઓ Video

વાયરલ / ટુવ્હીલરને પડતું મૂકી હવે ઘોડેસવાર થઇને ફૂડ સર્વિસ આપતા નજરે પડ્યો ડિલીવરી બૉય, જુઓ Video

Published By: Vidhata Gothi

Last Updated: 12:13 PM, 11 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Viral Video: સોશિયલ મીડિયા પર એક ડિલીવરી બોયનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે ડિલીવરી કરવા માટે બાઇક કે સ્કૂટરને બદલે ઘોડા પર સવાર થઈને નીકળ્યો છે. જુઓ વીડિયો.

Viral Video: સોશિયલ મીડિયા પર રોજ કેટલાય વીડિયો વાયરલ થતા હોય છે. કેટલાક વીડિયો એટલા વિચિત્ર હોય છે કે જેને જોઇને આશ્ચર્ય થાય છે તો કેટલાક વીડિયોને જોઇને એવું થાય છે કે કેટલા નવરા લોકો છે. ઘણા વીડિયો તો એવા હોય છે કે જે કોઈએ પોતાની આસપાસ બનતી કોઈ ગજબ ઘટનાને રેકોર્ડ કરીને સોશિયલ મીડિયા પર શેર કરેલા હોય છે. ત્યારે હવે આવો જ એક વીડિયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે, જેને જોઇને તમારું મોઢું પણ ખુલ્લું રહી જશે.

જુઓ વીડિયો

ડિલીવરી કરવાની રીત થોડી કેઝ્યુઅલ

આજકાલ કોઈ પણ વસ્તુ જોઈતી હોય તો ઓનલાઇન ઓર્ડર કરવું સામાન્ય થઈ ગયું છે. બધી જ વસ્તુ ઘરના દરવાજા સુધી પહોંચી જાય છે. મોટા ભાગે ડિલીવરી કરવા જે પણ આવે તે બાઇક પર જ આવતા હોય છે. પરંતુ હવે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક અલગ જ નજારો દેખાઈ રહ્યો છે.

vtv app promotion

વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે એક વ્યક્તિ ઘોડા પર બેસીને સામાન ડિલીવર કરવા નીકળ્યો છે. રસ્તા પર વાહનો દોડી રહ્યા છે, ત્યારે એ જ રસ્તા પર આ ડિલીવરી બોય ઘોડા પર સવાર થઈને સામાન ડિલીવર કરવા નીકળ્યો છે. સામાન્ય રીતે આવું દ્રશ્ય જોવા નથી મળતું, એટલે કોઈએ આને પોતાના કેમેરામાં કેદ કરીને સોશિયલ મીડિયા પર શેર કર્યું છે. હવે આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો: ઉર્ફી બાદ હવે આ કોણ માર્કેટમાં આવ્યું? જેને પહેર્યો સોનાનો ડ્રેસ, કિંમત જાણી આંખો ફાટી જશે

વીડિયો થયો વાયરલ

આ વાયરલ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર roshanchadha02 નામના એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. આ પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે, "નો ટ્રાફિક રૂલ્સ, નો રેડ લાઇટ, બસ ઘોડાની સવારી." અત્યાર સુધીમાં આ વીડિયો લાખો લોકો જોઈ ચુક્યા છે.

Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી સોશિયલ મીડિયા પોસ્ટ પર આધારિત છે. VTV ડિજિટલ કોઈપણ દાવાની સત્યતાની પુષ્ટિ કરતું નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Viral Video Delivery Boy rides Horse Horse Riding Video

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ