બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / VIDEO Yogi's warning appeared on social media after Asad's encounter! See what the Chief Minister said in the Assembly

માટીમાં ભેળવી દઈશ / VIDEO: અસદના એન્કાઉન્ટર બાદ સોશ્યલ મીડિયામાં છવાઈ યોગીની વોર્નિંગ! જુઓ વિધાનસભામાં શું કહ્યું હતું મુખ્યમંત્રીએ

Pravin Joshi

Last Updated: 04:23 PM, 13 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુનેગારો સામેની કાર્યવાહી બાદ ફરી એકવાર ચર્ચામાં આવેલા સીએમ યોગીનો આ વીડિયો બરાબર એક મહિના પહેલાનો છે જ્યારે સીએમએ યુપી વિધાનસભામાં કહ્યું હતું કે માફિયા ગમે તે હોય, સરકાર તેમને ખતમ કરવાનું કામ કરશે.

  • ઉમેશ પાલ હત્યા કેસમાં ફરાર અસદનું એનકાઉન્ટર
  • યોગી આદિત્યનાથનો એક વીડિયો થયો વાયરલ
  • વિધાનસભામાં કહે છે - 'મીટ્ટી મેં મિલા દેંગે...'

પ્રયાગરાજમાં ઉમેશ પાલ હત્યા કેસમાં ફરાર અસદ ગુરુવારે ઝાંસીમાં એસટીએફની ગોળીનો શિકાર બન્યો હતો. UP STF એ એન્કાઉન્ટરમાં માત્ર માફિયા અતીક અહેમદના પુત્ર અસદને માર્યો જ નહીં, પરંતુ તેનો સાથી શૂટર મોહમ્મદ ગુલામ પણ આ કાર્યવાહીમાં માર્યો ગયો. યુપી પોલીસની આ કાર્યવાહી બાદ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ વિધાનસભામાં 'મીટ્ટી મેં મિલા દેંગે...' કહેતા જોવા મળી રહ્યા છે.

અમે આ માફિયાઓને જમીનદોસ્ત કરીશું : યોગી આદિત્યનાથ

ગુનેગારો સામેની કાર્યવાહી બાદ ફરી એકવાર ચર્ચામાં આવેલા સીએમ યોગીનો આ વીડિયો બરાબર એક મહિના પહેલાનો છે જ્યારે સીએમએ યુપી વિધાનસભામાં કહ્યું હતું કે માફિયા ગમે તે હોય, સરકાર તેમને ખતમ કરવાનું કામ કરશે. જેમાં સીએમ યોગી કહે છે કે, 'આ ગુનેગારો અને માફિયાઓ આખરે કોના દ્વારા ઉછેરવામાં આવ્યા છે ? શું એ સાચું નથી કે જેની સામે એફઆઈઆર નોંધાઈ છે તેને સમાજવાદી પાર્ટી દ્વારા સાંસદ બનાવવામાં આવ્યો હતો ? તમે ગુનેગારને લાવશો અને પછી તમે તમાશો બનાવશો. અમે આ માફિયાઓને જમીનદોસ્ત કરીશું.

યોગી આદિત્યનાથે કાયદો અને વ્યવસ્થાને લઈને બેઠક કરી

યુપીના સીએમઓના જણાવ્યા અનુસાર એન્કાઉન્ટર બાદ સીએમ યોગી આદિત્યનાથે કાયદો અને વ્યવસ્થાને લઈને બેઠક કરી છે. સીએમએ યુપી એસટીએફ તેમજ ડીજીપી, સ્પેશિયલ ડીજી લો એન્ડ ઓર્ડર અને સમગ્ર ટીમની પ્રશંસા કરી હતી. મુખ્ય સચિવ ગૃહ સંજય પ્રસાદે મુખ્યમંત્રીને એન્કાઉન્ટર અંગે માહિતી આપી હતી. આ સમગ્ર મામલે સીએમ સમક્ષ રિપોર્ટ મુકવામાં આવ્યો છે. એવી માહિતી છે કે અતીક અહેમદનો પુત્ર અસદ અને શૂટર ગુલામ ઝાંસી જિલ્લાના પરિચા ડેમ પાસે છુપાયા હતા. આની જાણ થતાં જ STFએ તાત્કાલિક વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. આ પછી બંને બદમાશો એન્કાઉન્ટરમાં માર્યા ગયા.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ