બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજસ્થાનના ઝૂંઝૂનુની HCL ખાણમાં બન્યો મોટો બનાવ

logo

રોજમદાર કામદાર કાયમી બનવા હકદાર: ગુજરાત હાઇકોર્ટ

logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

VTV / સ્પોર્ટસ / Cricket / This is what Maxwell said in anger at the light-show in the stadium

Australia Vs Netherlands / આ સૌથી મોટી બેવકૂફી...: સ્ટેડિયમમાં લાઇટ-શૉ પર ગુસ્સામાં આ શું બોલ્યો મેક્સવેલ, વોર્નરે કહ્યું- ભાઈ મને તો મજા આવી

Priyakant

Last Updated: 10:54 AM, 26 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Australia Vs Netherlands News: નેધરલેન્ડ સામેની મેચમાં તોફાની ઇનિંગ્સ છતાં મેક્સવેલ અરુણ જેટલી સ્ટેડિયમમાં યોજાયેલા લાઇટ શોને લઈને ખૂબ જ ગુસ્સામાં જોવા મળ્યો

  • વર્લ્ડ કપ માં નેધરલેન્ડ સામેની મેચમાં ગ્લેન મેક્સવેલે શાનદાર સદી ફટકારી 
  • મેક્સવેલે 40 બોલમાં સદી ફટકારીને ટીમને મોટી જીત અપાવી
  • મેક્સવેલ અરુણ જેટલી સ્ટેડિયમમાં યોજાયેલા લાઇટ શોને લઈને ખૂબ જ ગુસ્સામાં જોવા મળ્યો

World Cup 2023 : વર્લ્ડ કપ 2023માં નેધરલેન્ડ સામેની મેચમાં ગ્લેન મેક્સવેલે શાનદાર સદી ફટકારી હતી. મેક્સવેલે 40 બોલમાં સદી ફટકારીને ટીમને ન માત્ર મોટી જીત અપાવી પરંતુ ઘણા મોટા રેકોર્ડ પણ તોડી નાખ્યા. જોકે તોફાની ઇનિંગ્સ છતાં મેક્સવેલ અરુણ જેટલી સ્ટેડિયમમાં યોજાયેલા લાઇટ શોને લઈને ખૂબ જ ગુસ્સામાં જોવા મળ્યો હતો. જે બાદ ડેવિડ વોર્નરની પ્રતિક્રિયા સામે આવી છે.

વાસ્તવમાં વર્લ્ડ કપ મેચ દરમિયાન દર્શકોના મનોરંજન માટે લાઇટ શોનું આયોજન કરવામાં આવે છે. નેધરલેન્ડ-ઓસ્ટ્રેલિયા મેચ દરમિયાન અરુણ જેટલી સ્ટેડિયમમાં પણ આવો જ શો યોજવામાં આવ્યો હતો. પરંતુ મેક્સવેલને આ પસંદ ન આવ્યું અને તેણે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, 'મેં એકવાર બિગ બેશ લીગમાં આનો અનુભવ કર્યો હતો. આ કારણે મને માથાનો દુખાવો થવા લાગ્યો. આંખોને વ્યવસ્થિત કરવામાં પણ સમય લાગી રહ્યો હતો. મને લાગે છે કે આ ક્રિકેટર્સ માટે ખૂબ જ બેવકૂફી ભર્યું રહ્યું. હું મેચ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પરંતુ તે તદ્દન ભયંકર હતું. આ ચાહકો માટે ઘણું સારું છે. પરંતુ ક્રિકેટરો માટે નહીં. 

ડેવિડ વોર્નરે બચાવ કર્યો હતો
મેક્સવેલના આ નિવેદનને લઈને ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નરની પ્રતિક્રિયા સામે આવી છે. તે મેક્સવેલના નિવેદન સાથે અસંમત હોવાનું જણાય છે. વોર્નરે લાઇટ શોનો બચાવ કર્યો અને તેની પોસ્ટમાં લખ્યું, 'મને લાઈટ શો ખૂબ ગમ્યો. કેવું વાતાવરણ હતું. આ બધું માત્ર ચાહકો માટે હતું. તમારા બધા વિના અમે એ નથી કરી શકતા જે અમને પસંદ છે. 

મેક્સવેલની ધમાકેદાર બેટિંગ 
મેચની વાત કરીએ તો મેક્સવેલ 41મી ઓવરમાં બેટિંગ કરવા આવ્યો હતો. સામાન્ય રીતે આ પછી 50 રન કરવા એટલે પ્રશંસાપાત્ર માનવામાં આવે છે. જોકે આવતાની સાથે જ મેક્સવેલે શોટ રમવાનું શરૂ કર્યું અને પછી ગતિ વધતી રહી. માત્ર 40 બોલમાં સદી. ઓર્ગી પછી મેક્સવેલ 50મી ઓવરમાં આઉટ થયો હતો. તેણે 44 બોલમાં 106 રનની ઇનિંગ રમી હતી. ઇનિંગ્સમાં નવ ચોગ્ગા અને આઠ લાંબી છગ્ગાનો સમાવેશ થાય છે. મેક્સવેલે માત્ર 40 બોલમાં સદી ફટકારીને ODI વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારી છે.  મેક્સવેલે એડન માર્કરામનો રેકોર્ડ તોડ્યો હતો. માર્કરામે 7 ઓક્ટોબરે શ્રીલંકા સામે 49 બોલમાં સદી ફટકારીને આ રેકોર્ડ બનાવ્યો હતો. મેક્સવેલે 2015 ODI વર્લ્ડ કપમાં 52 બોલમાં સદી ફટકારી હતી.

વર્લ્ડ કપમાં સૌથી ઝડપી સદી (બોલ પ્રમાણે)

  • 40 – ગ્લેન મેક્સવેલ વિ નેધરલેન્ડ, દિલ્હી, 2023
  • 49 – એડન માર્કરામ વિરુદ્ધ શ્રીલંકા, દિલ્હી 2023
  • 50 – કેવિન ઓ'બ્રાયન વિરુદ્ધ ઈંગ્લેન્ડ, બેંગલુરુ 2011
  • 51 – ગ્લેન મેક્સવેલ વિ શ્રીલંકા, સિડની 2015
  • 52 – એબી ડી વિલિયર્સ વિ વેસ્ટ ઈન્ડિઝ, સિડની 2015
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ