બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Two Kashmiri Pandits and one MLA from PoK.Home Minister Amit Shah will bring an important bill for Jammu and Kashmir in Parliament.

મોટા સમાચાર / બે કાશ્મીરી પંડિત અને એક ધારાસભ્ય PoKથી... સંસદમાં જમ્મૂ કાશ્મીર માટે મહત્વપૂર્ણ બિલ લાવશે ગૃહમંત્રી અમિત શાહ

Megha

Last Updated: 12:04 PM, 5 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે લોકસભામાં જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન બિલ રજૂ કરવામાં આવશે જેમાં વિધાનસભામાં કાશ્મીરી પંડિતો માટે બે બેઠકો અને PoKમાંથી એક બેઠક અનામત રાખવાની જોગવાઈ કરવામાં આવશે.

  • જમ્મૂ કાશ્મીર મુદ્દે મોદી સરકારનો વધુ એક મોટો નિર્ણય 
  • અમિત શાહ આજે લોકસભામાં જમ્મુ-કાશ્મીર સુધારા બિલ રજૂ કરશે
  • બે કાશ્મીરી પંડિત અને એક PoK ધારાસભ્યની બેઠક અનામત

સાંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે અને લોકસભાના કામકાજની સુધારેલી યાદી બહાર પાડવામાં આવી છે. આ સાથે જ કેન્દ્રીય મંત્રી અમિત શાહ આજે લોકસભામાં જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન (સુધારા) બિલ, 2023 રજૂ કરશે. આ બિલ કાશ્મીરી પંડિતો સાથે જોડાયેલ છે. 

આ બિલ દ્વારા સરકાર રાજ્યના વિસ્થાપિત એટલે એક કાશ્મીરી પંડિતો માટે બે બેઠકો જેમાંથી એક મહિલા અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) ના વિસ્થાપિત વ્યક્તિઓ માટે એક બેઠક અનામત રાખવાની જોગવાઈ કરી છે.

શું છે આ બિલનો ઉદ્દેશ્ય 
“કાશ્મીરી સ્થળાંતર કરનારાઓ” અને “પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીરમાંથી વિસ્થાપિત વ્યક્તિઓ” અને અનુસૂચિત જનજાતિઓને જમ્મુ અને કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશની વિધાનસભામાં પ્રતિનિધિત્વ આપવાના ઉદ્દેશ્યથી આ કાયદામાં સુધારો કરવાની દરખાસ્ત કરવામાં આવી છે જેથી તેઓનું રક્ષણ થાય. રાજકીય અધિકારો તેમજ તેમના સમગ્ર સામાજિક અને આર્થિક વિકાસ માટે આ બિલ રજૂ કરવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ