બ્રેકિંગ ન્યુઝ
VTV / Viral / VIDEO: દીકરી મારી લાડકવાયી! એક હાથમાં માસૂમ, બીજા હાથે રિક્ષાનું સ્ટીયરિંગ, ડ્રાઈવર પિતાએ ભાવુક કર્યાં
Last Updated: 01:34 PM, 7 September 2025
Viral Video: કોઈ પણ પિતાને પોતાના સંતાનો ખૂબ જ વ્હાલા હોય છે અને તેઓ પોતાના સંતાનો માટે સંઘર્ષ કરવા પણ તૈયાર હોય છે. પિતાએ પોતે ભલે ગમે તેલી તકલીફો વેઠવી પડે પણ પોતાના બાળકોને તકલીફમાં જોઈ શકતા નથી. તેઓ હંમેશા પોતાના બાળકોનો સહારો બનીને ઢાલની જેમ ઉભા રહે છે. ત્યારે આવા જ એક પિતાનો વીડિયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે જેને જોઈને તમારી આંખોમાં પાણી આવી જશે.
ADVERTISEMENT
જુઓ વીડિયો
ADVERTISEMENT
આ ભાવુક કરી દેનારો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક પિતા પોતાના બાળકોની સંભાળ રાખતા રોજીરોટી કમાવા માટે સંઘર્ષ કરતા દેખાઈ રહ્યા છે. એવું કહેવાઈ રહ્યું છે કે આ વીડિયો બેંગલુરુનો છે. આ વીડિયો એક ઓટો રિક્ષા ડ્રાઇવર દેખાઈ રહ્યા છે, જે પોતાની નાની બાળકીને ખોળામાં લઈને રસ્તા પર રિક્ષા ચલાવી રહ્યા છે.
ADVERTISEMENT

આ વીડિયો બેંગલુરુની એક મહિલાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો, જે જોતજોતામાં વાયરલ થઈ ગયો. આ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે રિક્ષા ડ્રાઇવરે પોતાની દીકરીને બેબી કેરિયર બેગમાં બાંધીને એક હાથથી પકડી રાખી છે અને બીજા હાથથી રસ્તા પર રિક્ષા ચલાવી રહ્યા છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: VIDEO: જબરો ચતુર! ટીંપું પણ ન બગડે એ રીતે સાપે નળ પર ચઢીને પીધું પાણી, વીડિયો વાયરલ
આ વીડિયો પર અત્યાર સુધીમાં હજારો લાઈક્સ આવી ચુક્યા છે અને કેટલીક કોમેન્ટ્સ આવી ચુકી છે. આ વીડિયો શેર કરવાની સાથે કેપ્શનમાં લખવામાં આવ્યું છે - "તેઓ પૈસા કમાવવા માટે ગાડી ચલાવે છે, પરંતુ ખોળામાં એ જ છે, જેના માટે તેઓ કમાય છે."
ADVERTISEMENT
Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી સોશિયલ મીડિયા પોસ્ટ પર આધારિત છે. VTV ડિજિટલ કોઈપણ દાવાની સત્યતાની પુષ્ટિ કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.