બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Viral / જ્યારે 7.2 ફૂટનો માણસ પહોંચ્યો તાજમહેલ, લોકો અજાયબીને જોવાનું ભૂલી ગયા, જુઓ Video

વાયરલ / જ્યારે 7.2 ફૂટનો માણસ પહોંચ્યો તાજમહેલ, લોકો અજાયબીને જોવાનું ભૂલી ગયા, જુઓ Video

Published By: Vidhata Gothi

Last Updated: 01:47 PM, 7 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Viral Video: છ ફૂટ ઊંચા લોકો તો ઘણીવાર જોવા મળી જાય છે, પણ 7.2 ફૂટ લાંબો વ્યક્તિ જોવા મળે એવું ભાગ્યે જ બનતું હોય છે. ત્યારે તાજેતરમાં એક 7.2 ફૂટ લાંબા વ્યક્તિનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે તાજમહેલ જોવા પહોંચ્યો છે, પણ લોકો તેને જોઈ રહ્યા છે.

આગ્રાનો તાજમહેલ વિશ્વની સાત અજયાબીઓમાં સામેલ છે, જ્યાં દરરોજ પર્યટકોની ભીડ જામેલી હોય છે. આ ઐતિહાસિક ઇમારત તેની સુંદરતા અને આર્કિટેક્ચરથી લોકોને ચોંકાવી નાખે છે. પણ જ્યાં વિચારો કે જો તાજમહેલ જોવા ગયેલા લોકો તાજમહેલને બદલે કોઈ એક વ્યક્તિને જોવા લાગે તો. આવો જ એક વ્યક્તિ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક 7.2 ફૂટ લાંબો વ્યક્તિ તાજમહેલ જોવા પહોંચ્યો છે, પણ ત્યાં હાજર લોકો તાજમહેલને બદલે આ લાંબા વ્યક્તિને જોવા લાગે છે.

આ વ્યક્તિની ઊંચાઈ એટલી વધારે હતી કે ભીડમાં પણ તે દૂરથી જ અલગ તરી આવતો હતો. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે આ લાંબો વ્યક્તિ એન્ટ્રી ગેટ પર આવે છે તો ત્યાં ચેકિંગ કરતો જવાન પણ દંગ રહી જાય છે. આ પછી જ્યારે આ લાંબો વ્યક્તિ તાજમહેલના પરિસરમાં જાય છે, તો લોકો તેને જ જોયા કરે છે. પછી લોકો તાજમહેલને જોવાનું ભૂલીને જાય છે અને આ લાંબા વ્યક્તિને જોયા કરે છે. કદાચ લોકોએ પહેલીવાર આટલો લાંબો વ્યક્તિ જોયો હતો. એટલે લોકો ચોંકી જાય, એ વ્યાજબી છે. આ વ્યક્તિનું નામ હિમાંશુ સિન્હા હોવાનું જનવાઈ રહ્યું છે, જેને બિગમેનના નામથી ઓળખવામાં આવે છે. તે સૌથી લાંબા ભારતીય કોન્ટેન્ટ ક્રિએટર તરીકે પણ લોકોમાં પ્રખ્યાત છે.

vtv app promotion

લાખો લોકોએ જોયો વીડિયો

આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર the_bigman__ નામના આઇડી પરથી શેર કરવામાં આવ્યો છે અને મજાક ભર્યું કેપ્શન લખ્યું છે - 'હાઇટ હો તો એસી કિ તાજમહેલ ભી છોટા પદ જાએ.' આ વીડિયો અત્યાર સુધીમાં 15 લાખ જેટલા લોકો જોઈ ચૂક્યા છે, જ્યારે 23 હજારથી વધારે લોકોએ લાઇક કર્યો છે અને લોકો આના પર કોમેન્ટ પણ કરી રહ્યા છે.

આ પણ વાંચો: "તે આવું કેમ કહ્યુ?" એરપોર્ટ પર PIAની બે એર હોસ્ટેસ વચ્ચે હાથાપાઇ

વીડિયો જોઈને એક યુઝરે કોમેન્ટ કરી - તાજમહેલ જોવા આવેલ વ્યક્તિ પોતાની અજાયબી બની ગયો.' એક યુઝરે કહ્યું - આને જોઈને તો લોકો તાજમહેલ જોવાનું ભૂલી ગયા.' અન્ય યુઝરે કોમેન્ટ કરી - ભાઈ તમારા પગ માટે ચપ્પલ ક્યાંથી લો છો', તો બીજા યુઝરે લખ્યું - 'આ એઆઈનો કમાલ છે.'

Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી સોશિયલ મીડિયા પોસ્ટ પર આધારિત છે. VTV ડિજિટલ કોઈપણ દાવાની સત્યતાની પુષ્ટિ કરતું નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Trending Video tall man Taj Mahal Viral Video

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ