બ્રેકિંગ ન્યુઝ
VTV / Politics / વિશ્વ / us tidal wave omicron corona vaccination winter illness death could put us covid 19 surge into overdrive
Last Updated: 11:13 AM, 18 December 2021
ADVERTISEMENT
મોટી સંખ્યામાં લોકો સંક્રમિત થઈ રહ્યા છે
કોરોના વાયરસના બે વર્ષ બાદ સંયુક્ત રાજ્ય અમેરિકામાં ફરી એક વાર મોટી સમસ્યા આવી શકે છે. ઓમિક્રોન વેરિએન્ટમાં મોટું સંકટ છે. મુખ્ય યૂએસ સંક્રમણ રોગ વિશેષજ્ઞ ડો. એથની ફૌસીએ શુક્રવારે કહ્યું કે હવે મોટી સંખ્યામાં લોકો સંક્રમિત થઈ રહ્યા છે તો હોસ્પિટલમાં દાખલ થવાની કુલ સંખ્યા વધવાની છે.
ADVERTISEMENT
2થી 4 વર્ષની ઉંમરમાં બાળકો માટે રસીમાં મોડું થઈ શકે છે
એજન્સી અનુસાર કોરોના મામલાની વચ્ચે હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યામાં ગત મહિને 45 ટકા વૃદ્ધિ થઈ છે. ત્યારે મામલા 40 ટકા વધીને 123,000 નવા કેસ સામે આવી ચૂક્યા છે. મુખ્ય રસી નિર્માતાઓએ શુક્રવારે એલાન કર્યુ છે કે મહામારી 2024 સુધી ચાલશે. 2થી 4 વર્ષની ઉંમરમાં બાળકો માટે રસીમાં મોડું થઈ શકે છે.
ADVERTISEMENT

અમેરિકામાં કોરોનાથી મરનારા લોકોની સંખ્યામાં 8 ટકા વધારો થયો
ADVERTISEMENT
અમેરિકા અધિકારીઓએ કહ્યું કે આ ઠંડી એ લોકો માટે ગંભીર બિમારીને લઈને અવી શકે છે જેમણે રસી નથી લીધી. આ સંકટ એટલું મોટું છે કે મોત પણ થઈ શકે છે. ગત અઠવાડિયે અમેરિકામાં કોરોનાથી મરનારા લોકોની સંખ્યામાં 8 ટકા વધારો થયો છે. યૂએસ સેન્ટર ફોર ડિસિસ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શનના ડાયરેક્ટર ડો. રોસેલ વેલંસિકીએ આ જાણકારી આપી છે.

ADVERTISEMENT
રસી ન લેનારા હોસ્પિટલોમાં પોતાના પરિવાર માટે ગંભીર બિમારી અને મોતની ઠંડી જોવાના છે
અમેરિકા અધિકારીઓએ લોકોને કહ્યું કે જો કે રસી લેનારા પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. પરંતુ તેમના લક્ષણો હળવા રહેશે. વ્હાઈટ હાઉસે કોવિડ રિસ્પોન્સ ટીમના પ્રમુખ જેક જાયન્ટે કહ્યું છે કે જે લોકોએ અત્યાર સુધી રસી નથી લીધી. તે પોતાના માટે અને હોસ્પિટલોમાં પોતાના પરિવાર માટે ગંભીર બિમારી અને મોતની ઠંડી જોવાના છે.
ADVERTISEMENT
જોકે અમેરિકામાં હજું સુધી ડેલ્ટા વેરિએન્ટ જ લોકોને વધારે ઝપેટમાં લઈ રહ્યા છે. પરંતુ અધિકારીઓને ભરોસો છે કે ઓમિક્રોનના મામલા ડેલ્ટ વેરિએન્ટથી વધી જશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.