બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / Tomato Juice may lower cholesterol quickly study reveals amazing health benefits

હેલ્ધી ડ્રિંક / હાઇ કોલેસ્ટ્રોલનો જડમૂળથી ખાતમો બોલાવી દેશે આ શાકભાજી, રોજ એક ગ્લાસ જ્યૂસ પીવાથી થશે ગજબ ફાયદા

Arohi

Last Updated: 11:53 AM, 9 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Does Tomato Reduce LDL Cholesterol: હાઈ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવા માટે ટામેટાનો જ્યુસ ખૂબ જ ફાયદાકારક છે. આ જ્યૂસમાં ઘણા પોષકતત્વો હોય છે જેનાથી બ્લડમાં જામેલા બેડ કોલેસ્ટ્રોલને બહાર કાઢવામાં મદદ મળી શકે છે.

  • ડાયેટમાં શામેલ કરો ટામેટાનો જ્યૂસ 
  • બેડ કોલેસ્ટ્રોલમાં થશે ઘટાડો 
  • સ્ટડીમાં થયો ખુલાસો 

આપણાં કિચનમાં ઘણી એવી ખાવા-પીવાની વસ્તુઓ છે જેનું યોગ્ય રીતે સેવન કરવામાં આવે તો ઘણી ગંભીર બિમારીઓથી છુટકારો મેળવી શકાય છે. કોલેસ્ટ્રોલ વધવાની મુશ્કેલી હાલ સામાન્ય થઈ ગઈ છે અને મોટી સંખ્યામાં લોકોને આ સમસ્યા થઈ રહી છે. હાઈ કોલેસ્ટ્રોલ હાર્ટ એટેક અને સ્ટ્રોકનું કારણ બન્યું છે. સામાન્ય રીતે લોકો કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવા માટે દવાઓનો સહારો લે છે. પરંતુ ટામેટા આમાં તમારી મદદ કરી શકે છે. 

ટામેટાનો જ્યૂસ ખૂબ જ ફાયદાકારક 
રિપોર્ટ અનુસાર હાઈ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવામાં ટામેટાનો જ્યૂસ ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે છે. ટામેટાનો જ્યૂસ પીવાથી લોહીમાં જામેલા બેડ કોલેસ્ટ્રોલને બહાર કાઢી શકાય છે. આ વાત અત્યાર સુધી ઘણા રિસર્ચમાં સામે આવી ચુકી છે. 

રિસર્ચ કરનાર વૈજ્ઞાનિકોની માનીએ તો ટામેટાનો જ્યૂસ લાઈકોપીન નામના પાવરફૂલ એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે. આ એન્ટીઓક્સીડેન્ટ શરીરમાં બેડ કોલેસ્ટ્રોલના લેવલને તરત ઓછુ કરે છે. તેનાથી શરીરના સોજાથી રાહત મળે છે. ટામેટા જ્યૂસમાં વિટામિન સી અને બીટા-કેરાટીન સહિત અગણીત પોષક તત્વ હોય છે જે ફાયદાકારક હોય છે. 

કેટલો જ્યૂસ પીવો જોઈએ? 
સ્ટડી કરનાર સંશોધકોની માનીએ તો દરરોજ એક ગ્લાસ ટામેટાનો જ્યૂસ પીવાથી કોલેસ્ટ્રોલ લેવલને સામાન્ય રાખી શકાય છે. વર્ષ 2019માં એક રિસર્ચ કરવામાં આવ્યું હતું જેમાં ખબર પડી કે ટામેટાનો જ્યૂસ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવામાં કાર્ડિયોવેસ્કુલર ડિઝિઝનો ખતરો ઓછો કરે છે. 

જોકે સૌથી મોટી વાત એ છે કે ટામેટાનો જ્યૂસ મીઠા વગર પીવાથી જ કોલેસ્ટ્રોલ લેવલ ઓછુ થાય છે. અનસોલ્ટેડ જ્યૂસની અસર કોલેસ્ટ્રોલ પર ઝડપથી થાય છે. આ જ્યૂસમાં મીઠુ નાખીને પીવાથી વધારે ફાયદો નથી થતો. 

સ્વાસ્થ્યને મળે છે ખૂબ ફાયદો 
તમને જાણીને નવાઈ લાગશે કે ટામેટાનો જ્યૂસ અમુક પ્રકારના કેન્સરના ખતરાને પણ ઓછો કરે છે. ટામેટાનો જ્યૂસ વિવિધ પ્રકારના વિટામિન, ખનિજ અને શક્તિશાળી એન્ટીઓક્સીડેન્ટ આપે છે. આ જ્યૂસ આપણા શરીરને ઈન્ટન્ટ એનર્જી આપે છે અને મૂડને ઈપ્રૂવ કરે છે. આ પાચનમાં પણ મદદ કરે છે અને અનીમિયાને દૂર કરે છે. 

ટામેટાના રસના પોષક તત્વો તમારા આંતરડા પર પોઝિટિવ અસર કરવામાં મદદ કરે છે. ટામેટાનો જ્યૂસ પીવાથી ઈમ્યૂન સિસ્ટમને મજબૂતી મળે છે. ટામેટાને બ્લડ પ્રેશરના દર્દીઓ ફાયદાકારક માનવામાં આવે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ