બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Uttar Pradesh Mukhtar Ansari buried next to his parents graves Supurd e Khak will on Saturday

VIDEO / મુખ્તાર અંસારીને માતા-પિતાની કબરની બાજુમાં જ દફનાવવામાં આવશે, શનિવાર થશે સુપુર્દ-એ-ખાક

Bhavesh Bhatti

Last Updated: 07:12 PM, 29 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કાલીબાગના કબ્રસ્તાનમાં મુખ્તાર અંસારીના પિતા સુભાન અલ્લાહ અન્સારી અને માતા રાબિયા બેગમની કબર છે. અહીં નજીકમાં મુખ્તારની કબર પણ ખોદવામાં આવી રહી છે.

મુખ્તાર અન્સારીનું ગુરુવારે રાત્રે 8:25 કલાકે હાર્ટ એટેકથી મોત થયું હતું. જે બાદ આજે તેમના પાર્થિવ દેહને ગાજીપુર લાવવામાં આવશે. મુખ્તાર અંસારીને કાલીબાગ કબ્રસ્તાનમાં તેમના માતા-પિતાની કબરની બાજુમાં દફનાવવામાં આવશે. સવારથી તેમની કબર ખોદવામાં આવી રહી છે. મુખ્તાર અંસારીની કબર તેના માતા-પિતાની બાજુમાં ખોદવામાં આવી રહી છે. પોસ્ટમોર્ટમ બાદ મુખ્તારના મૃતદેહને પહેલા તેના પૈતૃક ઘરે મોહમ્મદબાદ લાવવામાં આવશે. જે બાદ તેને કાલીબાગ કબ્રસ્તાનમાં લાવવામાં આવશે. મુખ્તારના મોત બાદથી જ તેના સમર્થકો મોટી સંખ્યામાં ઘરે પહોંચવા લાગ્યા હતા. કાલીબાગ કબ્રસ્તાનમાં પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે.

માતા-પિતાની બાજુમાં ખોદવામાં આવી કબર

મુખ્તાર અંસારીને કાલીબાગ કબ્રસ્તાનમાં દફનાવવામાં આવશે. આ માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. મીડિયા રિપોર્ટ અનુસાર મુખ્તારને તેના માતા-પિતાની કબર પાસે દફનાવવામાં આવશે. જેના માટે તેમની કબર પણ તૈયાર કરવામાં આવી છે. કબર ખોદવાનું કામ તેમના ભત્રીજા અને મોહમ્મદાબાદના ધારાસભ્ય શોએબ અંસારીની દેખરેખ હેઠળ કરવામાં આવી રહ્યું છે. આ કબ્રસ્તાન મુખ્તાર અંસારીના ઘરથી 600 મીટરના અંતર પર આવેલું છે.

મઉં, બાંદા અને ગાઝીપુરમાં કલમ 144 લાગુ

કાલીબાગના કબ્રસ્તાનમાં મુખ્તાર અંસારીના પિતા સુભાન અલ્લાહ અન્સારી અને માતા રાબિયા બેગમની કબર છે. અહીં નજીકમાં મુખ્તારની કબર પણ ખોદવામાં આવી રહી છે. બીજી તરફ મુખ્તારના મૃતદેહને બાંદાથી ગાઝીપુર લાવવાની તૈયારીઓ પણ પૂર્ણ કરી લેવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા રૂટ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. બાંદાથી ગાઝીપુર સુધીના સમગ્ર રૂટ પર કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. મઉં, બાંદા અને ગાઝીપુરમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે.

 

વધુ વાંચો: રાજુ પાલ હત્યા કેસ, કોર્ટે અતીક ગેંગના 6 આરોપીઓને આજીવન કેદ અને એકને 4 વર્ષની સજા ફટકારી

મુખ્તાર અંસારીના પરિવારે જેલ પ્રશાસન પર તેને સ્લો પોઈઝન આપવાનો આરોપ લગાવ્યો છે. આ આરોપોને ધ્યાનમાં રાખીને પોસ્ટમોર્ટમ દરમિયાન વિસરાને સાચવવાની સૂચના આપવામાં આવી છે. આ સાથે પરિવારની સામે પોસ્ટ મોર્ટમની વીડિયોગ્રાફી પણ કરવામાં આવી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ