બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Third resignation in Dang district BJP organization

રાજનીતિ / વધુ એકના રાજીનામાથી ડાંગ જિલ્લા ભાજપમાં હડકંપ, માત્ર 2 જ દિવસમાં 3 હોદ્દેદારોએ પાર્ટીને અલવિદા કહેતા પક્ષને ઝટકો

Dinesh

Last Updated: 03:34 PM, 3 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડાંગ ભાજપના સંગઠનમાં ત્રીજું રાજીનામુ પડ્યું છે, સંગઠનમાં ચાલતા આંતરિક જૂથવાદને કારણે આજે ભાજપના લઘુમતી મોરચાના મહામંત્રી આસીફ શાહે રાજીનામું ધરી દીધું છે.

  • ડાંગ જિલ્લા ભાજપ સંગઠનમાં ત્રીજું રાજીનામુ
  • લઘુમતી મોરચાના મહામંત્રીનું રાજીનામુ
  • આંતરિક જૂથવાદને કારણે રાજીનામુ


ડાંગ જિલ્લા ભાજપના સંગઠનમાં ધડાધડ રાજીનામા પડી રહ્યાં છે. આજે ડાંગમાં ભાજપના લઘુમતી મોરચાના મહામંત્રી આસીફ શાહે રાજીનામું ધરી દીધું છે. સંગઠનમાં ચાલતા આંતરિક જૂથવાદને કારણે આસીફ શાહે રાજીનામું આપ્યું હોવાનું સામે આવ્યું છે.

લઘુમતી મોરચાના મહામંત્રી આસીફ શાહ

ડાંગ જિલ્લા ભાજપમાં ત્રીજું રાજીનામુ
2 દિવસમાં ડાંગ જિલ્લા સંગઠનમાં 3 હોદ્દેદારોએ રાજીનામું આપતા ભાજપમાં હડકંપ સર્જાયો છે.તમને જણાવી દઈએ કે, અગાઉ જિલ્લા ભાજપ પ્રમુખ અને આહવા મંડળના પ્રમુખે રાજીનામું આપ્યું હતું. ડાંગ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ પવારે રાજીનામું આપ્યું હતું. વાત જાણે એમ છે કે, ડાંગ પંથકમાં ભાજપને મોટો ફટકો પડ્યો છે. ડાંગ જિલ્લા ભાજપ પ્રમુખ પદેથી દશરથ પવારે સ્વૈચ્છિક રાજીનામું આપ્યું હોવાનું સામે આવ્યું હતું.

આ સાથે ડાંગ ભાજપ સંગઠન-ચૂંટાયેલા પાંખ વચ્ચે વિખવાદ ચાલતો હોવાને કારણે રાજીનામું આપ્યું હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે. મહત્વનું છે કે, આંતરિક વિવાદમાં સૌ પ્રથમ જિલ્લા ભાજપ પ્રમુખે રાજીનામું આપ્યું હતું. જે બાદ આજે લઘુમતી મોરચાના મહામંત્રી આસાફ શાહે પણ રાજીનામું આપ્યું છે. આગામી દિવસમાં વધુ રાજીનામા પડે તેવી ડાંગમાં ચર્ચાઓ ચાલી રહી છે. 

શું કહ્યું હતું દશરથ પવારે? 
ડાંગ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ પવારે પોતાના લેટરહેડ પર પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને સંબોધીને એક પત્ર લખ્યો હતો જેમાં દશરથ  પવારે લખ્યું હતું કે, હું ડાંગ જિલ્લા ભાજપ પ્રમુખ પદેથી સ્વૈચ્છિક રાજીનામું આપું છું જે સ્વીકારવા વિનંતી છે. આ લેટરપેડની નીચે દશરથ પવારે સહી કરી છે. 

ભાજપ સંગઠન અને ચૂંટાયેલ પાંખ વચ્ચે વિખવાદ 
ચર્ચાઓ મુજબ છેલ્લા કેટલાક દિવસોથી ડાંગ ભાજપ સંગઠન અને ચૂંટાયેલ પાંખ વચ્ચે વિખવાદ ચાલતો હતો. ડાંગ ભાજપ સંગઠનમાં આંતરિક ખેંચતાણ બાદ જિલ્લા પ્રમુખનું સૌથી પહેલું રાજીનામુ પડ્યુ હતું. ભાજપ સંગઠનમાં આંતરિક ખેંચતાણ લઈને કાર્યકરોની ચર્ચા મુજબ આગામી દિવસોમાં વધુ હોદ્દેદારો સંગઠનના હોદ્દા પરથી રાજીનામું આપી શકે છે. નોંધનીય છે કે, ભાજપ પ્રમુખે થોડા દિવસો પહેલા ડાંગ જિલ્લામાં થતા ભ્રષ્ટાચારને લઈ અવાજ પણ ઉઠાવ્યો હતો.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ