બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Uma Chetry This player created history for Team India without playing a match, the reason is shocking

ક્રિકેટ / ગજબ! વગર મેચ રમે આ ખેલાડીએ ટીમ ઇન્ડિયા માટે રચ્યો ઇતિહાસ, કારણ છે ચોંકાવનારું

Megha

Last Updated: 12:36 PM, 4 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સિલેક્ટર્સે બાંગ્લાદેશ પ્રવાસ માટે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની જાહેરાત કરી જેમાં આસામની 20 વર્ષની યુવા બેટ્સવુમન ઉમાને ભારતીય ટીમમાં સ્થાન મળ્યું છે.

  • બાંગ્લાદેશ પ્રવાસ માટે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની જાહેરાત થઈ 
  • ભારતની એક યુવા મહિલા ખેલાડીએ ટીમ ઈન્ડિયા માં સામેલ થઈને ઈતિહાસ રચ્યો
  • આસામની ઉમા છેત્રીને ODI અને T20 ટીમમાં સ્થાન મળ્યું છે

સિલેક્ટર્સે બાંગ્લાદેશ પ્રવાસ માટે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની જાહેરાત કરી છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમે બાંગ્લાદેશ સામે 3 ODI અને 3 T20 મેચોની સીરિઝ રમવાની છે. ભારતીય ટીમની કમાન હરમનપ્રીત કૌરના હાથમાં છે અને બાંગ્લાદેશના આ પ્રવાસની શરૂઆત 9મી જુલાઈથી ટી20 મેચથી થશે. જણાવી દઈએ કે ભારતની એક યુવા મહિલા ખેલાડીએ ટીમ ઈન્ડિયાની ટીમમાં સામેલ થઈને ઈતિહાસ રચ્યો છે. ચાલો તેના વિશે જાણીએ. 

આ મહિલા ખેલાડીએ ઇતિહાસ રચ્યો 
આસામની ઉમા છેત્રીને ODI અને T20 ટીમમાં સ્થાન મળ્યું છે. 20 વર્ષની યુવા બેટ્સવુમન ઉમા ભારતીય ટીમમાં સ્થાન મેળવનારી આસામ રાજ્યની પ્રથમ ક્રિકેટર બની છે અને એટલે જ  માત્ર ટીમમાં સામેલ થઈને ઈતિહાસ રચ્યો છે. જણાવી દઈએ કે ભારતીય રાષ્ટ્રીય ટીમ માટે એક પણ મેચ રમી નથી. 

ડોમેસ્ટિક ક્રિકેટમાં તાકાત બતાવી  
આસામના ગોલાઘાટ જિલ્લાની રહેવાસી ઉમા છેત્રી વર્ષ 2017 સુધી આસામ રાજ્યની ટીમનો ભાગ હતી અને તે દરેક તકનો લાભ ઉઠાવવામાં સફળ રહી છે. ડોમેસ્ટિક સીઝનમાં તેને 6 ODIમાં 32.33ની એવરેજથી 194 રન બનાવ્યા જ્યારે પાંચ T20 ઈનિંગ્સમાં તેણે 88.88ની સ્ટ્રાઈક રેટથી 120 રન બનાવ્યા હતા અને આ જ શાનદાર પ્રદર્શનને કારણે હોંગકોંગમાં ઇમર્જિંગ એશિયા કપ માટે ભારત-A ટીમમાં તેની પસંદગી કરવામાં આવી હતી. 

શાનદાર વિકેટ કીપર બેટ્સમેન છે ઉમા 
ઉમા છેત્રી એક શાનદાર વિકેટ કીપર બેટ્સમેન છે અને તેણે પોતાના પ્રદર્શનથી બધાના દિલ જીતી લીધા છે. હોંગકોંગમાં ઇમર્જિંગ એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટ જીતનાર ભારત A ટીમનો સભ્ય હતો. બેટિંગ ઉપરાંત, ઉમાએ તેની વિકેટકીપિંગમાં સારું પ્રદર્શન કર્યું અને ટીમને જીત અપાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. 

એક સાદા પરિવારમાં જન્મ થયો 
ઉમા છેત્રી પાંચ ભાઈ-બહેનોમાં સૌથી નાની છે. તેની માતા બહુ શિક્ષિત નથી પણ તેની માતાએ પૂરતી કોશિશ કરી કે એમની પુત્રીને તે તમામ સુવિધાઓ મળે જે તેના માટે શક્ય ન હતી. તેમના પરિવારના સભ્યો ખેતી અને રોજીરોટી સાથે સંકળાયેલા છે. નાણાકીય સમસ્યાઓ પણ ઉમાને તેના સ્વપ્નને અનુસરવામાં રોકી શકી નહીં. કોચે ઉમાની ક્ષમતાને ઓળખી અને તેનું કોચિંગ શરૂ કર્યું. ઉમા હાલમાં આસામમાં છે અને ટૂંક સમયમાં ભારતીય ટીમમાં સામેલ થઈ શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ