બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Tiku weds Sheru trailer released, nawazuddin siddiqui and avneet kaur are main characters

બોલિવૂડ / રિલિઝ થયું કંગનાની ફિલ્મ ટીકૂ વેડ્સ શેરુનું ટ્રેલર, નવાઝુદ્દીન સિદ્દિકીને દગો દેતી ગઈ અવનીત કૌર

Vaidehi

Last Updated: 07:24 PM, 14 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Tiku Weds Sheru Trailer: નવાઝુદ્દીન સિદ્દીકી અને અવનીત કૌરની કોમેડી ડ્રામા ફિલ્મ 'ટીકૂ વેડ્સ શેરુ'નો ટ્રેલર રિલીઝ થઈ ગયો છે. સ્ટોરી જાણી તમે પણ દંગ રહી જશો.

  • કોમેડી ડ્રામા ફિલ્મ Tiku Weds Sheruનો ટ્રેલર રિલીઝ
  • નવાઝુદ્દીન શેરુ જ્યારે અવનીત કૌર ટિકૂનો પાત્ર ભજવશે
  • કંગના રનૌતનાં પ્રોડક્શન હાઉસની આ પહેલી ફિલ્મ

પ્રાઈમ વીડિયો પર રિલીઝ થનારી કોમેડી-ડ્રામા ફિલ્મ ટીકૂ વેડ્સ શેરુનો ટ્રેલર રિલીઝ થઈ ગયો છે. સાઈ કબીર શ્રીવાસ્તવનાં ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મની પ્રોડ્યુસર કંગના રનૌત છે. કંગનાએ આ ફિલ્મ પોતાના પ્રોડક્શન હાઉસ 'મણિકર્ણિકા ફિલ્મ્સ'નાં બેનર હેઠળ પોસ્ટ કરી છે. ટીકૂ વેડ્સ શેરૂમાં નવાઝુદીન સિદ્દીકીની સાથે ફેમસ એક્ટ્રેસ અવનીત કૌર રોલ પ્લે કરી રહી છે. ટ્રેલરમાં આ બંને વચ્ચે રોમાન્સનું વાતાવરણ દેખાઈ રહ્યું છે.

2.26 મિનીટનો છે ટ્રેલર
આ ફિલ્મનું ટ્રેલર 2 મિનીટ 26 સેકેન્ડ્સનું છે. જેમાં નવાઝુદ્દીનની ભૂમિકા એક Artist ની છે. ફિલ્મમાં આ બંને મુખ્ય પાત્રો થોડા સનકી પરંતુ અત્યંત રોમેન્ટિક દેખાઈ રહ્યાં છે. મુંબઈ જવાનું સપનું જોઈ રહેલી ટીકૂ અને સંઘર્ષ કરનારા જૂનિયર આર્ટિસ્ટ શેરૂની આ અત્યંત રસપ્રદ કહાણી છે. 

નવાઝુદ્દીન સિદ્દીકીએ આપ્યો પ્રતિભાવ
નવાઝુદ્દીન સિદ્દીકીએ કહ્યું કે ટીકૂ વેડ્સ શેરુ એક કોમેડી ડ્રામા છે જે રિયલ લાઈફ સ્ટ્રગલને દર્શાવે છે. આ એક અનોખી પ્રેમ કહાણી છે. ટીકૂ અને શેરૂ બંને એકબીજાથી અત્યંત અલગ વ્યક્તિત્વ ધરાવે છે પરંતુ બંનેનું સપનું એક જ છે. શેરુનાં પાત્ર વિશે મને જે વાત ઉત્સુક કરે છે એ છે કે મનોરંજન જગતમાં સફળતા પ્રાપ્ત કરવા માટે સપનાં જોનારા લોકોને આ પ્રકારનાં પડકારોનો સામનો કરવો પડે છે. મને મણિકર્ણિકા ફિલ્મનાં પહેલા પ્રોજેક્ટનો ભાગેદાર બનવા, કંગના રનૌત સાથે કામ કરવાની ખુશી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ