બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / There is no chance of rain in Gujarat for the next 7 days, but the cold will be bone chilling from this date

હવામાન અપડેટ / આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની કોઈ જ શક્યતા નહીં, પરંતુ આ તારીખથી ઠંડી હાડ થીજવી નાખશે, જુઓ આગાહી

Priyakant

Last Updated: 08:17 AM, 8 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Weather Update Latest News: રાજ્યમાં ઠંડી અને વાતાવરણને લઈને આગાહી, 3-4 દિવસ તાપમાનમાં કોઈ બદલાવ નહિં, અંબાલાલ પટેલે કાતિલ ઠંડીની કરી છે આગાહી

  • રાજ્યમાં ઠંડી અને વાતાવરણને લઈને આગાહી
  • અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડીનો પારો ઘટશે
  • 3-4 દિવસ તાપમાનમાં કોઈ બદલાવ નહિં
  • નોર્થ-ઇસ્ટ ગુજરાત તરફથી આવી રહ્યા છે ઠંડા પવનો
  • અંબાલાલ પટેલે કાતિલ ઠંડીની કરી છે આગાહી
  • 29મી ડિસેમ્બર પછી કાતિલ ઠંડીની આગાહી

Weather Update : ગુજરાતના વાતાવરણને લઈ હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. વિગતો મુજબ હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 5 દિવસ વાતાવરણ સુકું રહેવાની આગાહી કરી છે. આ સાથે આગામી 7 વરસાદની પણ કોઈ સંભાવના નથી. જ્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કાતિલ ઠંડીની આગાહી કરી છે. જે મુજબ 29મી ડિસેમ્બરથી ગુજરાતમાં ગાત્રો થીજાવતી ઠંડી શરૂ થશે. 

રાજ્યમાં આગામી 7 વરસાદની પણ કોઈ સંભાવના નથી. અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડીનો પારો એક બે ડિગ્રી ઘટશે. આ સાથે આગામી 3-4 દિવસ તાપમાનમાં કોઈ બદલાવ નહિં આવે. મહત્વનું છે કે, નોર્થ-ઇસ્ટ ગુજરાત તરફથી ઠંડા પવન ફૂંકાઈ રહ્યા છે. જેને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કાતિલ ઠંડીની આગાહી કરી છે. જેથી 29મી ડિસેમ્બરથી ગુજરાતમાં ગાત્રો થીજાવતી ઠંડી શરૂ થશે. આ સાથે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં 12 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન જશે. 

File Photo

રાજ્યના વાતાવરણને લઈને હવામાન વિભાગની આગાહી સામે આવી છે. વાત જાણે એમ છે કે, હવામાન વિભાગ આગાહી કરી છે કે , આગામી 5 દિવસ રાજ્યમાં વાતાવરણ સુકું રહેશે. આ સાથે રાજ્યમાં વરસાદની સંભાવના નહિવત હોવાનું પણ કહ્યું છે. આ તરફ રાજ્યમાં આ 5 દિવસ દરમિયાન વધારે ઠંડી નહીં પડે તેવી આગાહી પણ હવામાન વિભાગે કરી છે. 

ગુજરાતમાં આગામી 5 દિવસના વાતાવરણને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાનની આગાહી મુજબ રાજ્યમાં તાપમાન પણ સામાન્ય રહેશે. આ સાથે ઠંડીનો પ્રકોપ હાલ વધુ નહિ રહે તેવું પણ કહ્યું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, તાપમાન પણ સામાન્ય રહેશે. અમદાવાદમાં તાપમાન 17 ડિગ્રી સુધી નોંધાશે તો બે દિવસ પછી તાપમાન 1 ડિગ્રી જેટલુ વધશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.

રાજ્યમાં હાડ થીજવતી ઠંડી શરૂ થઈ ગઈ છે. વહેલી સવારથી કડકડતી ઠંડી વચ્ચે લોકો ઠંડીથી રાહત મેળવવા તાપણાંનો સહારો લેતા જોવા મળી રહ્યા છે. મહત્વનું છે કે, હજી તો ડિસેમ્બરની શરૂઆત થઈ છે ત્યાં જ કડકડતી ઠંડી શરૂ થતાં લોકો ઠૂંઠવાઈ ગયા છે. આ તરફ ગઈકાલે અમદાવાદમાં વહેલી સવારથી જ ઠંડીમાં વધારો જોવા મળ્યો હતો. ઠંડા સુસવાટાભર્યા પવનને કારણે હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળ્યો હતો. 

ગુજરાતમાં ડિસેમ્બરની શરૂઆતમાં જ ઠંડીમાં વધારો શરુ થઈ ગયો છે. ઠંડા સૂસવાટાભર્યા પવનને કારણે હિલ સ્ટેશન જેવા માહોલ અને વાદળછાયા વાતાવરણ અને ધુમ્મસમાં વિઝિબિલિટી ઘટી છે. આ તરફ ગઈકાલે અમદાવાદનું તાપમાન 19 ડિગ્રી નોંધાયું હતું તો રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 9 ડિગ્રી નોંધાયું હતું. આ સાથે ભુજ 15 ડિગ્રી તાપમાન, રાજકોટ 15, વડોદરા 19 ડિગ્રી, ભાવનગર 20 ડિગ્રી તાપમાન નોંધાયું તો સુરતમાં 21 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ