બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

VTV / Politics / The winter session will continue from today to December 29 in Delhi

કવાયત / આજથી સંસદનુ શિયાળુ સત્ર, આ ખાસ બિલ સાથે 16 નવા બિલ રજૂ કરવાની તૈયારીમાં સરકાર

Priyakant

Last Updated: 07:26 AM, 7 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્લીમાં આજથી સંસદનુ શિયાળુ સત્ર, કોંગ્રેસ કહી રહી છે કે તે ગૃહને ખોરવી નહીં નાખે અને ચર્ચા પર ભાર મુકશે, જ્યારે સરકાર પણ સ્પીકર દ્વારા મંજૂર કરાયેલા દરેક મુદ્દા પર ચર્ચા કરવા તૈયાર

  • દિલ્લીમાં આજથી સંસદનુ શિયાળુ સત્ર 
  • 29 ડિસેમ્બર સુધી ચાલશે શિયાળુ સત્ર
  • અનેક મુદ્દે વિપક્ષ સંસદમાં સરકારને ઘેરશે
  • સત્રમાં સંસદમાં 16 બીલ રજૂ કરવાની સરકારની તૈયારી

ભારતીય સંસદનું શિયાળુ સત્ર આજથી શરૂ થવા જઈ રહ્યું છે. સરકાર આ અવસર પર ઘણા મહત્વપૂર્ણ બિલ રજૂ કરવા જઈ રહી છે. વિપક્ષ દ્વારા લાંબી યાદી તૈયાર કરવામાં આવી છે. ઘણા મુદ્દાઓ પર ચર્ચાની તૈયારી ચાલી રહી હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. અત્યારે કોંગ્રેસ કહી રહી છે કે તે ગૃહને ખોરવી નહીં નાખે અને ચર્ચા પર ભાર મુકશે, જ્યારે સરકાર પણ સ્પીકર દ્વારા મંજૂર કરાયેલા દરેક મુદ્દા પર ચર્ચા કરવા તૈયાર છે.

કયા બિલો રજૂ કરવામાં આવશે?

શિયાળુ સત્રમાં આ વખતે જે બિલ રજૂ થવાના છે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. સરકાર દ્વારા કુલ 19 બિલ રજૂ કરવામાં આવશે. તેમાંથી ત્રણ જૂના છે, જ્યારે 16 નવા બિલ રજૂ કરવામાં આવશે.

મલ્ટી-સ્ટેટ કો-ઓપરેટિવ સોસાયટીઝ (સુધારા) બિલ, 2022, નેશનલ ડેન્ટલ કમિશન બિલ, 2022, નેશનલ કમિશન ફોર નર્સિંગ એન્ડ મિડવાઇફરી બિલ, 2022, મલ્ટી-સ્ટેટ કો-ઓપરેટિવ સોસાયટીઝ (સુધારા) બિલ, 2022, કોસ્ટલ એક્વાકલ્ચર ઓથોરિટી એમેન્ડમેન્ટ બિલ 2022 , બંધારણ (અનુસૂચિત જનજાતિ) ઓર્ડર (પાંચમો સુધારો) બિલ 2022. આ ઉપરાંત, બંધારણ (અનુસૂચિત જનજાતિ) ઓર્ડર (ત્રીજો સુધારો) બિલ 2022, રદબાતલ અને સુધારો બિલ, 2022, જૂની ગ્રાન્ટ બિલ (રેગ્યુલેશન) 2022 જેવા બિલ પણ રજૂ કરી શકાય છે.

એક વર્ષમાં કુલ ત્રણ સત્ર

અહીં પણ બહુ-રાજ્ય સહકારી મંડળીઓ (સુધારા) બિલ, 2022 ખૂબ મહત્વ ધરાવે છે. આ બિલ દ્વારા ઘણા જૂના કાયદાઓને નાબૂદ કરવાની તૈયારી છે. તો વળી બીજું ટ્રેડ માર્ક્સ એમેન્ડમેન્ટ બિલ, 2022 પણ હેડલાઇન્સમાં રહેવાનું છે. જો આ બિલ પાસ થઈ જાય છે, તો અરજી પછી જ ટ્રેડ માર્ક આપી શકાશે. આ સિવાય આ બિલ દ્વારા ટ્રેડ માર્કની અરજીઓની પ્રક્રિયાને ઝડપી બનાવવા પર પણ ભાર મૂકવામાં આવશે. 

તમને જણાવી દઈએ કે વર્ષમાં ત્રણ વખત સેશન યોજાય છે. તે બજેટ સત્રથી શરૂ થાય છે જે વર્ષની શરૂઆતમાં શરૂ થાય છે અને તે સૌથી વધુ સમય સુધી ચાલે છે. આ પછી, જુલાઈ-ઓગસ્ટમાં ચોમાસુ સત્રનું આયોજન કરવામાં આવે છે અને પછી અંતે શિયાળુ સત્ર થાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ