બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / VIDEO: Unique Tradition of Looting Annakoot in Dakor: People of 80 villages looted 151 maunds of prasadi from temple, devotees carried it full in dhoti

ભક્તોની ભીડ / VIDEO: ડાકોરમાં અન્નકૂટ લૂંટવાની અનોખી પરંપરા: 80 ગામના લોકોએ મંદિરમાંથી લૂંટી 151 મણ પ્રસાદી, ધોતીમાં ભરી-ભરીને લઈ ગયા ભક્તો

Vishal Khamar

Last Updated: 08:55 PM, 13 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે યાત્રાધામ ડાકોર ના રણછોડજી મંદિરમાં પરમ્પરાગત રીતે અન્નકૂટ લુંટવામાં આવ્યો હતો. સમગ્ર વિશ્વના મંદિરમાં ભગવાન સમક્ષ વિવિધ વાનગીઓ સાથે અન્નકૂટ ધરાવવામાં આવે છે. જે અન્નકૂટ આસપાસના ૮૦ ગામોના ભક્તો દ્વારા લુંટવામાં આવે છે આ અન્નકૂટ લુટના દર્શન અને પ્રસાદીનો લાભ લઇ મોટી સંખ્યામાં ભક્તો યાત્રાધામ ડાકોર માં ઉમટી ધન્યતા અનુભવી હતી.

  • ડાકોરમાં પોલીસની હાજરીમાં જ લૂંટ
  • સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાંઉજવાયો અન્નકૂટ ઉત્સવ
  • 151 મણનો અન્નકૂટ ભગવાન સમક્ષ ધરાવામાં આવ્યો

 ડાકોર ટેમ્પલ કમિટીના ટ્રસ્ટી મંડળે આશરે 250 વર્ષથી એટલે કે હાલના મંદિરના નિર્માણકાળથી આ પરંપરા અહીંના લોકરીવાજ મુજબ અમલમાં મૂકી છે.જે મુજબ સવારે મંદિરમાં પ્રતીકાત્મક ગોવર્ધન પૂજા કરવામાં આવે છે.ત્યારબાદ તે હેતુને સાર્થક કરવા અન્નકૂટ ઉત્સવ કરવામાં આવે છે.ડાકોરની આજુબાજુના 80 થી વધુ ગામોને અન્નકૂટ નો પ્રસાદ લેવા તેંડુ મોકલવામાં આવે છે. જે તે ગામના ક્ષત્રિય શ્રદ્ધાળુઓ પોતાના ગામ,ફળિયાનું નેતૃત્વ લઇ પ્રસાદી લૂંટવા પહોંચે છે.અને જે પ્રસાદ મંદિર થી લઇ પોતાના ઘર ફળીયા મિત્રો સુધી પહોંચે છે.ડાકોર ના ઠાકોરજીનો આ ઠાઠ માણવા અનેક ભક્તો શ્રદ્ધાળુઓ ડાકોર મંદિર પહોંચે છે.જોકે આ લૂંટાઉત્સવમાં માત્ર આજુબાજુના ક્ષત્રિય જ્ઞાતિના લોકો તેમજ તેમનો પરિવાર જ ભાગ લઇ શકે છે.

80 ગામના લોકો આમંત્રણને માન આપી પહોંચ્યા ડાકોર

આજે યોજાયેલ અન્નકૂટમાં 125 મણની સામગ્રી પીરસાય હતી .જેમાં મુખ્યત્વે ભાત,બુંદી,જલેબી,મોહનથાળ,શાકભાજી,ફળ ફળાદી,વિગેરે મુકવામાં આવ્યા હતા ત્યારબાદ સવા કિલોનો બુંદીનો લાડુ ટોચે પધરાવી સજાવટ કરી તેના ઉપર ગાયના શુધ્ધ ઘી છાંટવામાં આવ્યું હતું તુલસીનો હાર ચઢાવી શ્રીજીમહારાજ ને ભોગ ધરાવવામાં આવ્યો હતો .આ તમામ સામગ્રી 3000 કિલો જેટલી મુકવામાં આવી હતી .આ સમગ્ર સામગ્રી પ્રભુ સન્મુખ પીરસવામાં મંદિરના સેવકો,બ્રાહ્મણો, સ્નાન કરી ,ધોતી પહેરી અપરસમાં(સ્નાન કરી પલળતા કપડે) પીરસી હતી. 

લોકોને અન્નકૂટની પ્રસાદી લૂંટવા આપવામાં આવ્યું આમંત્રણ

શ્રીજીમહારાજ ના પટ ખુલતા કપૂર આરતી કરવામાં આવી હતી જે દરમિયાન આસપાસના ૮૦ ગામોના આમંત્રણ આપવાથી આવેલ ક્ષત્રિય ગ્રામજનો અન્નકૂટ લૂંટવા દોડ્યા હતા અને અન્નકૂટ લૂટ્યો હતો .જે પ્રભુને ધરેલ અન્નકૂટ લૂંટાયા બાદ સમગ્ર મંદિર પરીશરને પાણીથી ધોવામાં આવ્યું છે .

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ