બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Union Home Minister Amit Shah will visit Gujarat again

મુલાકાત / અમિત શાહ 30મીએ આવશે ગુજરાતના આંગણે: રૂ. 1700 કરોડના વિકાસકાર્યોનું કરશે ખાતમુહૂર્ત

Malay

Last Updated: 02:38 PM, 28 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Amit Shah Will Visit Gujarat: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી આવશે ગુજરાતના પ્રવાસે, શનિવારે 1700 કરોડના કામના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે.

  • કેન્દ્રીય ગૃહમંત્રી ફરી આવશે ગુજરાત
  • અમિત શાહ આવશે ગુજરાત પ્રવાસે
  • 30 સપ્ટેમ્બરે અમિત શાહ આવશે ગુજરાત
  • 1700 કરોડના વિકાસના કાર્યોનું કરશે લોકાર્પણ

Amit Shah Will Visit Gujarat: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા પ્રધાન તેમજ ગાંધીનગરના સંસદસભ્ય અમિત શાહ શનિવારે ગુજરાતની મુલાકાતે આવનાર છે. તેમના હસ્તે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં આવતા અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમના આશરે રૂ.1700 કરોડના વિવિધ વિકાસકામોના ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરાશે. 

અમિત શાહ સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયામાં ફરી આવશે ગુજરાત, જાણો સમગ્ર  કાર્યક્રમ | Gujarat Home Minister Amit Shah will attend the sixth All India  Prison Duty Meet
ફાઈલ તસવીર

આ કાર્યક્રમોને લઈ ખાસ ઓફિસ ઓર્ડર પ્રસિદ્ધ કરાયો
દક્ષિણ પશ્ચિમ ઝોનના સરખેજ વોર્ડમાં નવા તૈયાર થનાર ઓકાફ ગામ તળાવનું ખાતમુહૂર્ત, થલતેજ વોર્ડમાં નવા તૈયાર થનાર ભારત તળાવનું ખાતમુહૂર્ત, ગોતા વોર્ડમાં નવા તૈયાર થનાર ઓગણજ ગામ તળાવનું ખાતમુહૂર્ત, ચાંદલોડિયા વોર્ડમાં નવા તૈયાર થનાર જગતપુર ગામ તળાવનું ખાતમુહૂર્ત તેમજ નવનિર્મિત લલિતા ગોવિંદ ઉદ્યાનના લોકાર્પણ સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન તા. 30 સપ્ટેમ્બરે કરાયું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ તમામ ખાતમુહૂર્તના કાર્યક્રમને લીલી ઝંડી આપશે. મ્યુનિ. તંત્ર દ્વારા આ કાર્યક્રમોને લઈ ખાસ ઓફિસ ઓર્ડર પ્રસિદ્ધ કરાયો છે અને જે તે કામગીરી જે તે ઉચ્ચ અધિકારીને સોંપાઈ ગઈ છે.

ત્રાગડમાં યોજાશે કાર્યક્રમ
ત્રાગડના માલાબાર કાઉન્ટી-3ની બાજુના શ્રી બહુચર સત્સંગ હોલની સામેના ખુલ્લા પ્લોટમાં શનિવારે સવારના સાડા દસ વાગ્યે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું આયોજન કરાયું છે, જેમાં મહિલાઓ માટેના પિન્ક ટોઇલેટનું તેમના હસ્તે ઈ-લોકાર્પણ કરાશે. મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્વચ્છ ભારત મિશન અંતર્ગત મહિલાઓ માટેનાં ખાસ પાંચ પિન્ક ટોઇલેટ શહેરમાં તૈયાર કરાયાં છે. કાંકરિયા તળાવના ગેટ નં. 3, લો ગાર્ડન સિવિક સેન્ટર, નરોડા ઓમ્ની સ્ક્વેર, નિકોલ ગામ અને ઓઢવ ગામમાં મહિલાઓને હાલ પિન્ક ટોઇલેટની સુવિધા મળશે. 

ઝોનદીઠ ટોઇલેટ બનાવવાનું હાથ ધર્યું હતું આયોજન 
વર્ષ 2022માં તંત્ર દ્વારા શહેરના સાત ઝોનમાં ઝોનદીઠ ત્રણ મુજબ પિન્ક ટોઇલેટ બનાવવાનું આયોજન હાથ ધરાયું હતું. પિન્ક ટોઇલેટની અંદાજિત સાઇઝ 5.30x8.70 મીટર છે, જેમાં લેડીઝ સીટની સંખ્યા પાંચ પ્રતિ યુનિટ છે. ઉપરાંત મહિલાઓ માટે ચેન્જરૂમ, બેબી ફીડિંગરૂમ અને કેર ટેકરરૂમની સુવિધા અપાઈ છે. 

Topic | VTV Gujarati
ફાઈલ તસવીર

રોડ બિલ્ડિંગ કમિટીના ચેરમેને શું કહ્યું?
રોડ બિલ્ડિંગ કમિટીના ચેરમેન મહાદેવ દેસાઈ કહે છે, આ પિન્ક ટોઇલેટમાં સેનેટરી પેડ વેન્ડિંગ મશીન તેમજ પેડના નિકાલ માટે ઇન્સિનરેટર મશીન, આકર્ષક એલિવેશન, વિટ્રિફાઇડ ટાઇલ્સ વર્ક, વોશ બેસિન વિથ મિરર, હેન્ડ ડ્રાયર, લિક્વિડ સોપ અને ગ્રીન એનર્જી કોન્સેપ્ટના ભાગરૂપે સોલર રૂફટોપ વગેરે બાબતોનો સમાવેશ કરાયો છે.  દિવ્યાંગ મહિલાઓ અને બાળકીઓ માટે નીચી ટોઇલેટ સીટની પણ વ્યવસ્થા કરાઈ છે. શહેરની 21 જગ્યા પૈકી પાંચ જગ્યાએ પિન્ક ટોઇલેટ બની ગયાં છે. તંત્ર દ્વારા વાસણા બસસ્ટેન્ડ, ઓએનજીસી સર્કલ, ચાંદખેડા, સૈજપુરના રાધાકૃષ્ણ મંદિર પાસે, ઇન્દુલાલ યાજ્ઞિક હોલ, બાપુનગર, જમાલપુર ચોકડી, દાણાપીઠ, ખાડિયા, નમસ્તે સર્કલ (શાહીબાગ), વેજલપુરના શ્રેયસ કોમ્પ્લેક્સ પાસે, ચાંદલોડિયા, વસ્ત્રાપુર ગાર્ડન, ઘાટલોડિયા ગામ, હાટકેશ્વરબ્રિજ પાસે, નારોલ સર્કલ, લાંભા અને વટવા ખાતે પિન્ક ટોઇલેટ બનાવાશે તેમ રોડ-બિલ્ડિંગ કમિટીના ચેરમેન મહાદેવ દેસાઈ વધુમાં કહે છે.

રૂ.262.27 કરોડના પ્રોજેક્ટનાં અમિત શાહ લોકાર્પણ કરશે
અમિત શાહ દ્વારા રૂ. 262.27 કરોડના પ્રોજેક્ટનાં લોકાર્પણ અને રૂ.910.21 કરોડના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરાશે, જેમાં પાણી, ગટર અને રોડના પ્રોજેક્ટનાં કામોનો સમાવેશ કરાયો છે. તળાવોના ડેવલપમેન્ટનો પ્રોજેક્ટ પણ છે. ગોતા-ગોધાવી કેનાલને રિમોલ્ડ કરી ખુલ્લી ટનલનું બોક્સ બનાવી ડેવલપ કરાશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ