બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / up cm yogi adityanath vidhan sabha speech mafia dalit smartphone to youths supplementary budget

જાહેરાત / યુપીમાં ફરી યોગીનો સપાટો : માફિયાઓને લઈને કર્યું એવું એલાન કે દેશભરમાં ચર્ચા શરૂ

Published By: Premal

Last Updated: 04:45 PM, 19 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે ગુરૂવારે વિધાનસભામાં મોટી જાહેરાત કરી છે. યોગીએ જાહેરાત કરી છે કે, સરકારે માફિયાઓની જમીનો જપ્ત કરી છે. જ્યાં ગરીબો અને દલિતો માટે મકાનો બનાવવામાં આવશે. આ સાથે જ તેમણે 1 કરોડ યુવાનોને સ્માર્ટફોન આપવાની જાહેરાત કરી છે.

  • ઉત્તર પ્રદેશના CM યોગીની વિધાનસભામાં મોટી જાહેરાત
  • માફિયાઓની જપ્ત જમીન પર બનશે દલિતોના મકાન
  • 1 કરોડ યુવાનોને આપવામાં આવશે સ્માર્ટફોન

સીએમ યોગીએ કઈ કઈ જાહેરાતો કરી?

વિધાનસભામાં જાહેરાત કરતી વેળાએ યોગીએ જાહેરાત કરી કે, માફિયાઓની જપ્ત કરેલી જમીન પર ગરીબો અને દલિતો માટે મકાન બનાવવામાં આવશે. સરકાર 1000 યોગ્ય યુવાનોને ટેબલેટ અને લેપટોપ આપશે. જેના માટે 3 હજાર કરોડ રૂપિયાનું ફંડ રાખવામાં આવ્યું છે. આ સાથે જ 3 હજાર કરોડ રૂપિયાના ફંડમાંથી 1 કરોડ યુવાનોને સ્માર્ટફોન આપવાની યોજના પણ અમલમાં છે. આ ઉપરાંત ત્રણ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જવા માટે યુવાનોને ભથ્થું આપવાની યોજના પણ લાવવામાં આવશે.

સરકારી કર્મચારીઓ મોંઘવારી ભથ્થુ વધ્યું

મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે સરકારી કર્મચારીઓ અને પેન્શનધારકો માટે મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કરી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, 1 જુલાઈથી કર્મચારીઓને 28 ટકા વધારા સાથે DA મળશે. આ સાથે વકીલોને પહેલા જેમ સામાજિક સુરક્ષા હેઠળ 1.5 લાખ રૂપિયા મળતા હતા. જે હવે વધારીને 5 લાખ રૂપિયા કરી દેવામાં આવ્યાં છે. તેમણે વધુમાં જણાવ્યું કે, સરકાર નિરાધાર મહિલાઓ માટે પણ યોજના લાવવાનું વિચારી રહી છે.

સીએમ યોગીએ સરકારની સિદ્ધીઓ વર્ણવી

સીએમ યોગીએ વિધાનસભામાં પોતાની સિદ્ધીઓ વર્ણવી. તેમણે જણાવ્યું, છેલ્લાં 5 વર્ષમાં અમારું બજેટ ડબલ થયુ છે. આજે અમે લગભગ 6 લાખ કરોડ રૂપિયાનું બજેટ બનાવવામાં સફળ થયા છે. 5 વર્ષ પહેલાં GSDP 10-11 લાખ કરોડ હતી. આજે અમે તેને 20-21 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચાડવામાં સફળ થયા છે.

સંકળાયેલા મુદ્દાઓ

CM Yogi Adityanath Dalit Samaj SmartPhone Uttar Pradesh

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ