ન્યૂઝ અપડેટ્સ
VTV / Politics / Twitter war in BJP Congress double income issue over the value of rupee against dollar
Last Updated: 11:00 PM, 22 June 2023
ADVERTISEMENT
ADVERTISEMENT
2024માં દેશમા લોકસભાની ચૂંટણી આંગણે ટકોરો મારશે ત્યારે કોંગ્રેસ, ભાજપ અત્યારથી જ ધીમે ધીમે ચૂંટણીલક્ષી કામગીરીમાં જોતરાઈ રહ્યા છે. કોંગ્રેસ અસ્તિત્વ ટકાવી રાખવા ઉપરાંત ભાજપ ઇતિહાસ રચવા ચૂંટણીના રણ મેદાનમા ઉતરશે. જેને લઈને અત્યારથી જ રાજકીય ગતિવિધિઓ તેજ બની રહી છે. આવી સ્થિતિ વચ્ચે સોશિયલ મીડિયાના આ જમાનામાં હાલ ભાજપ-કૉંગ્રેસમાં ટવીટર વૉર ચાલી રહ્યું છે. વિકાસ- વિનાસના નામે કોંગ્રેસ ભાજપમાં ટ્વીટર પર ઘમાસાણ સર્જાયું છે.
करीब 300 लोगों की मौतों का जिम्मेदार कौन है?
— Supriya Shrinate (@SupriyaShrinate) June 6, 2023
रेल से रोज़ 2.2 करोड़ लोग यात्रा करते हैं - मोदी सरकार ने यात्रियों की सुरक्षा को मज़ाक़ बना दिया है . pic.twitter.com/5nAqT3uE4n
ADVERTISEMENT
ADVERTISEMENT
કોંગ્રેસ આ મુદ્દે સરકારને ઘેરી રહી છે
દેશમાં મંદી, મોંઘવારી,બેરોજગારી, શિક્ષણ, ડોલર સામે રૂપિયાની કિંમતમાં ઘતો ઘટાડો, ખેડૂતોની દયનિય સ્થિતિ, બેકારી સહિતના મુદ્દે કોંગ્રેસ મોદી સરકાર સામે આક્ષેપ કરી સરકારને ઘેરી રહી છે. વિકાસ - વિનાસના નામે કોંગ્રેસ દ્વારા અનાજ, વીજળી, ગેસ સિલિન્ડર મૂકી આક્ષેપો કરાઈ રહ્યા છે. વિકાસ કાળનો ઉલ્લેખ કરી કોંગ્રેસે પોતાના ટ્વિટર હેન્ડલ પર મૂક્યું છે કે 2014 પહેલા ગેસનો સિલિન્ડર 410 રૂપિયામાં મળતું હતું. જે હવે વિનાશકાળ એટલે કે 2014 પછી ભાજપના રાજમાં 1103 રૂપિયા પર પહોંચી ગયો હોવાનો કોંગ્રેસે ઉલ્લેખ કર્યો છે.
ADVERTISEMENT
विकास काल विनाश काल pic.twitter.com/ltCTIyFB7i
— Congress (@INCIndia) June 6, 2023
ADVERTISEMENT
તે જ રીતે 2014 પહેલા 22 રૂપિયા મળતો ઘઉનો લોટ હવે હવે 44 રૂપિયા થયો હોવાનો પણ ઉલ્લેખ કરાયો છે. એટલું જ નહીં 67 વર્ષમાં 14 વડાપ્રધાનોએ મળીને 55 લાખ કરોડની લોન લીધી, પરંતુ પીએમ મોદીએ તેમના 9 વર્ષમાં ત્રણ ગણી વધારીને 155 લાખ કરોડ કરી દીધી હોવાના આરોપ સર 9 વર્ષમાં દેશનું દેવું 100 લાખ કરોડથી વધુ વધી ગયું હોવાના કોંગ્રેસે ઉલ્લેખ કર્યો હતો.
ADVERTISEMENT
𝗡𝗼 𝗖𝗼𝗺𝗺𝗲𝗻𝘁𝘀!!! pic.twitter.com/Cfj18XsFgZ
— Congress (@INCIndia) June 22, 2023
विकास काल विनाश काल pic.twitter.com/ohmnZ7GG7n
— Congress (@INCIndia) June 10, 2023
વિકાસના બખ્તરથી મંદી, મોંઘવારીના પ્રહારો જીલતું ભાજપ
બીજી બાજુ ભાજપ લૂંટ કાળ અને અમૃત કાળના નામે પ્રહારો કરી રહ્યું છે અને વિકાસના બખ્તરથી મંદી, મોંઘવારી સહિતના તીર રૂપી પ્રહારને ઝીલી રહ્યું છે. ભાજપને ટ્વીટમાં જણાવ્યું કે વર્ષ 2014-15ની સરખામણીમાં વર્ષ 2022-23માં ભારતીયોની સરેરાશ આવક લગભગ બમણી થઈ ગઈ છે. વર્ષ 2014-15માં સામાન્ય ભારતીયની સરેરાશ વાર્ષિક આવક ₹86,647 હતી, જે વધીને 2022-23માં વાર્ષિક ₹1 લાખ 72 હજાર થઈ ગઈ છે.
वर्ष 2014-15 की तुलना में वर्ष 2022-23 में भारतीयों की औसत आय लगभग दो गुनी हो गई है।
— BJP (@BJP4India) June 22, 2023
वर्ष 2014-15 में आम भारतीय की सालाना औसत आय ₹86,647 थी जो 2022-23 में बढ़ कर ₹1 लाख 72 हजार सालाना हो गई है। pic.twitter.com/WNAdgeaLRz
સંકળાયેલા મુદ્દાઓ