બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:01 AM, 16 September 2025
Himachal Pradesh News, હિમાચલ પ્રદેશમાં ફરી એકવાર કુદરતે વિનાશ વરસાવ્યો છે. મુશળધાર વરસાદથી મંડી જિલ્લામાં પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. મંડી જિલ્લાના ધર્મપુરમાં વિનાશક વરસાદને કારણે અનેક વિસ્તારોમાં તબાહીનું મંજર દેખાઈ રહ્યું છે. ધર્મપુર માર્કેટ અને બસ સ્ટેન્ડ સંપૂર્ણપણે કાટમાળમાં ફેરવાઈ ગયું છે. ભાર પુરમાં બસો તણાઈ ગઈ છે. વર્ષ 2015 પછીની આ સૌથી મોટી તબાહી છે. માહિતી પ્રમાણે, અત્યાર સુધીમાં 6-7 લોકો ગુમ થયા હોવાનું સામે આવ્યું છે. છેલ્લા 24 કલાકથી પડી રહેલા ભારે વરસાદને કારણે નદીઓ અને નાળાઓના પાણીનું સ્તર અચાનક વધી ગયું છે. નિહારી તાલુકાના બ્રગટા ગામમાં મોડી રાત્રે ભારે વરસાદ પછી થયેલા ભૂસ્ખલનમાં ત્રણ લોકોના મોત થયા છે. મૃતકોમાં બે મહિલાઓ અને આઠ મહિનાના એક માસૂમ બાળકનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
#WATCH | Himachal Pradesh: Last night, heavy rain lashed the Mandi district, causing major destruction in Dharampur town. Many vehicles were swept away.
— ANI (@ANI) September 16, 2025
(Source: Police) pic.twitter.com/AlJUarMO0H
સુંદરનગરના સબ-ડિવિઝનલ ઓફિસરે જણાવ્યું કે સતત વરસાદને કારણે અહીં ઘણી જગ્યાએ ભૂસ્ખલન થયું હોવાના અહેવાલો છે. વહીવટીતંત્ર તાત્કાલિક અસરગ્રસ્ત પરિવાર માટે રાહત સામગ્રી અને કામચલાઉ રહેવાની વ્યવસ્થા કરી રહ્યું છે. તેમણે લોકોને હવામાન વિભાગ દ્વારા જારી કરાયેલ ચેતવણીને ગંભીરતાથી લેવા અને હાલ સંવેદનશીલ વિસ્તારોથી દૂર રહેવાની અપીલ કરી છે.
ADVERTISEMENT
Mandi, Himachal Pradesh | Three people were dead, and two others were rescued after a landslide occurred in the Nihri area of Mandi district. Debris from an adjoining cliff slid onto a house, causing it to collapse. Rescue teams rushed to the spot, and operations are still… pic.twitter.com/CKCwcW5ugk
— ANI (@ANI) September 16, 2025
ધર્મપુર બસ સ્ટેશન ડૂબી ગયું
ADVERTISEMENT
ધર્મપુરમાં પૂરના પાણી બજાર અને બસ સ્ટેશનમાં ઘૂસી ગયા. ધર્મપુર બસ સ્ટેશન સંપૂર્ણપણે ડૂબી ગયું છે. ત્યાં ઉભેલી ઘણી બસો પાણીમાં વહી ગઈ. બજારમાં ડઝનબંધ દુકાનો અને સ્ટોલ પણ પૂરની ઝપેટમાં આવી ગયા. લોકોના ઘરોમાં ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયા અને બધો સામાન બરબાદ થઈ ગયો.
Himachal Pradesh: Heavy rain wreaks havoc in Dharampur, bus stand submerged, vehicles swept away
— ANI Digital (@ani_digital) September 16, 2025
Read @ANI Story | https://t.co/gpwevBtT5a#HimachalPradesh #HeavyRainfall #Dharampur pic.twitter.com/4PWWmfRfH7
ADVERTISEMENT
મંડીમાં ઘણી જગ્યાએ રસ્તાઓ તૂટી ગયા છે. ભારે વરસાદ અને પૂરને કારણે આ વિસ્તારમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે, પરંતુ ખરાબ હવામાનને કારણે રાહત કાર્યમાં ઘણી બાધાઓ આવી રહી છે. વહીવટીતંત્રે જણાવ્યું કે અત્યાર સુધીમાં અડધો ડઝન લોકો ગુમ થયાના અહેવાલ છે. પોલીસ અને SDRF ટીમો સતત તેમને શોધવામાં લાગી છે.
Himachal Pradesh: 3 dead, 2 rescued from Mandi's Nihri area after heavy rains
— ANI Digital (@ani_digital) September 16, 2025
Read @ANI Story | https://t.co/FNzx9kzo3L#HimachalPradesh #HeavyRainfall #Mandi pic.twitter.com/nAGILYBq51
ADVERTISEMENT
ધર્મપુર સિવાય મંડીના અન્ય ભાગોમાં પણ વરસાદે તબાહી મચાવી છે. ઘણા ગ્રામીણ વિસ્તારોનો સંપર્ક તૂટી ગયો છે. નાના પુલ ધોવાઈ ગયા છે અને રસ્તાઓ પર કાટમાળ દેખાઈ રહ્યો છે. મંડી-કુલ્લુ હાઇવે પર ઘણી જગ્યાએ ભૂસ્ખલન થયું છે, જેના કારણે વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો છે. મુસાફરો કલાકો સુધી રસ્તા પર ફસાઈ ગયા.

ADVERTISEMENT
પૂરને કારણે જનજીવન અસ્તવ્યસ્ત
આ વખતે વરસાદે ઘણા વર્ષોનો રેકોર્ડ તોડી નાખ્યો છે. અચાનક આવેલા પૂરથી સામાન્ય જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. કેટલાય લોકોના દુકાનો અને ઘરો પાણીમાં ડૂબી ગયા, તેઓને હવે ખુલ્લા આકાશ નીચે રાત વિતાવવાની ફરજ પડી છે. સોશિયલ મીડિયા પર ફોટો અને વીડિયોથી પરિસ્થિતિની ગંભીરતા જાણી શકાય છે. ધર્મપુર બજાર સંપૂર્ણપણે બરબાદ દેખાઈ રહ્યું છે. ચારે બાજુ તૂટેલી દુકાનોનો કાટમાળ, ધોવાઈ ગયેલા વાહનો અને કાદવ દેખાય છે. લોકો રડી રહ્યા છે અને પોતાના નુકસાનનું દુઃખ વ્યક્ત કરી રહ્યા છે.
આ પણ વાંચો: મંદિર ડૂબ્યું! હોટલોનો સત્યાનાશ, હાઈવે ધોવાયો, સહસ્ત્રધારામાં આભ ફાટ્યું, જુઓ VIDEO
નિષ્ણાતો પાસેથી મળેલી માહિતી પ્રમાણે, આબોહવા પરિવર્તન અને સતત વધતા તાપમાનને કારણે, પહાડો પર આ પ્રકારની આફતો વધી રહી છે. સતત મુશળધાર વરસાદ પર્વતો માટે ખતરાની ઘંટી સાબિત થઈ રહ્યો છે. હાલમાં, વહીવટીતંત્રે લોકોને સલામત સ્થળોએ પહોંચવાની અપીલ કરી છે અને ચેતવણી જારી કરી છે. પરંતુ વિનાશના આ ભયાનક દ્રશ્યો સ્પષ્ટપણે દર્શાવે છે કે પહાડો પર વરસાદ હજુ બંધ થયો નથી.
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.