બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Union Home Minister Amit Shah is on a two-day tour of Gujarat from today

મુલાકાત / ગૃહમંત્રી અમિત શાહ આજથી 2 દિવસના ગુજરાત પ્રવાસે: અનેક વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ, જાણો કાર્યક્રમ

Malay

Last Updated: 08:35 AM, 12 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Amit Shah visits Gujarat: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસીય ગુજરાતના પ્રવાસે, કચ્છ અને ગાંધીનગરના વિવિધ કાર્યક્રમોમાં આપશે હાજરી.

  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે
  • ગત મોડી રાત્રે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા ભુજ
  • ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના નેતાઓએ કર્યું સ્વાગત

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજથી બે દિવસના ગુજરાતના પ્રવાસે છે. ગઈકાલે મોડી રાતે જ અમિત શાહ ભુજ પહોંચ્યા હતા. જ્યાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના નેતાઓએ તેમનું સ્વાગત કર્યું હતું. 2 દિવસીય ગુજરાતના પ્રવાસ દરમિયાન અમિત શાહ અનેક અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. સાથે જ તેઓ અનેક કાર્યક્રમોમાં પણ હાજરી આપશે. અમિત શાહના પ્રવાસ દરમિયાન કચ્છમાં ભારત-પાકિસ્તાન સરહદે સુરક્ષાનું નિરીક્ષણ કરશે. અમિત શાહ ગુજરાતના પ્રવાસની શરૂઆત આજે કોટેશ્વર મહાદેવના દર્શન કરીને કરશે. તેઓ કચ્છના કંડલા અને ગાંધીનગરના સરઢવમાં જાહેરસભાને સંબોધશે.

પલારા જેલની લેશે મુલાકાત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે કચ્છમાં દરિયાઈ સુરક્ષા સુદ્રઢ બનાવવાના હેતુસર કોટેશ્વર BSF મરીન યુનિટ માટે રૂપિયા 100 કરોડના ખર્ચે તૈયાર થનાર નવી જેટીનું ખાતમુહૂર્ત કરશે. સાથે જ તેઓ ઇક્કો દ્વારા કંડલામાં નિર્માણધીન નેને પ્લાન્ટને ખુલ્લો મુકશે. જે બાદ ભુજમાં પલારા જેલની મુલાકાત લેશે. આ ઉપરાંત અમિત શાહ ભારત-પાકિસ્તાન સરહદે સુરક્ષાનું નિરીક્ષણ કરશે. 

વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે 
જે બાદ 13 ઓગસ્ટે  ગાંધીનગર શહેરી વિકાસ સત્તા મંડળ અને માણસા નગરપાલિકા વિસ્તારમાં જનસુખાકારીના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહના હસ્તે કરવામાં આવશે. અમિત શાહના હસ્તે ગુડા વિસ્તારના 85 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થનાર છે. જેમાં વાવોલ ગામની ટીપી સ્કીમ –13ના પ્લોટ નંબર 319 અને 309 ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણ કરવામાં આવેલા EWS –2 પ્રકારના અદ્યતન સુવિધાવાળા રૂપિયા 68 કરોડથી વઘુના ખર્ચે તૈયાર થયેલા 792 આવાસોનું લોકાર્પણ કરવામાં આવશે. 

Union Minister Amit Shah will launch and inaugurate various development works

અદ્યતન બગીચાનું પણ લોકાર્પણ કરવામાં આવશે 
આત્મા ગામડાનો સુવિધા શહેરની તેવા શ્રેષ્ઠ ભાવ સાથે ગ્રામ્ય કક્ષાએ સરકાર કરવાના ઉમદા આશયથી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે સરઢવ ગામ ખાતે રૂપિયા 85 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવેલા શશીકલા ઉદ્યાન અને રૂપિયા 1 કરોડ 25 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવેલા અન્ય અદ્યતન બગીચાનું પણ લોકાર્પણ કરવામાં આવશે. તેની સાથે મોટી આદરજ ગામ ખાતે રૂપિયા 12 કરોડ 34 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવેલા ડ્રેનેજ નેટવર્ક, એસ.ટી.પી. તથા પંપીગ બનાવવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે. 

અમિત શાહ આવતીકાલે આવશે ગુજરાત, વતન માણસામાં કરશે નવરાત્રિ, જાણો સમગ્ર  કાર્યક્રમ | Amit Shah will come to Gujarat tomorrow will celebrate Navratri  in his hometown

ચાર માર્ગીય બનાવવાના કામનું ખાતમુહૂર્ત 
માણસા વિસ્તારમાં કેન્દ્રીય ગૃહ મંત્રીના હસ્તે રૂપિયા 40 કરોડના ખર્ચે ગાંધીનગરના ક-7 થી રાંધેજા-બાલવા-માણસા સુધીના રોડને ચાર માર્ગીય બનાવવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. તેની સાથે માણસા નગરપાલિકા વિસ્તારમાં સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજના હેઠળ રૂપિયા 1.48 કરોડના ખર્ચે એલ.ઇ.ડી સ્ટ્રીટ લાઇટ પોલ અને હાઇ માસ્ટ પોલના કામનું ખાતમુહર્ત કરવામાં આવનાર છે. માણસાના વૈભવ- વારસા સમા ચંદ્વાસર તળાવના બ્યુટિફિકેશનનું કામ અમતૃ સરોવર– 2.0 યોજના હેઠળ રૂપિયા 4 કરોડ 23 લાખના ખર્ચ થનાર છે. જે કામનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવનાર છે. માણસા તાલુકામાં રૂપિયા 11 કરોડના ખર્ચે મોડેલ સબ રજીસ્ટિરા કચેરીના નવીન ભવન નિર્માણ કરવાના કામનું ભૂમિ પૂજન કરવામાં આવશે. તેની સાથે બાપુપુરા પી.એચ.સી અને ચરાડા સી.એચ.સી. ની તકતિનું અનાવરણ પણ કેન્દ્રીય ગૃહ મંત્રીના હસ્તે કરવામાં આવશે. તેમજ એન.એસ.જી. હબ માટે લેકાવાડા નજીક 60 એકર જમીનમાં રૂપિયા 215 કરોડના ખર્ચે તૈયાર થનાર સંકુલનું ખાતમુહૂર્ત પણ કેન્દ્રીય ગૃહ મંત્રીના હસ્તે થનાર છે. 'મેરી માટી – મેરા દેશ' કાર્યક્રમ અંતર્ગત કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે માણસા ખાતે શિલાફલકમનું પણ અનાવરણ થશે.

 

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat from today Union Home Minister amit shah અમિત શાહ અમિત શાહ ગુજરાતના પ્રવાસે અમિત શાહ ગુજરાતમાં ગૃહમંત્રી અમિત શાહ લોકાર્પણ Amit Shah visits Gujarat
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ