બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Viral / ડિલિવરી દરમિયાન કર્મચારીએ રજા માંગી, બોસે એવો મેસેજ કર્યો કે વાંચીને તમને પણ ખીજ ચડશે

વાયરલ / ડિલિવરી દરમિયાન કર્મચારીએ રજા માંગી, બોસે એવો મેસેજ કર્યો કે વાંચીને તમને પણ ખીજ ચડશે

Published By: Vidhata Gothi

Last Updated: 11:42 AM, 23 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Boss Employee Viral Chat: એક કર્મચારી તેની પ્રેગ્નન્ટ પત્નીની ડિલિવરી દરમિયાન તેના બોસ પાસે રજા માંગે છે. રજા આપવાને બદલે, બોસ પૂછે છે કે તારા મમ્મી-પપ્પા આવી ગયા છે? જ્યારે કર્મચારી 'હા'માં જવાબ આપે છે, તો બોસ તેને હોસ્પિટલમાંથી કામ કરવાની સલાહ આપે છે.

પિતા બનવું એ કોઈપણ પુરુષ માટે ખૂબ જ ભાવનાત્મક ક્ષણ હોય છે. આ ક્ષણ આનંદ અને જવાબદારી બંને લઈને આવે છે, અને આ સમયે વ્યક્તિએ ઓફિસ કરતાં તેની પત્ની અને પરિવારને પ્રાથમિકતા આપવાની હોય છે. જોકે, કેટલીક ઓફિસોમાં વર્ક કલ્ચર એટલું ટોક્સિક હોય છે કે મેનેજરો કર્મચારીઓને તેમની પત્નીની ડિલિવરી દરમિયાન પણ કામ કરવાનું કહી દે છે.

Reddit પર એક યુઝરે તેના બોસ સાથેની ચેટ શેર કરીને એક પોસ્ટમાં આખી પરિસ્થિતિ જણાવી છે. ચેટમાં વ્યક્તિ કહે છે કે તેણે તેની ગર્ભવતી પત્નીની સંભાળ રાખવાની છે, કારણ કે તેને ડિલિવરી થવાની છે. તેથી, તે હોસ્પિટલમાંથી કામ કરી શકશે નહીં. જવાબમાં, મેનેજર પહેલા તેને HRને ઇમેઇલ કરીને રજા લેવા માટે કહે છે. પરંતુ પછી, મેજએનર તેને પૂછે છે - શું તમારા મમ્મી-પપ્પા આવી ગયા?

My company ignored my leave request during my wife’s pregnancy
byu/Distinct_Problem2466 inIndianWorkplace

મમ્મી-પપ્પા તો હશે...

જેનો જવાબ કર્મચારી હામાં આપે છે. પરંતુ આ પછી મેનેજર તેને આવતા અઠવાડિયામાં રજા લેવાનું કહેવાય લાગે છે. સાથે જ ઓફિસથી કામ કરી લેવાની વાત પણ કહે છે. બોસ કહે છે કે 'તારા મમ્મી-પપ્પા વસ્તુઓ મેનેજ કરી લેશે.' જેનો કર્મચારી જવાબ આપે છે કે - હા, તેઓ આવું કરી લેશે, બાકીનું હું પાછો આવીને કરું છું.' તેના પર મેનેજર કહે છે કે 'તારે કઈ પણ નથી કરવાનું.'

Toxic Work Culture 2

રેડિટ યુઝરે પોતાના બીજા એકાઉન્ટ પરથી પોસ્ટ લખીને જણાવ્યું કે મારી પત્ની અમારા બાળકના જન્મ માટે હોસ્પિટલમાં દાખલ હતી. મેં મારા મેનેજરને કહ્યું અને ફક્ત બે દિવસની રજા માંગી. સિમ્પલ સિમ્પથી (સહાનુભૂતિ) દર્શાવવાને બદલે, બોસે મને મારી રજા ટાળવા કહ્યું, પૂછ્યું - 'શું તારા મમ્મી-પપ્પા મેનેજ કરી શકે છે?"

Toxic Work Culture 1

હોસ્પિટલમાંથી કામ...

તેણે મને હોસ્પિટલમાંથી કામ કરવાનું કહ્યું. વ્યક્તિએ જણાવ્યું કે વાતચીત દરમિયાન, હું સંપૂર્ણપણે લાચાર અનુભવતો હતો. એવા સમયે કે જ્યારે મારે મારી પત્ની અને મારા નવજાત શિશુ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈતું હતું, ત્યારે હું સમજાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો કે હું હોસ્પિટલના રૂમમાં મારા લેપટોપ સાથે કેમ બેસી શકતો નથી. કર્મચારીએ આગળ જણાવ્યું કે સૌથી ખરાબ વાત? હું મારી નોકરી છોડી શકતો નથી. મારું પહેલેથી જ એક બાળક છે અને મારી જવાબદારીઓ વધી રહી છે. અને મારી કંપનીમાં પરિસ્થિતિ એવી છે કે જો હું ખૂબ દબાણ કરીશ તો મને સાચે જ નોકરીમાંથી કાઢી મૂકવામાં આવશે તેનો ડર છે.

vtv app promotion

કંપનીએ રિજેક્ટ કરી રિક્વેસ્ટ!

મને ખબર નથી કે ભારતીય મેનેજરો હજુ પણ કેમ વિચારે છે કે કર્મચારીઓને પર્સનલ લાઇફ ન મળવી જોઈએ. એટલે સુધી કે બાળકના જન્મ જેવી મોટી ઘટના દરમિયાન પણ. પોસ્ટના અંતે, યુઝરે લખ્યું - બસ પોતાની વાત કહેવી હતી. શું બીજા કોઈએ આવું જ સહન કરવું પડ્યું છે?

રેડિટ પેજ r/IndianWorkplace પર, @Distinct_Problem2466 નામના યુઝરે "મારી કંપનીએ મારી પત્નીની પ્રેગ્નન્સી દરમિયાન મારી રજાની રિક્વેસ્ટ રિજેક્ટ કરી દીધી' ટાઇટલ સાથે આ પોસ્ટ પોસ્ટ કરી છે. અત્યાર સુધીમાં, આ પોસ્ટ પર 100થી વધુ કોમેન્ટ્સ આવી ચૂકી છે.

આ પણ વાંચો: Video: રશિયાની ગલીઓમાં જોવા મળ્યો ભારતીય પોશાકનો જાદુ, સેલ્ફી લેવા લોકો વળ્યા ટોળે

કામ હંમેશા ચાલ્યા કરશે...

રેડિટર્સ મેનેજરની ટીકા કરી રહ્યા છે કે તેણે તેની પત્નીની ડિલિવરી દરમિયાન પણ પુરુષને રજા ન આપી. એક યુઝરે લખ્યું, "કામ હંમેશા ચાલતું રહેશે. જો તમારી પાસે કોઈ રજા બચી હોય, તો તમારા મેનેજરની ચિંતા ન કરો અને તમારી પત્ની અને નવજાત શિશુ સાથે રહો." બીજા યુઝરે કહ્યું - તમે ગુલામ નથી. કામ કરવાની અને તમારી પત્ની અને બાળક સાથે રહેવાની હિંમત ન કરો. બીજા યુઝરે કહ્યું - આ દેશમાં HRનો અર્થ હ્યુમન રબિશ છે, તેઓ ફક્ત મેનેજમેન્ટની કઠપૂતળીઓ છે. ભારત ટોક્સિક વર્ક કલ્ચરનું કેન્દ્ર છે અને વિકસિત રાષ્ટ્ર બનવાથી ઘણું દૂર છે. આને HRની સામે લાવવાનો કોઈ અર્થ નથી, મોટાભાગના કિસ્સાઓમાં દોષ તમારા પર જ નાખવામાં આવશે.

Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી સોશિયલ મીડિયા પોસ્ટ પર આધારિત છે. VTV ડિજિટલ કોઈપણ દાવાની સત્યતાની પુષ્ટિ કરતું નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Viral News Trending News Boss Employee Viral Chat

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ