બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / VIDEO: Dhoni stopped the car and asked the youth for the way, after watching the video, people said if there is luck, then this

વાયરલ / VIDEO: ધોનીએ ગાડી રોકીને યુવાનોને પૂછ્યો રસ્તો, વીડિયો જોઈને લોકોએ કહ્યું નસીબ હોય તો આવા

Megha

Last Updated: 02:58 PM, 12 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

MS Dhoni latest video viral: સોશિયલ મીડિયા પર મહેન્દ્ર સિંહ ધોનીનો વધુ એક વિડીયો વાયરલ થયો છે જેમાં તે કારમાં બેઠો છે અને એક અજાણ્યો વ્યક્તિને રાંચી તરફ આગળ જવા માટે રસ્તો પૂછ્યો હતો.

  • મહેન્દ્ર સિંહ ધોનીનો વધુ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ 
  • રસ્તા પર અજાણ્યા લોનોને ધોનીએ પૂછ્યો રાંચીનો રસ્તો?
  • વાયરલ થયેલા વીડિયોમાં ધોની કારમાં બેઠો છે

MS Dhoni latest video viral: મહેન્દ્ર સિંહ ધોની એક એવું નામ છે જેને કોઈ ઓળખાણની જરૂર નથી. સોશિયલ મીડિયાના યુગમાં ધોની તેનાથી દૂર રહે છે એવામાં તે કઈં પણ કરે તેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય છે. એવામાં હવે ધોનીનો વધુ એક લેટેસ્ટ વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે અજાણ્યા વ્યક્તિ પાસેથી રસ્તા વિશે માહિતી લઈ રહ્યો છે. આ વીડિયોએ સોશિયલ મીડિયા પર ચાહકોનું દિલ જીતી લીધું છે. 

ધોનીએ પૂછ્યો રાંચીનો રસ્તો?
ધોની ભલે હવે ક્રિકેટના મેદાનમાં જોવા ન મળે પણ તેનો ક્રેઝ હજુ એવો જ છે. ધોની ક્યારેક રાંચીની સડકો પર બાઇક ચલાવતો તો ક્યારેક વિન્ટેજ રોલ્સ રોયસ ચલાવતો જોવા મળે છે. હવે સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે જેમાં ધોની રાંચીનો રસ્તો પૂછી રહ્યો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયો વિડીયો 
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં ધોની કારમાં બેઠો છે અને એક અજાણ્યો વ્યક્તિ આગળ જવાના રસ્તા વિશે માહિતી લઈ રહ્યો છે. તે જ સમયે તે અજાણ્યા વ્યક્તિની પ્રતિક્રિયા જોવા લાયક છે. તે વ્યક્તિ માહીને રસ્તો બતાવે છે અને તેની તસવીર પણ ખેંચે છે. ધોની તે અજાણ્યા લોકો સાથે ખૂબ જ શાંત રીતે વાત કરી રહ્યો છે અને ફોટોગ્રાફ્સ માટે પોઝ પણ આપી રહ્યો છે. આ વીડિયો જોઈને તમને ફરી એકવાર ખાતરી થઈ જશે કે ધોની તેના ચાહકો માટે ડાઉન ટુ અર્થ છે .

શરીર મને સાથ આપશે તો હું રમીશ
જણાવી દઈએ કે ધોની IPL 2023માં રમતા જોવા મળ્યો હતો અને તેની કેપ્ટન્સીમાં પાંચમી વખત CSKને IPL ખિતાબ અપાવવામાં સફળ રહ્યો હતો.  જો કે ધોની આખી સિઝન ડાબા ઘૂંટણ પર પટ્ટી બાંધીને રમ્યો હતો. વિકેટ કીપિંગ કરતી વખતે તે સારો દેખાતો હતો પરંતુ સામાન્ય રીતે આઠમાં નંબર પર બેટિંગ કરતો હતો. આઈપીએલ ફાઈનલ બાદ ધોનીએ કહ્યું હતું કે, જો તમે સંજોગો પર નજર નાખો તો મારા માટે નિવૃત્તિ લેવાનો આ શ્રેષ્ઠ સમય છે, મારા માટે એ કહેવું ખૂબ જ સરળ છે કે હું હવે છોડી રહ્યો છું પણ આગામી નવ મહિના સુધી મહેનત કરીણએ હું પાછો આવીશ એ કરવું અઘરું છે, પણ જો શરીર મને સાથ આપશે તો હું રમીશ.."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ