બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / traffic challan rules on zebra crossing know details

કામની વાત / ટ્રાફિક સિગ્નલ રેડ હોવાથી વ્હીકલ સ્ટોપ કરો છો, છતાંય ચલણ આવે છે? એ કઇ રીતે, જાણો નિયમ

Arohi

Last Updated: 01:05 PM, 19 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Traffic Challan Rules: ટ્રાફિક લાઈટ રેડ થવા પર જો તમે પોતાની ગાડી ઉભી રાખી દો છો તો પણ તમારૂ ચલણ કપાઈ શકે છે. જાણો શું કહે છે ટ્રાફિક નિયમ

આપણામાંથી ઘણા લોકો ક્યાંય પણ જવા માટે વ્હીકલનો ઉપયોગ કરે છે. પબ્લિક ટ્રાન્સપોર્ટની તુલનામાં પર્સનલ વ્હીકલમાં મુસાફરી કરવી સુવિધાજનક અને સમયની બચત કરનાર હોય છે. જોકે માર્ગ પર વાહનથી મુસાફરી કરતી વખતે તમારે ટ્રાફિક નિયમોનું પાલન કરવું જરૂરી છે. માર્ગ દુર્ઘટનાને ઓછુ કરવા માટે આ ટ્રાફિક નિયમ બનાવવામાં આવ્યા છે. 

જોકે રસ્તા પર રેડ લાઈટ થવા પર વાહન રોકવું જરૂરી છે. જો તમે રેડ લાઈટ થયા બાદ પણ ગાડીથી રસ્તો ક્રોસ કરો છો. તો તમારૂ ચલણ કપાઈ શકે છે. ત્યાં જ શું તમને એક ખાસ ટ્રાફિક નિયમ વિશે ખબર છે?  આ નિયમ હેઠળ ટ્રાફિક લાઈટ રેડ થવા પર પણ તમારૂ ચલણ કપાઈ શકે છે. જાણો આ નિયમ વિશે. 

શું છે નિયમ? 
તમારી જાણકારી માટે જણાવી જઈએ કે જો તમે ટ્રાફિક લાઈટ રેડ થવા પર પોતાની ગાડીને ઝીબ્રા ક્રોશિગ પર રોકો છો તો આ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન છે. આમ કરવા પર ટ્રાફિક પોલીસ તમારૂ ચલણ કાપી શકે છે. આ કારણે તમે જ્યારે પણ ટ્રાફિક લાઈટ પર પોતાની ગાડીને રોકો તો આ વાતનું ખાસ ધ્યાન રાખો કે તમારી ગાડી ઝીબ્રા ક્રોસિંગને ક્રોસ ન કરે. 

વધુ વાંચો: ટ્રેનના 1st AC, 2nd AC અને 3rd AC વચ્ચે શું તફાવત છે?

જો તમે ગાડીમાં મુસાફરી કરો છો તો એવામાં તમને ટ્રાફિકના એ નિયમો વિશે જરૂર જાણી લેવું જોઈએ. આમ કરવા પર તમને નુકસાન થઈ શકે છે. ટ્રાફિક સાથે જોડાયેલા આ નિયોમનો ઉદ્દેશ્ય માર્ગ સુરક્ષા છે. આ નિયમોનું પાલન કરવા પર યાત્રા સુરક્ષિત અને સુનિશ્ચિત થાય છે. એવામાં દુર્ઘટનાની સંભાવના ઓછી થઈ જાય છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ