બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / These roads will be closed tomorrow due to various programs related to Dandiyatra, students appearing for board exams should take special note

Board Exam / ધો. 10-12ના વિદ્યાર્થીઓ, જો તમે પણ આવતીકાલે આ રસ્તેથી પસાર થઇ રહ્યાં છો, તો આટલું ખાસ વાંચી લેજો નહીંતર...!

Vishal Dave

Last Updated: 05:07 PM, 11 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાબરમતી ગાંધી આશ્રમ ખાતે અનેક vvipઓ આ કાર્યક્રમમાં ભાગ લેવા આવી પહોંચશે.. જેને ધ્યાનમાં રાખીને કાર્યક્રમના સ્થળ સુધી પહોંચતા માર્ગને આવતીકાલે એટલે કે 12 માર્ચે સવારે 6 વાગ્યા સુધી બપોરે 2 વાગ્યા સુધી સામાન્ય જનતા માટે બંધ રાખવાનું નક્કી કરાયુ છે.

આવતીકાલે 12 માર્ચ એટલે દાંડીયાત્રાનો દિવસ છે.. વડાપ્રધાન મોદી આ પ્રસંગે ગુજરાતની મુલાકાતે છે તેમના હસ્તે ગાંધી આશ્રમના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનો પ્રારંભ થશે. આ પ્રસંગે  સાબરમતી ગાંધી આશ્રમ ખાતે અનેક vvipઓ આ કાર્યક્રમમાં ભાગ લેવા આવી પહોંચશે.. જેને ધ્યાનમાં રાખીને કાર્યક્રમના સ્થળ સુધી પહોંચતા માર્ગને આવતીકાલે એટલે કે 12 માર્ચે સવારે 6 વાગ્યા સુધી બપોરે 2 વાગ્યા સુધી સામાન્ય જનતા માટે બંધ રાખવાનું નક્કી કરાયુ છે.. સાથે-સાથે ઓસીસી બલ્ડિંગ, ડી.કેબિન સાબરમતી ખાતે પણ કાર્યક્રમના આયોજનમાં મહાનુભવોની હાજરી રહેશે..જેને લઇને બે માર્ગો બંધ કરાયા છે, અને આ બન્ને માર્ગો માટે વૈકલ્પિક માર્ગો જાહેર કરાયા છે.  હાલ બોર્ડની એકઝામ ચાલી રહી છે ત્યારે આ રૂટનો ઉપયોગ કરનાર વિદ્યાર્થીઓ ખાસ આ વાતને ધ્યાને રાખે તે જરૂરી છે. 

બંધ રહેનાર માર્ગો અને આ બંધ રહેનાર માર્ગના વૈકલ્પિક માર્ગોની વિગત આ પ્રમાણે છે. 

બંધ રહેનાર માર્ગ  1

સુભાષબ્રિજ સર્કલથી ગાંધીઆશ્રમ થઇ વાડજ સર્કલ સુધીનો બન્ને બાજુનો માર્ગ વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત રહેશે.

વૈકલ્પિક માર્ગ

પ્રબોધરાવળ સર્કલથી રાણીપ ટી થઇ પલક ટી થી ડાબી બાજુ વળી નવા વાડજ પોલીસ ચોકી થઇ વાડજ સર્કલ સુધીના માર્ગ પર અવર-જવર કરી શકાશે.


બંધ રહેનાર માર્ગ 2 

પુલકીત પ્રાથમિક શાળા સ્કુલથી સંતોષીમાતા મંદીર થઈ કર્મયોગી સ્કુલ થઈ ભુત બંગલો કટ (PWD પ્લોટ) સુધીનો માર્ગ વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત રહેશે.

વૈકલ્પિક માર્ગ 

પુલકીત પ્રાથમિક શાળા સ્કુલ થઈ ચામુંડા સર્કલ (વલ્લભપાર્ક AMTS બસ સ્ટેન્ડ) થઈ મહાકાળી ડેરી ચાર રસ્તા થઈ વાળીનાથ ચોકડી થઈ ચાંદખેડા ચાર રસ્તા સુધીના માર્ગ પર અવર-જવર કરી શકાશે.

અપવાદ : કાર્યક્રમ સાથે સંકળાયેલ વાહનો,ફરજમાં રોકાયેલા સરકારી વાહનો,ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સના વાહનો,આકસ્મિક સંજોગોમાં વાહન સાથે અવર-જવર કરનાર તથા આ વિસ્તારમાં વસવાટ કરતા રહીશોને આ જાહેરનામું લાગું પડશે નહી.

 જાહેરનામાની અમલવારીની વિગત 

આ જાહેરનામાનો અમલ  તા.૧૨/૩/૨૦૨૪ ના સવાર કલાક ૦૬.૦૦ થી બપોર કલાક ૧૪.૦૦ સુધી કરવાનો રહેશે. આ જાહેરનામાના આદેશોનું ઉલ્લઘંન કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર ઠરશે તેવું જાહેરનામામાં કહેવાયું છે

આ વિશેષ કાર્યક્રમોને લઇને એરપોર્ટ સર્કલથી  લઇને ઇન્દિરા બ્રિજ અને ડફનાળા ચાર રસ્તા સુધી હળવા ટ્રાફિકની સંભાવના છે.. જે પરીક્ષાર્થીઓ તેમજ આ રૂટ પરથી અવરજવર કરનારા લોકો ખાસ ધ્યાનમાં લે તેવી અપીલ છે. 

આ પણ વાંચોઃ આવતીકાલે ફરી PM મોદી ગુજરાત પ્રવાસે: કરશે વિવિધ પ્રોજેક્ટોનું લોકાર્પણ, સંબોધશે જનસભા


1200 કરોડના ખર્ચે થશે નવીનીકરણ 

મહત્વપૂર્ણ છે કે  વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે એટલે કે 12મી માર્ચે  દાંડીયાત્રા દિવસ નિમિતે ગાંધી આશ્રમ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટના પ્રથમ ભાગનો આરંભ કરાવશે. સાબરમતી નદીના કિનારે આવેલા 100 વર્ષ જુના મહાત્મા ગાંધીએ ઉભા કરેલા આશ્રમનું રૂપિયા 1200 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ