બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Viral / પાછળ કુતરા પડ્યા તો છત પર ચઢી ગયો આખલો, વીડિયો જોઈ કહેશો આ કેવી રીતે શક્ય?

VIRAL / પાછળ કુતરા પડ્યા તો છત પર ચઢી ગયો આખલો, વીડિયો જોઈ કહેશો આ કેવી રીતે શક્ય?

Published By: Ajitsinh Jadeja

Last Updated: 12:59 PM, 16 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Telangana: તેલંગાણામાં આશ્ચર્યચકિત ઘટના બની છે. એક બળદએ કૂતરાઓથી પીછો છોડાવવા માટે ઘરની છત એટલે કે પતરા પર ચડી જવું પડ્યુ છે.

Telangana: તેલંગાણામાં આશ્ચર્યચકિત ઘટના બની છે. એક બળદએ કૂતરાઓથી પીછો છોડાવવા માટે ઘરની છત એટલે કે પતરા પર ચડી જવું પડ્યુ છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

માત્ર માણસો જ નહીં અન્ય પ્રાણીઓ પણ કૂતરાઓથી પોતાનો જીવ બચાવવા માટે ગમે તે કરી શકે છે. કૂતરાના ટોળાએ બળદને એટલી હદે દોડાવ્યો કે બળદએ જીવ બચાવવા એક ઘરની છત પર પહોચવું પડ્યુ આ તમને માન્યામાં નહી આવે પરંતુ સાચી વાત છે.

તેલંગાણાના આદિલાબાદમાં બનેલી એક ઘટનાએ બધાને આશ્ચર્યચકિત કરી દીધા. અહીં એક બળદ રખડતા કૂતરાઓના ટોળાથી બચવા માટે ઘરની છત પર ચઢી ગયો. આ દર્શાવે છે કે ફક્ત માણસો જ નહીં, પરંતુ પ્રાણીઓ પણ જ્યારે તેમના જીવને જોખમ હોય ત્યારે કોઈપણ હદ સુધી જઈ શકે છે.

આ ઘટના સોમવારે સવારે ભોરજ મંડલના નિરલ ગામમાં બની હતી. શેખ ગફુર નામના ખેડૂતે પોતાના બળદને ઘરની બહાર બાંધેલો હતો ત્યારે અચાનક રખડતા કૂતરાઓના ટોળાએ તેના પર હુમલો કરવા લાગ્યા હતા.

vtv app add

અચાનક થયેલા હૂમલાથી બળદ ફફડી ગયો હતો. બળદ દોરડાથી છૂટી ગયો અને પોતાનો જીવ બચાવવા માટે દોડવા લાગ્યો હતો. સડસડાટીમાં તે ઘરની બાજુમાં પથ્થરોના ઢગલા પર ચઢી ગયો અને ઘર પર લગાવેલા પતરા પર ચડી ગયો હતો. ઘરના પતરા પર ઉભેલા બળદનો ચોકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. ઘણી મહેનત પછી સ્થાનિક લોકોએ દોરડાની મદદથી બળદને નીચે ઉતાર્યો હતો.

આ પણ વાંચોઃ તબાહી / VIDEO: જ્યાં જુઓ ત્યાં બધુ તહેસનહેસ! હિમાચલનું મંડી ફરી જળમગ્ન, બસો બોટ બની

બળદના કુદમકુદાથી ઘરને થોડુ નુકશાન થયું હતું.આ વીડિયો ગ્રામજનોએ તેમના મોબાઇલ ફોનમાં કેદ કર્યા હતા. તેલંગાણાના આદિલાબાદમાં આ વિચિત્ર ઘટનાએ બધાને આશ્ચર્યચકિત કરી દીધા. અહીં એક બળદ રખડતા કૂતરાઓના ટોળાથી બચવા માટે ઘરની છત પર ચઢી ગયો. આ દર્શાવે છે કે જ્યારે તેમના જીવ જોખમમાં હોય ત્યારે ફક્ત માણસો જ નહીં, પરંતુ પ્રાણીઓ પણ કોઈપણ હદ સુધી જઈ શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Streetdogs Telangana Bull

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ