બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / There are 3 disadvantages of taking hot water bath in winter

હેલ્થ / શિયાળામાં ગરમ પાણીથી સ્નાન કરવાના થાય છે 3 નુકસાન! મોટા ભાગના લોકો કરે છે આ ભૂલ

Kishor

Last Updated: 05:22 PM, 29 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શિયાળામાં ઠંડા પાણીથી ન્હાવાનું નામ સાંભળતા જ કંપારી છૂટે છે. પરંતુ શિયાળામાં ગરમ ​​પાણીથી નહાવાથી ખુબ નુકસાન થઈ શકે છે. જાણો વિસ્તારથી!

  • શિયાળામાં આ વસ્તુઓ કરવાની ભુલ ક્યારેય ન કરો 
  • સ્વાસ્થ્યને ફાયદો નહીં થશે નુકસાન 
  • જાણો કઈ વાતોનું રાખશો ધ્યાન

શિયાળાની કડકડતી ઠંડીમાં સ્નાન કરવુંએ જંગ સમાન કામ ગણી શકાય છે અને તેમાં પણ ઠંડા પાણીએ ન્હાવું એ વિચાર માત્ર કમકમાટી છુટાવી દે તેવો હોય છે. મોટાભાગના લોકો શિયાળામાં ગરમ પાણીનો ઉપયોગ કરીને સ્નાન કરતા હોય છે. તેમાં પણ અમુક લોકો વધુ પડતું ગરમ પાણીનો ન્હાવા માટે ઉપયોગમાં લેતા હોય છે. પરંતુ શિયાળામાં ગરમ પાણીથી નહાતી વેળાએ અમુક ચીજોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી બને છે. નહીં તો શરીર માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

શું તમે જાણો છો કે સ્નાન કરવાને લઈને પણ કેટલાક નિયમો છે ! ક્યારે નહાવું  જોઈએ અને ક્યારે નહીં ? / Bathing rules: There are rules for bathing too,  know what should


નિષ્ણાંતોના દાવા અનુસાર વાત કરવામાં આવે તો શિયાળાની ઋતુ દરમ્યાન લાંબો સમય સુધી તમે ગરમ પાણીથી સ્નાન કરો છો તો તે હેલ્થ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. માત્ર શરીર જ નહીં પરંતુ મગજ અને શરીર એમ બંને પર તેમની પ્રતિકૂળ અસર પડી શકે છે. નિષ્ણાંતોના દાવા અનુસાર ગરમ પાણી કેરાટીન સ્કીન સેલ્સને ડેમેજ કરી શકે છે. પરિણામે સ્કિનમાં ખંજવાળ આવવા સહિતની સમસ્યા ઊભી થઈ શકે છે. જેથી હુંફાળા ગરમ પાણીથી નહાવું જોઈએ.

વાંચવા જેવું: ફેફસાંમાંથી કફને કાઢીને બહાર ફેંકી દેશે આ 8 નુસખા: શિયાળામાં શરદી થાય તો ખાસ કામમાં આવશે

દિવસભર ઉર્જા વગરનું શરીર મહેસુસ કરી શકો છો

જાણકારો એવો પણ દાવો કરી રહ્યા છે કે ગરમ પાણીથી નાહ્યા બાદ શરીરમાં સુસ્તી પણ બની શકે છે. કારણ કે ગરમ પાણીથી સ્નાન કર્યા બાદ શરીર રિલેક્સ મોડમાં આવી જાય છે અને ઊંઘ આવવા સહિતની સમસ્યા માથું ઉચકી શકે છે. જેથી તમે દિવસભર ઉર્જા વગરનું શરીર મહેસુસ કરી શકો છો. વધુમાં ગરમ પાણીથી ન્હાવાથી વાળને સૌથી વધુ નુકસાન થઈ શકે છે. ગરમ પાણી વાળને ડેમેજ કરી શકે છે અને વાળ જીવ વગરના થઈ શકે છે.

શરીર પર વધુ ગરમ કપડાં પણ પહેરવા જોઈએ નહીં

આ ઉપરાંત શિયાળાની ઠંડીથી બચવા શરીર પર વધુ ગરમ કપડાં પણ પહેરવા જોઈએ નહીં. આવું કરવાથી તમારું શરીર ઓવરહિટનો શિકાર બની શકે છે. જ્યારે માણસને ઠંડી લાગે છે ત્યારે તે ઇમ્યુન સિસ્ટમ વાઈટ બ્લડ સેલ બને છે. જે ઇન્ફેક્શન અને બીમારીઓથી બચાવે છે. તેવામાં શરીર ઓવરિટ થયા બાદ ઇમ્યુન પોતાનું કામ સારી રીતે કરી શકતું નથી.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ