બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / VIDEO: Sidharth Shukla's last video captured on camera, appeared with mother

શોકજનક ઘટના / VIDEO : Sidharth Shukla નો છેલ્લો વીડિયો જે કેમેરામાં થયો હતો કેદ, દેખાયો હતો માતા સાથે

Hiralal

Last Updated: 09:26 PM, 2 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિવંગત એક્ટર સિદ્ધાર્થ શુક્લા માતાનો ખૂબ લાડકવાયો હતો, માતા સાથેનો સિદ્ધાર્થનો છેલ્લો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

  • સિદ્ધાર્થનો માતા સાથેનો છેલ્લો વીડિયો વાયરલ થયો
  • સિદ્ધાર્થ શુક્લા માતાનો ખૂબ લાડકવાયો હતો
  • વીડિયો જોઈને લોકો બન્યા ઈમોશનલ 

સિદ્ધાર્થ શુક્લાનું ૨ સપ્ટેમ્બરે તેમના મુંબઈના ઘરે નિધન થયું હતું.  સિદ્ધાર્થના નિધન બાદ અભિનેતાનો છેલ્લો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

માતા અને બહેનોનો લાડકવાયો હતો સિદ્ધાર્થ 
સિદ્ધાર્થ શુક્લા આ વીડિયોમાં તેની માતા સાથે જોવા મળી રહ્યો છે. સિદ્ધાર્થ માતાને લેવા એરપોર્ટ ગયો હતો. વીડિયોમાં સિદ્ધાર્થ શુક્લા તેની માતા અને અન્ય લોકો સાથે વાત કરતો જોવા મળે છે. સિદ્ધાર્થ શુક્લાના ચાહકોમાં આ વીડિયો ઘણો શેર કરવામાં આવી રહ્યો છે. સિદ્ધાર્થ આ વીડિયોમાં એકદમ ફિટ અને ફાઇન લાગે છે. વીડિયો જોતાં કોઈ ન કહી શકે તે બીમાર હશે કે તેની આવી કોઈ બીમારી હશે.  સિદ્ધાર્થ શુક્લાની વિદાય તેની માતા અને બહેનો માટે સૌથી મોટો ફટકો રહ્યો છે. 

રાત્રે 3 થી 3.30 વાગ્યાની આસપાસ સિદ્ધાર્થની તબિયત બગડી  

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સિદ્ધાર્થ શુક્લાની તબિયત ગઈકાલે રાત્રે 3 થી 3.30 વાગ્યાની આસપાસ બગડી હતી. તેણે તેની માતાને અસ્વસ્થતા અને છાતીમાં દુખાવો વિશે ફરિયાદ કરી હતી. અભિનેતાની માતાએ તેને પાણી પીવડાવ્યું હતું અને તેને સૂવડાવી દીધો હતો. માતાએ સવારમાં સિદ્ધાર્થને જગાડવાની ઘણી કોશિશ કરી પણ તે ન જાગતા પરિવાર ચિંતામાં આવ્યો હતો અને ડોક્ટરને બોલાવ્યા હતા. સ્થિતિ જોઈને ડોક્ટરે સિદ્ધાર્થને હોસ્પિટલમાં દાખલ કરવાની ભલામણ કરી પરંતુ તેઓ મોડા પડ્યાં ત્યાં સુધીમાં તો સિદ્ધાર્થનું પ્રાણપંખેરુ ઉડી ગયું હતું. 

ફિલ્મ અને ટીવી સ્ટાર્સ સિદ્ધાર્થને આપી શ્રદ્ધાંજલિ

સોશિયલ મીડિયા પર ફિલ્મ અને ટીવી સ્ટાર્સ સિદ્ધાર્થને ભેજવાળી આંખોથી શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. સિદ્ધાર્થના મૃત્યુની જાણ થતાં તેની મિત્ર શહનાઝ ગિલ ની પણ ખરાબ સ્થિતિમાં છે. સિદ્ધાર્થના નજીકના મિત્રો અને પરિચિતો તેને અંતિમ વિદાય આપવા માટે મુંબઈમાં તેના ઘરે પહોંચી રહ્યા છે. અસીમ રિયાઝ, હિન્દુસ્તાની ભાઈ, રાહુલ મહાજન, આરતી સિંહ, શેફાલી જરીવાલા, જય ભાનુશાળી, રાજકુમાર રાવ અભિનેતાના ઘરે પહોંચ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ