બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Tomato consumption survey: 14 percent families stopped purchasing tomato

સર્વેમાં કરાયો દાવો / ટામેટાંએ કર્યા 'લાલ'ચોળ: આટલા ટકા લોકોએ તો ખરીદવાનું જ બંધ કરી દીધું, 46 ટકા લોકોએ 150 રૂપિયા આપીને ખરીદ્યા

Vaidehi

Last Updated: 06:40 PM, 15 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સર્વેમાં જાણવા મળ્યું કે આશરે 46% પરિવાર ટમેટા માટે 150 રૂપિયા પ્રતિ કિગ્રાથી વધારેની ચૂકવણી કરી રહ્યાં છે.

  • ટમેટાનાં ભાવમાં જંગી વધારા બાદ કરાયો સર્વે
  • 68% લોકોએ ટમેટાનો ઉપયોગ ઓછો કર્યો 
  • સર્વેમાં ભારતનાં 342 જિલ્લાઓનાં નાગરિકો શામેલ

છેલ્લા ત્રણ અઠવાડિયામાં દેશનાં અલગ અલગ શહેરોમાં ટમેટાની કિંમત ઘણી વધી ગઈ છે. તેના કારણે સામાન્ય જનતાનાં કિચનનું બજેટ બગડ્યું છે. લોકલસર્કલનાં સર્વેમાં ટમેટાની ખરીદી અને તેની ખપતને લઈને કેટલાક આંકડાઓ જાહેર કરવામાં આવ્યાં છે. સર્વેમાં કહેવામાં આવ્યું છે કે 46% પરિવાર હવે ટમેટા માટે 150 રૂપિયા પ્રતિ કિગ્રાથી વધારેની ચૂકવણી કરી રહ્યાં છે. તો 14% પરિવારોએ ટમેટા ખરીદવાનું જ બંધ કરી દીધું છે. જ્યારે 68% લોકોએ ટમેટાનો ઉપયોગ ઓછો કર્યો છે.

14% લોકોએ ટમેટા ખરીદવાનું બંધ કર્યું 
100 રૂપિયા પ્રતિ કિગ્રાથી વધારે રૂપિયાની ચૂકવણી કરતાં પરિવારોની સંખ્યાં 18%થી વધીને 14 જૂલાઈનાં 87% નોંધાઈ. સર્વેમાં શઆમેલ 68% પરિવારોએ જણાવ્યું કે તેમણે ટમેટાની ખપત ઓછી કરી દીધી છે જ્યારે 14% લોકોએ તો ઉપયોગ કરવાનું જ બંધ કરી દીધું છે. 

સર્વેમાં શામેલ થયાં આટલા લોકો
લોકલસર્કલનાં સર્વેમાં ભારતનાં 342 જિલ્લાઓનાં નાગરિકોથી 22000થી પણ વધારે પ્રતિક્રિયાઓ લેવામાં આવી છે. તેમાં 65% પુરુષો અને 35% મહિલાઓ જોડાઈ હતી. 42% ટિયર 1, 34% ટિયર 2 અને 24% ટિયર 3-4 અને ગ્રામીણ જિલ્લાઓથી હતાં. સર્વેમાં શામેલ 87% ગ્રાહકોએ કહ્યું કે તેઓ હાલમાં ટમેટા માટે 100 રૂપિયા પ્રતિ કિગ્રાથી વધારે રૂપિયાની ચૂકવણી કરી રહ્યાં છે.

160- 180 રૂપિયા પ્રતિ કિગ્રા
રાજધાની દિલ્હીમાં ટમેટાની કિંમત 24 જૂનનાં 20-30 રૂપિયા પ્રતિ કિગ્રાથી વધીને 180 રૂપિયા પ્રતિ કિગ્રા સુધી પહોંચી ગઈ. જ્યારે ગુજરાતમાં આજે ટમેટાનાં ભાવ 160 રૂપિયા પ્રતિ કિગ્રાની આસપાસ નોંધાયા છે. જો કે ગુણવત્તા ધરાવતાં ટમેટાનાં ભાવ 220 રૂપિયા પ્રતિ કિગ્રા થયાં છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ