બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Today, there will be clouds in Surat, Jamnagar, fields of Junagadh will be filled with water, forecast of rain in Navratri will be severe.

ચિંતાનું મોજું / આજે સુરત, જામનગરમાં મેઘઆગમન, જુનાગઢના ખેતરોમાં ભરાયા પાણી, નવરાત્રીમાં વરસાદ વિલન બને તેવી આગાહી

Vishal Khamar

Last Updated: 09:45 PM, 14 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં નવરાત્રીમાં વરસાદ પડવાની આગાહી બાદ રાજ્યમાં કેટલીક જગ્યાએ વરસાદનો માહોલ સર્જાયો હતો. આજે હવામાન વિભાગ દ્વારા સુરત, અમરેલીમાં વરસાદની આગાહી કરી હતી. ત્યારે બપોર બાદ સુરત અને અમરેલી, કાલાવડમાં વરસાદી માહોલ છવાયો હતો.

  • રાજ્યમાં નવરાત્રીનાં એક દિવસ પહેલા છવાયો વરસાદી માહોલ
  • સુરત, અમરેલી, કાલાવડમાં છવાયો વરસાદી માહોલ
  • વરસાદની આગાહીને પગલે ગરબા આયોજકો ચિંતીત

 અમરેલી જિલ્લાના બગસરા પંથકમાં વરસાદ 

આવતીકાલથી નવરાત્રી શરૂઆત થઈ રહી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા નવરાત્રીમાં વરસાદની આગાહી કરી હતી. જે આગાહીને પગલે રાજ્યમાં ફરી વરસાદી માહોલ છવાતા ગરબા આયોજકો ચિંતીત બન્યા છે. અમરેલી જીલ્લામાં પણ વરસાદી માહોલ છવાયો હતો. અમરેલી જીલ્લાનાં બગસરા પંથકમાં વરસાદ પડ્યો હતો. બગસરાનાં લુધીયા ચુડાવડ સહિતનાં ગામોમાં વરસાદ પડ્યો હતો. 

ભારે પવન સાથે ધોધમાર વરસ્યો વરસાદ 
સતત બીજા દિવસે કાલાવડમાં વરસાદ વરસ્યો હતો.  કાલાવડ તાલુકાનાં અનેક ગામોમાં વરસાદ પડ્યો હતો. ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદી પાણી મુખ્ય બજારમાં ફરી વળ્યા હતા. 

કપાસ,મગફળી અને ડુંગળી સહિતના પાકમાં નુકસાન
કાલાવડનાં નવાગામ, માછરડા, મોટી વાવડી સહિતનાં ગામોમાં વરસાદ પડ્યો હતો. વરસાદથી ખેડૂતોનાં ઉભા પાકમાં મોટું નુકશાન થવાની શક્યતા છે. કપાસ, મગફળી અને ડુંગળી સહિતનાં પાકમાં નુકશાન છે. ખેડૂતોની સાથે ગરબા મંડળનાં સંચાલકોમાં પણ ચિંતા વ્યાપી ગઈ છે. 

બફારા બાદ શરૂ થયો ઝરમર વરસાદ
સુરતમાં પણ ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. બફારા બાદ ઝરમર વરસાદ શરૂ થયો હતો. શહેરનાં અલગ અલગ વિસ્તારોમાં ઝરમર વરસાદ પડ્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ