આજે અમે તમને રોકાણ સંબંધિત થોડી માહિતી વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમાં મહિલાઓ પણ રોકાણ કરીને સારો નફો મેળવી શકે છે.
રોકાણ કરવામાં મહિલાઓની પહેલી પસંદગી સોનું અને ફિક્સ્ડ ડિપોઝિટમાં રહેતી
રોકાણ કરવામાં મહિલાઓની પસંદગી બદલાઈ રહી છે
હાલ મહિલાઓ મ્યુચ્યુઅલ ફંડમાં પણ રોકાણ કરવાનું પસંદ કરે છે
આજકાલ દરેક લોકો અલગ અલગ જગ્યાઓ પર રોકાણ કરતાં હોય છે અને એવામાં જો તમે તમારા ભવિષ્ય માટે રોકાણ કરો છો તો એ ખૂબ સારી વાત કહેવાય. રોકાણ કરવાથી ભવિષ્યની ઘણી જરૂરિયાતો પૂરી કરવા માટે મોટું ફંડ મળી રહે છે. રોકાણમાં સામાન્ય રીતે પુરૂષોની પહેલી પસંદગી શેરબજાર, રિયલ એસ્ટેટ અને મ્યુચ્યુઅલ ફંડ રહે છે. તેવી જ રીતે મહિલાઓની પહેલી પસંદગી સોનું અને ફિક્સ્ડ ડિપોઝિટમાં રહે છે પણ આજકાલ મહિલાઓની પસંદગી પણ બદલાઈ રહી છે. આજે અમે તમને રોકાણ સંબંધિત થોડી માહિતી વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમાં મહિલાઓ પણ રોકાણ કરીને સારો નફો મેળવી શકે છે.
જણાવી દઈએ કે આજકાલ રોકાણ કરવામાં મહિલાઓની પસંદગી બદલાઈ રહી છે અને તે ગોલ્ડ અને ફિક્સ્ડ ડિપોઝિટ ઉપરાંત મ્યુચ્યુઅલ ફંડમાં પણ રોકાણ કરવાનું પસંદ કરે છે. જે મહિલાઓ મ્યુચ્યુઅલ ફંડ વિશે જાણે છે તે સારા નફા માટે તેમાં રોકાણ કરી રહી છે. કેવા મ્યુચ્યુઅલ ફંડમાં મહિલાઓ સૌથી વધુ રોકાણ કરે છે એ વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.
ડેટ મ્યુચ્યુઅલ ફંડ
કોઈ પણ રોકાણમાં જોખમ તો રહે જ છે. અમુકમાં વધુ તો અમુકમાં ઓછું પણ જો તમે કોઈ જોખમ લેવા તૈયાર નથી અને આ સાથે જ લાંબા સમય સુધી રોકાણ કરી શકો છો તો આ ડેટ મ્યુચ્યુઅલ ફંડનો વિકલ્પ તમારા માટે બેસ્ટ છે. જો કે આવા રોકાણ માટે પહેલો વિકલ્પ ફિક્સ ડિપોઝિટ છે પણ જો તમે તેના કરતા વધુ સારું વળતર મેળવવા માંગતા હોય તો તમેડેટ મ્યુચ્યુઅલ ફંડ રોકાણ કરી શકો છો.
હાઇબ્રિડ મ્યુચ્યુઅલ ફંડ
હાઇબ્રિડ મ્યુચ્યુઅલ ફંડ એ મ્યુચ્યુઅલ ફંડનો એક પ્રકાર છે અને મ્યુચ્યુઅલ ફંડની અંદર બહુવિધ એસેટ ક્લાસ હોય છે. જણાવી દઈએ કે આ તમારા માટે નફાકારક સોદો સાબિત થઈ શકે છે.
ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ
ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ દ્વારા કંપનીના સ્ટોકમાં રોકાણ કરવામાં આવે છે અને તેને ગ્રોથ ફંડ પણ કહેવામાં આવે છે. ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું ખૂબ જ સરળ છે અને આ સાથે જ તે ઓછા જોખમે સારું વળતર આપે છે.
સોનામાં રોકાણ કરવું પણ સારું
આપણએ બધાને ખબર છે કે સોનામાં રોકાણ કરવું એ મહિલાઓની પહેલી પસંદગી હોય છે. પણ હાલ યુવા પેઢી પણ સોનામાં રોકાણ કરવાનું પસંદ કરે છે. આજની મહિલાઓ જએ કમાઈ રહી છે અને રોકાણ કરવા માંગે છે એ પણ ઓછા જોખમ અને સારા વળતરવાળા વિકલ્પો શોધી રહી છે. એવામાં આ સમયે ઓનલાઈન માધ્યમો દ્વારા ડિજિટલ સોનામાં રોકાણ કરવું એ પણ એક સુરક્ષિત વિકલ્પ છે.