બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / uk high commission : 50 indian students may be victims of modern slavery

વિશ્વ / UKમાં 50થી વધુ ભારતીય છાત્રો 'આધુનિક ગુલામ' બન્યાની આશંકા, 5 આરોપીઓની થઈ ઓળખ

Vaidehi

Last Updated: 08:09 PM, 10 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શ્રમ દુર્વ્યવહારનાં 5 આરોપીઓની ઓળખ કરવામાં આવી હતી. આ પાંચ લોકો પર નોર્થ વેલ્સમાં કેયર હોમ્સમાં કામ કરનારાં કમજોર ભારતીય છાત્રોની ભરતી અને શોષણ કરાવવાની શંકા છે.

  • UKમાં  ભારતીય છાત્રોનાં શોષણની આશંકા
  • ભારતીય ઉચ્ચાધ્યોગે ટ્વિટ કરી આપ્યો સંદેશો
  • છેલ્લા 14 મહિનામાં 50થી વધુ છાત્રોનાં શોષણની શંકા

50થી વધુ ભારતીય છાત્રો આધુનિક ગુલામીનો શિકાર?
ભારતીય ઉચ્ચાયોગે UKનાં નોર્થ વેલ્સનાં કેયર હોમ્સમાં 50થી વધુ ભારતીય છાત્રોને આધુનિક ગુલામીનો શિકાર બનાવ્યાં હોવાની આશંકા જાહેર કરી છે. લંડન સ્થિત ભારતીય ઉચ્ચાધ્યોગે એવા છાત્રોને મદદ અને કાઉન્સેલિંગ માટે મિશન સાથે સંપર્ક કરવાની અપીલ કરી છે. યૂકે સરકારની ગુપ્ત અને શ્રમ શોષણની તપાસ માટે એજન્સી ગેંગમાસ્ટર્સ એન્ડ લેબર એબ્યૂઝ ઓથોરિટીએ આ સપ્તાહની શરૂઆતમાં રિપોર્ટ આપી હતી કે તે શ્રમ દુર્વ્યવહારનાં 5 આરોપીઓની સામે કોર્ટનો આદેશ પ્રાપ્ત કરવામાં સફળતા મેળવી છે. 

ટ્વિટ કરી આપ્યો સંદેશો
GLLAએ કહ્યું કે તેમણે છેલ્લા 14 મહિનાઓમાં 50થી વધારે ભારતીય છાત્રોની ઓળખ કરી છે જેઓ આધુનિક ગુલામી અને શ્રમ શોષણથી પીડિત હોવાની આશંકા છે. ઉચ્ચાધ્યોગે ટ્વિટમાં કહ્યું કે, અમે આ ખબરને વાંચીને ચિંતિત છીએ. જે ભારતીયોને તેનો સામનો કરવો પડી રહ્યો છે કૃપા કરીને તેઓ અમારા સાથે સંપર્ક કરે...અમે મદદ અથવા સલાહ આપશું. અમે તમને તમારી પ્રતિક્રિયાની ગોપનીયતાનું આશ્વાસન આપીએ છીએ.

5 આરોપીઓની થઈ હતી ધરપકડ
પાંચ લોકો પર નોર્થ વેલ્સમાં કેયર હોમ્સમાં કામ કરનારાં કમજોર ભારતીય છાત્રોની ભરતી અને શોષણનો સંદેહ છે. તેમને ગુલામી અને દાણચોરી જોખમ ઓર્ડર (STO) આપવામાં આવ્યો છે. આ 5 લોકોમાં મેથ્યૂ ઈસાક, જિનુ ચેરિયન, એલ્ડહોસ ચેરિયન, એલ્ડહોસ કુરિયાચન અને જેકેબ લિજૂ શામેલ છે. આ તમામ મૂળરૂપે કેરળનાં રહેવાસીઓ છે. તેમને 2021 અને 2022માં કસ્ટડીમાં લેવામાં આવ્યાં હતાં.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ