બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Viral / VIDEO: બ્રિટિશ છોકરીએ પહેલી વખત ગુલાબ જાંબુ ચાખ્યું, વીડિયો જોઈ મજા પડી જશે

વાયરલ / VIDEO: બ્રિટિશ છોકરીએ પહેલી વખત ગુલાબ જાંબુ ચાખ્યું, વીડિયો જોઈ મજા પડી જશે

Published By: Vidhata Gothi

Last Updated: 11:45 PM, 2 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Viral Video: હવે વિદેશી લોકોને પણ ભારતીય વાનગીઓ ભાવવા લાગી છે. આ બ્રિટિશ યુવતીને જ જોઈ લો, એને પહેલીવાર ગુલાબ જાંબુ ટ્રાય કર્યા અને પછી જે રિએક્શન આપ્યું કે વીડિયો વાયરલ થઈ ગયો.

British Girl Tries Gulab Jamun Video: ભારતમાં ખાવા-પીવાની એટલી વિવિધ વાનગીઓ છે કે જે ફક્ત ભારતીય નાગરિકોને જ નહીં પણ વિદેશીઓને પણ પસંદ આવે છે. જ્યારે પણ વિદેશી લોકો ભારત ફરવા આવે છે, ત્યારે તેઓ અહીં સ્ટ્રીટ ફૂડથી લઈને જુદી-જુદી વાનગીઓનો સ્વાદ ચાખે છે. એમ તો હવે વિદેશમાં પણ ભારતીય ફૂડ મળવા લાગ્યું છે અને વિદેશીઓ તેને ખૂબ જ મજાથી ખાય પણ છે. હવે આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક બ્રિટિશ યુવતી પહેલીવાર ભારતીય મીઠાઈ ખાતી દેખાઈ રહી છે અને એ પછી એનું જે રિએક્શન આવે છે, તે ગમી જાય એવું છે.

જુઓ વીડિયો

લગભગ બધાને જ ખબર હશે કે ગુલાબ જાંબુ દૂધના માવામાંથી બનાવવામાં આવે છે અને ખાંડની ચાસણીમાં બોળીને પીરસવામાં આવે છે. તેનો નરમ, રસદાર અને મીઠો સ્વાદ દરેકને પસંદ આવે છે. લોકો લગ્ન અને તહેવારોમાં આ મીઠાઈ ખરીદે છે અને ખાય છે. આ વિદેશી યુવતી પણ ગુલાબ જાંબુ ખાતી જોવા મળે છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે ગુલાબ જાંબુ ખાધા પછી, આ યુવતીએ કહ્યું કે તે મિઠાઈ ખૂબ જ સ્વીટ છે. સાથે જ તેણે ગુલાબ જાંબુને રેટિંગ પણ આપ્યું. યુવતીએ ગુલાબ જાંબુના સ્વાદને 10 માંથી 7 રેટિંગ આપ્યું. હવે સોશિયલ મીડિયા પર તેનું રિએક્શન ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે.

vtv app promotion

Viral Video: વીડિયો થયો વાયરલ

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર veggmomo નામના આઈડીથી શેર કરવામાં આવેલો આ વીડિયો હજારો લોકો જોઈ ચુક્યા છે અને વીડિયોને લાઇક પણ કર્યો છે અને વિવિધ રિએક્શન પણ આપ્યા છે.

આ પણ વાંચો: VIDEO: વહુ છે કે જલ્લાદ! સાસુને વાળ પકડીને ઢસડ્યા, પછી ઢોર માર માર્યો, વીડિયો વાયરલ

વીડિયો જોઈને એક યુઝરે મજાકમાં લખ્યું, 'હે ભગવાન, ગુલાબ જાંબુ સામે જોઇને આટલી વાર કેવી રીતે રાહ જોઈ. મારાથી તો રહેવાય જ નહીં આટલી વાર.' બીજા યુઝરે લખ્યું, 'હવે આને પણ કોપી કરી લેશે આ અંગ્રેજ... પછી કહેશે કે આ મારું છે.' અન્ય એક યુઝરે લખ્યું કે મારી બ્રિટિશ મિત્રને પણ ગુલાબ જાંબુ ભાવે છે. અન્ય એકે લખ્યું - આને શિકંજી ટ્રાય કરાવો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

British Girl Tries Gulab Jamun Trending Video Viral Video

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ