બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Viral / ઉર્ફી બાદ હવે આ કોણ માર્કેટમાં આવ્યું? જેને પહેર્યો સોનાનો ડ્રેસ, કિંમત જાણી આંખો ફાટી જશે

Video / ઉર્ફી બાદ હવે આ કોણ માર્કેટમાં આવ્યું? જેને પહેર્યો સોનાનો ડ્રેસ, કિંમત જાણી આંખો ફાટી જશે

Published By: Vidhata Gothi

Last Updated: 01:30 PM, 10 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Viral Video: સોનાના ડ્રેસમાં ફરતી એક યુવતીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. યુવતી આત્મવિશ્વાસ સાથે સોનાનો ડ્રેસ પહેરીને ફરી રહી છે. આ ડ્રેસની કિંમત જાણીને ચોંકી જશો.

Viral Video: સોનાના ઘરેણા હોવા તો સામાન્ય વાત છે પણ ક્યારેય સોનાનો ડ્રેસ જોયો છે? એવું કહેવાય છે કે પ્રાચીન સમયમાં રાજા-મહારાજાઓ અને રાણીઓ પોતાને સોના અને ચાંદીના દાગીનાથી શણગારતા, પરંતુ આજકાલ આવું નથી રહ્યું. જોકે, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેણે બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. વીડિયોમાં, એક યુવતી સોનાનો ડ્રેસ પહેરેલી જોવા મળે છે. પહેલી નજરે, આ ડ્રેસની ચમક જોઈને લોકો દંગ રહી જાય છે, તો જયારે આની કિંમત જાણશે તો શું થઈ જશે.

Viral Video: જુઓ વીડિયો

વીડિયોમાં, દેખાઈ રહ્યું છે કે એક યુવતી ચમકતો ડ્રેસ પહેરીને ચાલતી દેખાઈ રહી છે. તેનો આ ડ્રેસ સોનાનો બનેલો છે જેના પર એવું કોતરણી કામ કરવામાં આવ્યું છે કે તેના લીધે ડ્રેસ વધુ ખાસ બની જાય છે. આ અનોખા આઉટફિટને જોઇને કોઈની પણ નજર ત્યાં જ ટકી જશે. આ વીડિયો વાયરલ થયા પછી હવે સોશિયલ મીડિયા પર આને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. કોઈ આને ફિલ્મની લૂક ગણાવી રહ્યું છે તો કોઈ આને શાહી ઠાઠ ગણાવી રહ્યું છે. લોકો આ ડ્રેસ બનાવવામાં વપરાયેલા સોનાની કિંમતનો પણ અંદાજો લગાવી રહ્યા છે. કેટલાક યુઝર્સે તેને કરોડોની કિંમતનો ડ્રેસ ગણાવ્યો છે.

vtv app promotion

Gold Dress: કેટલી છે આ ડ્રેસની કિંમત

ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સે તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, ઇન્સ્ટાગ્રામ પર આ વીડિયો શેર કર્યો છે અને યુવતીએ જે ડ્રેસ પહેર્યો છે, તેને "મોસ્ટ વેલ્યુએબલ ગોલ્ડ ડ્રેસ" એટલે કે સૌથી મુલ્યવાન સોનાનો ડ્રેસ જાહેર કર્યો છે. તેની કિંમત 1,088,000 ડોલર એટલે કે 9.66 કરોડ રૂપિયાથી પણ વધારે જણાવવામાં આવી છે. આ અનોખો ડ્રેસ અલ રોમાઇઝાન ગોલ્ડ એન્ડ જ્વેલરી નામની કંપની દ્વારા બનાવવામાં આવ્યો છે.

આ પણ વાંચો: 'જરા-જરા મહેકતા હૈ...', જ્યારે સોન્ગને કર્યું સંસ્કૃતમાં કન્વર્ટ, Video સાંભળનારા સૌ ચોંક્યા

આ વીડિયોને હજારો લોકોએ જોયો છે અને લાઇક કર્યો છે. આના પણ કેટલાક યુઝર્સ રિએક્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, "દાગીના તો સમજી શકાય, પરંતુ ડ્રેસ પણ સોનાનો? આ તો હદ છે." બીજાએ કહ્યું - આ ડ્રેસને લોકરમાં રાખવો જ સારું રહેશે; ચેઇન સ્નેચિંગનો ડર નહીં રહે. ઘણા યુઝર્સે મજાકમાં એમ પણ લખ્યું - આટલો મોંઘો ડ્રેસ પહેરીને કોઈ આરામથી કેવી રીતે ફરી શકે? જો ચોર પાછળ પડી ગયા તો?

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Most valuable gold dress Gold Dress Viral Video

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ