બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરા / The terror of stray animals remains in the state

દુ:ખદ / ગુજરાત હરતાં-ફરતાં મોતની પકડમાં, આજે ત્રણ શહેરોમાં રખડતાં પશુઓનો કેર, એકનું મોત, 2 ઘાયલ

Dinesh

Last Updated: 09:53 PM, 4 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં એક દિવસમાં રખડતા પશુને કારણે 1નો મોત તેમજ ત્રણ લોકો ઈજાગ્રસ્ત, હજુ કેટલા લોકો રખડતા ઢોરને કારણે જીવ ગુમાવશે?

  • વડોદરા અને ડીસામાં રખડતા પશુનો આતંક યથાવત્
  • વડોદરામાં રખડતા પશુની ટક્કરે 2 યુવતી ઈજાગ્રસ્ત
  • પાટણમાં રખડતા પશુએ વધુ એક વ્યક્તિનો લીધો ભોગ 

રાજ્યમાં અનેક શહેરોમાં રખડતા પશુનો ત્રાસ હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે. આ મામલે હાઇકોર્ટે અગાઉ પણ તંત્રને આકરી ટકોર કરી હતી  જે બાદ પણ તંત્રના પેટનું પાણી નથી હલ્યું. રખડતા પશુના ત્રાસથી કોઈ નિર્દોષ વ્યક્તિ ભોગ બને છે ત્યારે જ તંત્ર થોડો સમય કડક વલણ દાખવે છે ત્યારબાદ બધું જ જેવું હતું તેવું ચાલે છે. રખડતા પશુ મામલે કોઇ કાયમી ઉકેલ હજુ સુધી આવ્યો નથી.

ડીસામાં રખડતા ઢોરનો આંતક
ડીસામાં સ્પોર્ટ્સ ક્લબ પાસે રોડ પર જાહેર માર્ગ પર પશુઓને ઘાસચારો નાખતા અહીંથી નીકળતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે જેમાં આજે આઠમા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની તેની બહેનપણીઓ સાથે શિવનગર શાળા તરફ જઈ રહી હતી તે સમયે રખડતા એક આખલાએ અચાનક દોડી આવી હડફેટે લેતા વિદ્યાર્થી રોડ પર પટકાઈ હતી. જેના કારણે તેને મોઢાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. ઘટનાને પગલે આજુબાજુના લોકો તેમજ પરિવારજનો આવી પહોંચ્યા હતા અને ઇજાગ્રસ્ત વિદ્યાર્થીનીને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડી હતી

વડોદરામાં રોડ પર રઝળતી મોત
વડોદરામાં રખડતા પશુનો આતંક યથાવત્ જોવા મળી રહ્યો છે. ખોડીયાર નગર નજીક રખડતા પશુએ એક્ટિવાને ટક્કર મારી છે. રખડતા પશુની ટક્કરમાં 2 યુવતી ઈજાગ્રસ્ત થઈ છે. ઈજાગ્રસ્ત બન્ને યુવતીની SSG હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

પાટણમાં રખડતા પશુએ વધુ એક વ્યક્તિનો લીધો ભોગ 
પાટણમાં થોડા દિવસ અગાઉ બાઇક ચાલકને રખડતા પશુએ અડફેટે લેતા અમદાવાદ સારવાર ચાલી રહી હતી. જેમાં તેનું સારવાર દરમિયાન મોત થયું છે. રૂની ગામ નજીક રખડતા પશુએ બાઈક ચાલકને અડફેટે લીધો છે. અમદાવાદની હોસ્પિટલમાં સારવાર દરમિયાન પાટણના યુવકની મૃત્યું થયું છે. છેલ્લા 16 દિવસથી હોસ્પિટલમાં યુવક સારવાર હેઠળ હતો. દેવેન્દ્ર નામના યુવકનું સારવાર દરમિયાન મૃત્યુ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ