બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Today is Dada's birth festival i.e. Hanuman Jayanti

ધર્મ / આજે દાદાનો જન્મોત્સવ એટલે કે હનુમાન જયંતિ: ત્યારે જાણો મહત્ત્વ, શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

Vishal Khamar

Last Updated: 07:25 AM, 6 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે 6 એપ્રિલ 2023 નાં રોજ હનુમાન જયંતિ ઊજવવામાં આવે છે. ત્યારે આજનાં દિવસે હનુમાન જયંતિની પૂજા, શુભ મુહૂર્ત, વિધિ તથા ધાર્મિક મહત્ત્વ વિશે અહીંયા વિસ્તારપૂર્વક જાણકારી આપવામાં આવી છે.

  • હનુમાન જયંતિના દિવસે મેળવો બજરંગબલીની કૃપા
  • હનુમાન જયંતિની પૂજા અને શુભ મુહૂર્ત વિશે જાણો
  • હનુમાન જયંતિનું છે અનેરું ધાર્મિક મહત્ત્વ

હિન્દુ ધર્મમાં હનુમાનજીની પૂજાનું અનેરું મહત્ત્વ રહેલું છે. કોઈપણ વ્યક્તિ બજરંગબલીની પૂજા કરી શકે છે, મંગળવાર અને શનિવારના રોજ બજરંગબલીની પૂજાને શુભ માનવામાં આવે છે. આ બે દિવસો સિવાય વર્ષમાં એક એવો દિવસ પણ આવે છે, જ્યારે પૂજા કરવામાં આવે તો હનુમાનજીની અપરંપાર કૃપા વરસે છે. જેને હનુમાન જયંતિ તરીકે ઓળખવામાં આવે છે. આજે 6 એપ્રિલ 2023ના રોજ હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવશે. હનુમાન જયંતિની પૂજા, શુભ મુહૂર્ત, વિધિ તથા ધાર્મિક મહત્ત્વ વિશે અહીંયા વિસ્તારપૂર્વક જાણકારી આપવામાં આવી છે. 

પૂજા વિધિ
હનુમાન જયંતિનું પુણ્યફળ મેળવવા માટે આ દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન ધ્યાન કરી લેવું જોઈએ. ત્યારબાદ પૂજા સ્થળ પર લાલ કપડું પાથરીને હનુમાનજીની મૂર્તિ અથવા ફોટો મુકીને તેને ગંગાજળથી પવિત્ર કરવો જોઈએ. હનુમાનજીની પૂજામાં લાલ કલરનું ફૂલ, રોલી, ચંદન, અક્ષત, મોતીચૂરના લાડવા તથા બૂંદીના લાડવા અર્પણ કરવા જોઈએ. હનુમાન ચાલીસાના સાત વાર પાઠ કરો. હનુમાનજીના ભોગમાં તુલસી દળ અર્પણ કરો. આ દિવસે સાધકે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ અને વ્રત તથા પૂજા કરવી જોઈએ. 

પૂજાનું મહત્ત્વ
હિંદુ ધાર્મિક ગ્રંતોમાં હનુમાન જયંતિના દિવસે હનુમંત સાધનાનું ખૂબ જ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે. પૌરાણિક માન્યતા અનુસાર હનુમાનજી એક એવા દેવતા છે, જે દરેક યુગમાં પૃથ્વી પર હાજર રહે છે. તેઓ હંમેશા તેમના ભક્તોની મદદ કરે છે. સનાતન પરંપરામાં ચિરંજીવી કહેવાતા હનુમાનજીની સાધનાને શુભ અને ફળદાયી માનવામાં આવે છે. માનવામાં આવે છે કે, હનુમાનજીની પૂજા કરનાર વ્યક્તિ પાસે ક્યારેય પણ બલા આવતી નથી અને શત્રુઓ સામે રક્ષણ મળે છે. 

હનુમાન જયંતિનો શુભ સમય (હનુમાન જયંતિ 2023 શુભ મુહૂર્ત)

આ વર્ષે ચૈત્ર માસની પૂર્ણિમાની તિથિ 05 એપ્રિલે સવારે 09.19 કલાકે શરૂ થશે અને 06 એપ્રિલે સવારે 10.04 કલાકે પૂર્ણ થશે. ઉદયતિથિ અનુસાર આ વખતે હનુમાન જયંતિ 06 એપ્રિલે જ મનાવવામાં આવશે.

હનુમાન જયંતિ પૂજન મુહૂર્ત (હનુમાન જયંતિ 2023 પૂજન મુહૂર્ત)

સવારે 06:06 થી 07:40 સુધી
સવારે 10:49 થી બપોરે 12:23 સુધી
બપોરે 12.23 થી 01.58 સુધી
બપોરે 01:58 થી 03:32 સુધી
સાંજે 05:07 થી 06:41 સુધી
સાંજે 06.41 થી 08.07 સુધી

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ