બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Viral / VIDEO: હૈયું હેબતાયું! સાયકલ પર સવાર થતાં બાળકીના ગળામાં ચિંગમ ફસાયું, માંડ બચ્યો જીવ

વાયરલ / VIDEO: હૈયું હેબતાયું! સાયકલ પર સવાર થતાં બાળકીના ગળામાં ચિંગમ ફસાયું, માંડ બચ્યો જીવ

Published By: Vidhata Gothi

Last Updated: 03:39 PM, 19 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Viral Video: જો તમારા બાળકો ચિંગમ ખાતા હોય તો ચેતી જજો. હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો એક વીડિયો વાલીઓ માટે ચેતવણી સમાન છે. એક બાળકીના ગળામાં ચિંગમ ફસાઈ ગઈ અને પછી જે થયું... જોઈ લેજો વીડિયો.

જો તમારા બાળકો પણ ચિંગમ ખાતા હોય તો આ વાયરલ વીડિયો ખૂબ જ કામનો છે. કેરળના કૂન્નૂરમાં એક બાળકીના ગળામાં ચિંગમ ફસાઈ ગઈ, જો કે કેટલાક યુવકોની સતર્કતાને લીધે આ બાળકીનો જીવ બચી ગયો. છોકરી ચિંગમ ચાવતા-ચાવતા સાયકલ ચલાવી રહી હતી, એ જ સમયે ચિંગમ તેના ગળામાં ફસાઈ ગઈ. જેને લીધે બાળકીને ગૂંગળામણ થવા લાગી. ગભરાઈને આ બાળકી નજીકમાં શાકભાજી ખરીદતા કેટલાક યુવાનો પાસે દોડી ગઈ. એક યુવકે તરત જ પરિસ્થિતિ સમજી અને બાળકીની પીઠ પર દબાણ કર્યું, જેનાથી તેની ચિંગમ બહાર આવી ગઈ અને બાળકીના શ્વાસ સામાન્ય થઈ ગયા.

આ ઘટનાનો સીસીટીવીમાં કેદ થઈ અને હવે આ ફૂટેજ વાયરલ થઈ ગઈ છે. આ વાયરલ થયેલા સીસીટીવી વીડિયોમાં એક બાળકી મોંમાં ચ્યુઇંગમ નાખીને સાયકલ ચલાવતી દેખાઈ રહી છે. તેને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગે છે અને તરત જ તે રસ્તાની બાજુમાં ઉભેલા કેટલાક યુવાનો પાસે મદદ માટે જાય છે. પરિસ્થિતિને ઝડપથી સમજીને, યુવાનો, સમય સૂચકતા વાપરીને બાળકીની મદદ કરે છે અને બાળકીના ગળામાં ફસાયેલી ચિંગમ બહાર કાઢવામાં મદદ કરે છે. તરત જ એક યુવક બાળકીને પેટથી પકડી લે છે અને બીજો યુવક પીઠ પર થપકા મારે છે.

vtv app promotion

આ પણ વાંચો: પાછળ કુતરા પડ્યા તો છત પર ચઢી ગયો આખલો, વીડિયો જોઈ કહેશો આ કેવી રીતે શક્ય?

સ્થાનિક લોકો હવે મુશ્કેલીમાં મુકાયેલી બાળકીની સમજણના વખાણ કરી રહ્યા છે, જેણે નજીકના લોકો પાસેથી મદદ માંગી, અને પરિસ્થિતિને સંભાળનાર યુવાનની પણ પ્રશંસા કરી રહ્યા છે. ત્યારે કેરળના શિક્ષણ મંત્રી વી. શિવનકુટ્ટીએ ફેસબુક પર યુવાનોની પ્રશંસા કરતા લખ્યું, "કન્નુરના પલ્લીક્કારામાં યુવાનોએ ચ્યુઇંગમથી ગૂંગળાયેલી બાળકીનો જીવ બચાવ્યો. બધાનો આભાર."

Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી સોશિયલ મીડિયા પોસ્ટ પર આધારિત છે. VTV ડિજિટલ કોઈપણ દાવાની સત્યતાની પુષ્ટિ કરતું નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Viral Video Little Girl Viral Video

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ