બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Union Home Department approves Rs 338 crore assistance to Gujarat for Cyclone Biparjoy
Last Updated: 06:05 PM, 12 December 2023
ADVERTISEMENT
કેન્દ્રીય ગૃહ વિભાગે બિપરજોય વાવાઝોડામાં અસરગ્રસ્તોને સહાયની જાહેરાત કરી છે. બિપરજોય વાવાઝોડાને લઇ ગુજરાતને 338 કરોડની સહાયની મંજૂરી અપાઈ છે. અગાઉ રાજ્ય સરકારને SDRF હેઠળ 584 કરોડ ચૂકવાયા હતા.

ADVERTISEMENT
અગાઉ કેન્દ્ર સરકારે 22 રાજ્યોને SDRF ફંડ જાહેર કર્યું હતું
કેન્દ્ર સરકારે 22 રાજ્યોને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ માટે રૂપિયા 7 હજાર 532 કરોડ જાહેર કર્યા હતો. જેમાં કેન્દ્ર સરકારે મહારાષ્ટ્રને સૌથી વધુ 1 હજાર 420.80 કરોડ રૂપિયા આપ્યો હતો. જ્યારે ગોવાને સૌથી ઓછું માત્ર 4.80 કરોડ રૂપિયા ફંડ મળ્યું હતું. કેન્દ્ર સરકારે મહારાષ્ટ્ર બાદ બીજા નંબરે ઉત્તર પ્રદેશને 812 કરોડ રૂપિયા અપ્યા હતો. તો ઓડિશાને 707.60 કરોડનું ફંડ મળ્યું હતુ. જ્યારે બિહારને 624. 40 કરોડનું ફંડ આપવામાં આવ્યું હતું. તો આ તરફ ગુજરાતને 584 કરોડ રૂપિયા ફંડ મળ્યું છે. જ્યારે આંધ્રપ્રદેશને 493.60 કરોડનું ફંડ મળ્યું હતું.
ADVERTISEMENT
22 રાજ્ય સરકારોને રૂ. 7,532 કરોડ ફાળવ્યા હતો
અગાઉ નાણા મંત્રાલયના ખર્ચ વિભાગે આજે સંબંધિત રાજ્ય ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ્સ (SDRF) માટે 22 રાજ્ય સરકારોને રૂ. 7,532 કરોડ ફાળવ્યા હતા. આ રકમ ગૃહ મંત્રાલયની ભલામણો અનુસાર જારી કરવામાં આવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.