ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / Politics / વડોદરાના સમાચાર / Vadodara MLA Yogesh Patel appealed to all MLAs to unite
ADVERTISEMENT
ADVERTISEMENT
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે વડોદરા શહેર અને જિલ્લામાં પોતાનો ગઢ સાચવી રાખ્યો છે. વડોદરા શહેરની તમામ પાંચ બેઠકો પર જીત મેળવી છે. ત્યારે ગતરોજ વડોદરામાં ભાજપના ધારાસભ્યોનો અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં માંજલપુર બેઠકના ભાજપના સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલે વડોદરાના પાંચેય ધારાસભ્યો (બાળકૃષ્ણ શુક્લ, કેયુર રોકડિયા, મનિષાબેન વકીલ, ચૈતન્ય દેસાઈ)ને એક થવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, વડોદરાના કામો કરાવવા ધારાસભ્યોએ એક જૂથ થઈને અવાજ ઉઠાવો પડશે.
ADVERTISEMENT
યોગેશ પટેલની ધારાસભ્યોને એક થવા અપીલ
શનિવારે ધારાસભ્યોના અભિવાદનમાં યોગેશ પટેલે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રના ધારાસભ્યો એક થઈને અવાજ ઉઠાવી તેમના વિસ્તારના કામો કરાવી જાય છે. આપણે પણ આગામી ટર્મ ટિકિટ નહીં મળે તેવો ડર રાખવો જોઈએ નહીં. ટિકિટ ન મળવાના ડરથી બોલીશું નહીં તો કામો નહીં થાય. ટિકિટની પરવાહ કર્યા વિના આપણે એક અવાજે બોલવું પડશે.
મતદારોએ ખોબલે ખોબલે મત આપ્યા છે હવે કામો કરવા પડશેઃ યોગેશ પટેલ
તેમણે જણાવ્યું હતું કે, મતદારોએ ખોબલે ખોબલે મત આપ્યા છે હવે કામો કરવા પડશે. કામ પૂરા નહીં કરીએ તો બદનામી મળશે. વડોદરાના કામો કરાવવા આપણે એક જૂથ થઈને અવાજ ઉઠાવવો જ પડશે. આપણે વિચારીએ છીએ કે જો અવાજ ઉઠાવીશું તો આવતી ટર્મમાં ટિકિટ નહીં મળે. મારો તો દાખલો છે કે મને ટિકિટ મળી જ છે. યોગેશ પટેલે વધુમાં જણાવ્યં હતું કે, સંગઠન અને ચૂંટાયેલી પાંખ જો સાથે રહે તો જે કામો આજદિન સુધી નથી થયા તે કામો કરી શકાશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો