બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Vijay Mallya congratulated RCB on winning WPL 2024, people trolled

સ્પોર્ટ્સ / 'જો RCB મેન્સ ટીમ…', રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ચેમ્પિયન બનતા જ Vijay Mallyaની પોસ્ટે ચર્ચા જગાવી

Megha

Last Updated: 12:28 PM, 18 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

WPL 2024ની ફાઇનલ મેચમાં RCBએ દિલ્હી કેપિટલ્સને 8 વિકેટે હરાવીને ટાઈટલ જીત્યું હતું. આ જીત બાદ વિજય માલ્યાએ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને અભિનંદન પાઠવ્યા હતા.

RCBએ WPL 2024નો ખિતાબ જીતી લીધો છે અને આ સાથે 2008 થી RCB ચાહકોની રાહ પણ પૂરી થઈ ગઈ. RCBએ ફાઇનલમાં ડીસીને આઠ વિકેટે હરાવ્યું એ બાદ સોશિયલ મીડિયા પર આ ટૉપિક ચર્ચાનો વિષય બની ગયો હતો. 

ટૂર્નામેન્ટની ફાઈનલ મેચ રવિવારે (17 માર્ચ) દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં RCBએ દિલ્હી કેપિટલ્સને 8 વિકેટે હરાવીને ટાઈટલ જીત્યું હતું. RCBની જીત બાદ સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ પોસ્ટ કરી હતી પણ એક એવા વ્યક્તિએ RCB ટીમને અભિનંદન પાઠવ્યા કે તે લોકો વચ્ચે ચર્ચાનો વિષય બની ગયા. 

ગઇકાલે મેચ બાદ વિજય માલ્યાએ X પર એક પોસ્ટ દ્વારા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને અભિનંદન પાઠવ્યા હતા. માલ્યાએ લખ્યું- WPL જીતવા માટે RCB મહિલા ટીમને હાર્દિક અભિનંદન. જો RCB મેન્સ ટીમ લાંબા સમયથી રાહ જોવાતી IPL જીતે તો તે આ ખુશી ડબલ થઇ જશે. વિજય માલ્યાના આ ટ્વીટ પર લોકોએ તેમને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે. 

જાણીતું છે કે બેંકમાંથી કરોડો રૂપિયાની લોન લઈને ભારત છોડીને ભાગી ગયેલો ભાગેડુ વિજય માલ્યા RCB ટીમનો જૂનો માલિક છે. બાદમાં તે ભારત ભાગી ગયો હતો. હવે જ્યારે બેંગ્લોરની ટીમ WPL 2024ની ફાઈનલ જીતી ગઈ છે ત્યારે વિજય માલ્યાએ ટ્વીટ કરીને ટીમને અભિનંદન પાઠવ્યા છે. 

વધુ વાંચો: ઐતિહાસિક: એક જ ટીમે તોડ્યાં આટલાં બધાં રેકોર્ડ્સ! WPLમાં પ્રથમવાર સર્જાઇ આવી ઘટના, જુઓ વિનર્સ લિસ્ટ

જો ફાઇનલ મેચ વિશે વાત કરીએ તો દિલ્હીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. ઓપનરોએ શાનદાર બેટિંગ કરી હતી પરંતુ ધીરે ધીરે વિકેટો પડતી રહીને અને ટીમ 20 ઓવરમાં 113 રનમાં સમેટાઈ ગઈ હતી. અને પછી બેંગ્લોરે કોઈ પણ પ્રકારની ઉતાવળ કર્યા વિના ખૂબ જ આરામથી મેચ જીતી લીધી. આરસીબીએ માત્ર બે વિકેટ ગુમાવીને જીતવા માટે જરૂરી રન બનાવ્યા હતા.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ